ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં વિદ્યાના ધામમાંથી છેલ્લા કેટલાય દિવસથી દારૂની ખાલી બોટલ, ગાંજાનું વાવેતર અને દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓના સમાચાર સામે આવી રહ્યા છે. વિદ્યાના ધામમાં ભણવાની જગ્યાએ વિદ્યાર્થીઓ મોજા-મસ્તી કરે છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંસ્કૃત ભવન પાસેથી વિદેશી દારૂની ખાલી બોટલ મળી છે. સાથે દેશી દારૂની થેલીઓ પણ મળી આવતા અનેક સવાલ ઉભા થયા છે. હજું તો ગઈકાલે MS યુનિવર્સિટીના હોસ્ટેલમાંથી દારૂ પાર્ટી કરતા વિદ્યાર્થી ઝડપાયા હતા. રૂમમાં વિદેશી શરાબ ભરેલા ગ્લાસ તેમજ બાઈટિંગ મળી આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરૂચના હાંસોટમાં બે કાર ધડાકાભેર અથડાતાં પડીકું વળી ગઈ! એક જ પરિવારના 5 લોકોના મોત


એવી જ રીતે ગુજરાત યુનિવર્સિટીની બોય્ઝ હોસ્ટેલમાં ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું. જો કે ગાંજાના વાવેતર મળ્યાના બીજા દિવસે વિદેશી દારૂની ખાલી બોટલો પણ મળી હતી. તો રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાંથી પણ ગાંજાના છોડ મળી આવ્યા હતા. ત્યારે વિદ્યાના ધામમાં શિક્ષણની મજાક ઉડાવતા આ પ્રકારના દ્રશ્યો એ એક શરમજનક બાબત છે.


ન્યાય યાત્રાનો રેલો ગાંધીનગર પહોંચતા 'ભૂપેન્દ્ર દાદા'એ બાજી સંભાળી! આંદોલન સમેટાયું


કિસ્સો-1: ગુજરાત યુનિવર્સિટીની બોય્ઝ હોસ્ટેલમાં ગાંજાનું વાવેતર
ગુજરાતમાં શિક્ષણનું સ્તર હવે સાવ નીચલા પાયદાન પર જતુ રહ્યું છે. વિદ્યાના ધામમાં હવે શિક્ષણ સિવાયનું બીજું બધુ જ થઈ રહ્યું છે. શિક્ષાના ધામોને જાણે બોડી બામણીના ખેતરની જેમ ખુલ્લા મૂકાયા હોય, અને કુલપતિઓ તથા આચાર્યો શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા હોય તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. શિક્ષણધામ હવે નશાના ધામ બનાવી રહ્યાં છે. ત્યારે હવે એવી ઘટનાઓ બની રહી છે કે, શું ગુજરાતમાં વિદ્યાર્થીઓને હવે ગાંજા વાવવાનું શીખવાડાય છે? ગુજરાતમાં વધુ એક યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળી આવ્યા છે. રાજકોટની ફેમસ મારવાડ યુનિવર્સિટી બાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી પણ ગાંજાના છોડ મળી આવ્યા છે. 


2024ની ચૂંટણીમાં ભાજપ માટે આસાન નથી રાહ, બાજી પલટી શકે છે આ સમીકરણો


ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળી આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં ગાંજાના છોડ મળ્યા છે. યુનિવર્સિટીના D બ્લોક પાસેની જગ્યામાં ગાંજાના છોડ મળી આવ્યા છે. જેમાં 6 ફૂટ ઊંચો ગાંજાનો છોડ મળી આવ્યો છે. NSUI કાર્યકરોએ ગાંજાના છોડ પકડી પાડ્યા છે. ગાંજાના બે છોડ યુનિવર્સિટી D બ્લોક પાસે જોવા મળ્યા હતા. વિદ્યાના ધામમાં ગાંજાના છોડ મળતા અનેક સવાલો ઉભા થયા છે. ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં મળી આવેલો છોડ ગાંજો હોવાનો દાવો કરાયો છે. આમ, વિદ્યાના ધામમાં ગાંજાના છોડ મળતા અનેક સવાલો ઉભા થયા છે. આ ઘટનાને પગલે ગુજરાત યુનિવર્સીટી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.


