વડોદરા: કોંગ્રેસ નેતાના ડ્રાઈવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, પાદરામાં પણ કોર્પોરેટર દિલીપ વાળંદને કોરોના
જીવલેણ વાયરસ કોરોના (Corona Virus) નો પ્રકોપ દિન પ્રતિદિન વધતો જાય છે. વડોદરામાં કોરોનાથી વધુ સાત દર્દીઓના મૃત્યુ થયા છે. આ ઉપરાંત કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત (Narendra Rawat) ના ડ્રાઈવરને પણ કોરોના થયો હોવાનું જાણવા મળ્યું છે.
Trending Photos
રવિ અગ્રવાલ ઝી મીડિયા બ્યુરો, વડોદરા: જીવલેણ વાયરસ કોરોના (Corona Virus) નો પ્રકોપ દિન પ્રતિદિન વધતો જાય છે. વડોદરામાં કોરોનાથી વધુ સાત દર્દીઓના મૃત્યુ થયા છે. આ ઉપરાંત કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત (Narendra Rawat) ના ડ્રાઈવરને પણ કોરોના થયો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતના ડ્રાઈવર કે જેઓ નવાયાર્ડના સંતોકનગરમાં રહે છે તેમને કોરોના થયો છે. છેલ્લા એક અઠવાડિયાથી તેમને તાવ આવતો હતો. ગઈ કાલે જ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડ્રાઈવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા નરેન્દ્ર રાવત અને તેમના કોર્પોરેટર પત્ની અમી રાવત ચિંતામાં છે.
પાદરામાં પણ કોરોનાનો કહેર
વડોદરાના પાદરામાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. પાદરા નગરપાલિકાના કોર્પોરેટર દિલીપ વાળંદને કોરોના થયો છે. વડોદરા જિલ્લા એલસીબીમાં પણ કોરોના જોવા મળ્યો છે. એલસીબીના કોન્સ્ટેબલનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ બાજુ વડોદરામાં કોરોનાથી વધુ 7 દર્દીઓના મૃત્યુ થયા છે. ભરૂચના વેડચના પોલીસ હેડ કોન્સ્ટેબલનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. વાસણા વિસ્તારમાં વૃદ્ધ NRI, આજવા રોડના નિવૃત્ત શિક્ષકનું પણ કોરોના થી મૃત્યુ થયું છે. સમાના ફર્નિચરના વેપારી અને જંબુસર ના 3 દર્દીના પણ કોરોનાથી થયા છે. જો કે વડોદરા પાલિકાએ સત્તાવાર જાહેરાત હજુ કરી નથી.
આ VIDEO પણ ખાસ જુઓ...
ગઈ કાલે આરોગ્ય વિભાગ દ્વારા જે આંકડા જાહેર કરાયા તે મુજબ વડોદરામાં કોરોનાના અત્યાર સુધીમાં 1985 કેસ નોંધાયા છે. જેમાંથી 1320 લોકો સાજા થયા છે. જ્યારે 47 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ 29001 કેસ જોવા મળ્યા છે. જ્યારે 14835 લોકો સાજા થયા છે અને 1379 દર્દીઓએ અત્યાર સુધીમાં કોરોનાના લીધે જીવ ગુમાવ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે