ઝી બ્યુરો/સુરત: વેસુ હીના બંગ્લોઝમાં 48 તોલા સોનાની ચોરી કરવાના કેસમાં પોલીસે તપાસ કરીને કાનપુરથી ચાર આરોપીઓને પકડી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 22 લાખ રોકડા અને સોનાની લગડીઓ તથા મોબાઈલ મળીને કુલ 31.37 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં અગાઉ ક્યારેય નહીં જોયું હોય તેવું ચોમાસુ જોવા મળશે! અંબાલાલની ભયાનક આગાહી


અલથાણ પોલીસની હદમાં આવેલી હીના બંગ્લોઝમાં ગત તા. 30મી જૂને તસ્કર બંગ્લાની ટેરેસ ઉપરની સ્લાઇડીંગ બારી ખોલી રૂમમાં પ્રવેશ્યો હતો. અને કબાટમાંથી સોનાના દાગીનાની ચોરી કરી નાસી ગયો હતો. આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે સીસીટીવીમાં ચોરની ઓળખ કરી તે ચોર અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલો ભોલાસીંગ હોવાની જાણ થઈ હતી. 


ભાજપના સિનિયર નેતાની તબિયત લથડી, તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ!


આરોપી ભોલાસીંગના ઘરે જઈ તપાસ કરતા મળી આવ્યો નહોતો. તેનો મોબાઈલ પણ બંધ હતો. બાદમાં પોલીસ તપાસમાં આરોપી તમામ ચોરીનો મુદ્દામાલ લઈ વેચવા માટે ઉત્તર પ્રદેશ લઈ નાસી ગયો હોવાની માહિતી મળી હતી. અલથાણના પીએસઆઈ વી.કે.પાટીલ અને તેમની ટીમ ઉત્તરપ્રદેશ ખાતે રવાના થઈ હતી. અને આરોપીઓનું લોકેશન ટ્રેસ કરી કાનપુર ખાતેના મુસાનગર, નયાપુરવા ગામ પાસેના હનુમાન મંદીર પાસેથી આરોપી વિમલસીંગ ઉર્ફે ભોલાસીંગ મહેન્દ્રસીંગ જાતે ઠાકુર, બંટી જયસીંગ જાતે ઠાકુર, બીનુકુમાર ગંગાપ્રસાદ કેવટ અને સજ્જન છોટેલાલ કેવટને રોકડા 22 લાખ તથા સોના, ચાંદીના દાગીના તથા મોબાઈલ સાથે પકડી પાડ્યા હતા. 


માઉન્ટ આબુથી પકડાયેલા લાંગાની ક્રાઈમ કુંડળી ખુલી, સરકારને કરોડોનું નુકસાન પહોચાડ્યું


કાનપુર જિલ્લા કોર્ટમાં ૨જૂ કરી ટ્રાન્જીસ્ટ રિમાન્ડ મેળવી અત્રેની નામદાર કોર્ટમાં રજુ કરી તા.12મી જુલાઈ સુધીને રિમાન્ડ મેળવ્યા છે. આ સાથે જ અલથાણ, ઉમરા અને ખટોદરામાં થયેલી ચોરીના ભેદ ઉકેલાયા હતા. 


ચોમાસામાં આબુ ફરવા જાવ તો સાચવજો, પાલનપુરમાં ગુજરાતીઓને આડે આવશે આ મોટું સંકટ