શરદ પવાર વિના મહારાષ્ટ્રમાં 35 લોકસભા બેઠકો જીતવી અશક્ય, ભત્રીજા બાદ હવે કાકા.....


કિસ્સો-2: MS યુનિવર્સિટીના હોસ્ટેલમાંથી દારૂ પાર્ટી
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે. એમ.એમ. હોસ્ટેલમાં યુનિ. વિજિલન્સે દરોડા પાડતા દારૂની મહેફીલ માનતા ત્રણ વિદ્યાર્થીઓને ઝડપ્યા છે. ત્રણ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા હોવાનો મેસેજ મળતાં ટીમ એમ.એસ.હોલ દોડી આવી હતી. હોસ્ટેલના રૂમમાં ત્રણ વિદ્યાર્થીઓ દારૂની મહેફીલ માનતા રંગે હાથ ઝડપાયા હતા. રૂમમાંથી વિદેશી શરાબ ભરેલા ગ્લાસ તેમજ બાઇટિંગ પણ મળી આવ્યા છે. જોકે ત્રણ વિદ્યાર્થીઓ રૂમ છોડી નાસી છૂટ્યા છે. બીજી બાજુ હોસ્ટેલમાં સિક્યુરિટી પર અનેક સવાલો ઉઠ્યા છે. બે દિવસ પેહલા જ બે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેવા આવ્યા હતા. વિજિલન્સ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી છે. 34  નંબરની રૂમમાંથી દારૂ ભરેલા ગ્લાસ મળી આવ્યા હતા. ઉપરાંત દારૂ ની ખાલી બોટલ  અને સિગરેટના બોક્સ પણ મળી આવ્યા હતા.


અંબાલાલ પટેલની 'અતિભારે' આગાહી: આગામી 24 કલાકમાં આ 7 જિલ્લામાં મેઘરાજા મંડાશે


બે દિવસ પેહલા જ બે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેવા આવ્યા હતા. વિજિલન્સ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી છે. 34 નંબરની રૂમમાંથી દારૂ ભરેલા ગ્લાસ મળી આવ્યા હતા. ઉપરાંત દારૂની ખાલી બોટલ અને સિગરેટના બોક્સ પણ મળી આવ્યા હતા. એમ.એમ. હોસ્ટેલમાં યુનિ. વિજિલન્સે દરોડા પાડ્યા હતા. ત્રણ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા હોવાનો મેસેજ મળતાં ટીમ એમ.એસ.હોલ દોડી આવી હતી. જોકે વિદ્યાર્થીઓને ગંધ આવતા ભાગી છૂટ્યા હતા. વિજિલન્સ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી છે. ઉપરાંત દારૂની ખાલી બોટલ અને સિગરેટના બોક્સ પણ મળી આવ્યા હતા.


મોદી કેબિનેટનો મોટો નિર્ણય, વિશ્વકર્મા યોજના અને પીએમ ઈ-બસ સેવાને લીલીઝંડી


કિસ્સો-3: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદેશી દારૂની ખાલી બોટલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ખાલી દારૂની બોટલો મળતાં ફરી એકવાર તંત્ર પર મોટા સવાલો ઉભા થયા છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આ વિદ્યાનું ધામ કે નશાનું ધામ? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ખાલી દારૂની બોટલો જ નહીં, કથિત દેશી દારૂની કોથળીઓ પણ મળી આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંસ્કૃત ભવન પાસેથી ઈંગ્લીશ દારૂની ખાલી બોટલ મળી આવી હતી, જેના કારણે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. શું મદિરા પાન કરવાની આપણી સંસ્કૃતિ છે? સંસ્કૃત ભવન પાસેથી દારૂની ખાલી બોટલ અને પોટલીઓ મળી આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.


સરહદથી આવી રહ્યું છે મોટુ સંકટ : બનાસકાંઠામાં હવે તીડ આવશે તો અમે બરબાદ થઈ જઈશું