નવનીત દલવાડી/ભાવનગર: દેશના સામાન્ય અને ગરીબ પરિવારોને સરકાર દ્વારા રેશનશોપ મારફતે અનાજ આપવામાં આવી રહ્યું છે. આ સુવિધાને આધુનિક બનાવતા હવે સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને 24*7 માં કોઈપણ સમયે લાઈનોમાં ઉભા રહ્યા વગર અનાજ મળી શકે તેવા અન્નપૂર્તિ એટીએમ સેવાનો રાજ્યમાં પ્રથમવાર ભાવનગર ખાતેથી કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CMને લઇને અફવા ફેલાવનાર સામે કાર્યવાહી થશે! સુરતમાં હર્ષ સંઘવીનું મોટું નિવેદન


સામાન્ય અને ગરીબ પરિવારોની સુવિધામાં વધારો કરવા ભારત સરકાર તત્પર છે. અને આવા પરિવારોની સુવિધામાં વધારો કરતા આજે સ્માર્ટ એફ.પી.એસ પાઇલટ પ્રોજેકટ અંતર્ગત રાજ્યના પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમ (ગ્રેઇન એટીએમ)નો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કરચલીયાપરા ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા, ભીખુસિંહજી પરમાર- અન્ન અને પુરવઠા મંત્રી ગુજરાત સરકાર તેમજ એલિઝાબેથ ફૌરે-યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ, કન્ટ્રી પ્રતિનિધિ સહિતના લોકોની ઉપસ્થિતિમાં આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 


ધ્રુજવા માંડશે નવરાત્રિ આયોજકોના પગ! નિહાકો નાંખે એવી અંબાલાલ પટેલની ઘાતક આગાહી


આ અન્નપૂર્તિ એટીએમ 24 કલાક કાર્યરત રહેશે અને જેમ લોકોને એટીએમ માંથી 24*7 રૂ. મળી શકે છે. તેવી રીતે કોઈપણ રેશનકાર્ડ ધારક કે જે થંબ સિસ્ટમથી જોડાયેલ છે તે ત્યાં આવી પોતાનો અંગુઠો લગાવી તેને મળવા પાત્ર રેશનનો જથ્થો પ્રાપ્ત કરી શકશે. ભારત સરકાર દેશના 80 કરોડ લોકોને ફ્રી રાશન આપી રહ્યું છે. ત્યારે સામાન્ય અને ગરીબ પરિવારના લોકો કે જે મજૂરી કે અન્ય કામો વડે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેને લાઈનોમાં નહીં ઉભું રહેવું પડે અને પોતાના અનુકૂળ સમયે આ સ્થળ પર આવી પોતાનું રાશન મેળવી શકશે. જેમાં રાજ્ય ઉપરાંત પરપ્રાંતીય તમામ નોંધાયેલા લોકો આ અનાજ મેળવવાના પાત્ર રહેશે. 


ભલે ગુજરાતમાં વરસાદ નથી, પણ આ ડેમની સપાટી વધતા લોકોમાં ફફડાટ, ગત વર્ષે આવ્યું પૂર


તેમજ કોઇપણ રેશનકાર્ડ ધારક ને ઓછું વજન કે અન્ય કોઈ ફરિયાદ માંથી મુક્તિ મળશે. આ એટીએમ લોકાર્પણ પ્રસંગે એક મહિલાને રાશન પણ આપવામાં આવ્યું હતું તેમજ એટીએમ મશીનનું મહાનુભવો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જ્યારે રાજયમાં સૌ પ્રથમ આવા અન્નપૂર્તિ મશીનનો ભાવનગર ખાતે પ્રારંભ થતા સરકારના પ્રેરણાદાયી પગલાંને આવકાર મળી રહ્યો છે. હાલ આ મશીનમાંથી લોકોને ઘઉ અને ચોખા ઉપલબ્ધ થઈ રહ્યા છે.