ભાવનગર: શહેરના સાંસદ ભારતીબેન શિયાળની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવતા ભાવનગરના ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉપાધ્યક્ષ તરીકે વરણી થયા બાદ ભાવનગર આવેલા ભારતીબેન શિયાળનું કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. જોકે ઉત્સાહમાં આવેલા કાર્યકરોએ કોરોના મહામારીના સમયમાં સોશિયલ ડિસ્ટન્સ ગુમાવી દીધું હતું. સ્વાગત સમયે કાર્યકરોના મોટા ટોળા જોવા મળ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક જેવા અનેક નિયમોનાં ધજાગરા ઉડ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાવધાન ! સ્વામીનારાયણ સંપ્રદાયના સંતની મિત્રતાની કિંમત યુવાને પોતાનો જીવ ગુમાવીને ચુકવી પડી


ભાવનગર જિલ્લાના સાંસદ ભારતીબેન શિયાળની હાલમાં જ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતના ભાજપ પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, તેવામાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી થયા બાદ પ્રથમવાર ભાવનગર આવી રહેલા ભાવનગરના સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળનું અદકેરું સ્વાગત કરવા શહેરના નારી ચોકડીથી તેના ઘર સુધીની કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 


આણંદ: 3.5 વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મ કરનાર 44 વર્ષના નરાધમને ફાંસી


નારી ચોકડી ખાતે ભાવનગરના મેયર મનહર મોરીએ ફુલહારથી તેમનું સ્વાગત કર્યું હતું. જ્યારે સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત અને ઉત્સાહિત થયેલા તેમજ મોટી સંખ્યામાં ઉમટી પડેલા કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સ ગુમાવ્યું હતું.  કાર્યક્રમ સ્થળે કાર્યકરોના ટોળે ટોળા જોવા મળી રહ્યા હતા. જો કે સામાન્ય પ્રજા સામે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નામે દંડા પછાડતી અહીં મુકપ્રેક્ષક બની ગઇ હતી. કોરોના ગાઇડલાઇનનાં તમામ નિયમો નેવે મુકીને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube