Gujarat Scam: આયુષ્યમાન યોજનામાં મોટા ગરબડ ગોટાળા કરવામાં દેશમાં ગુજરાત નંબર વન બન્યું છે. ત્યારે “એ.બી.- પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત નાગરિકોને ગુણવત્તા સભર સારવાર મળે અને લાભાર્થીઓ સાથે ગેરરીતિ ન થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ  છે. સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા પોલીસી વર્ષ-7 અને 8 દરમિયાન 832 જેટલી હોસ્પિટલોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 9 હોસ્પિટલોને સસ્પેન્ડ, 1 હોસ્પિટલને ડિ-એમ્પેનલ અને 1 હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે તથા અંદાજિત રૂા.2 કરોડથી વધુનો દંડ કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈ-અમદાવાદ હાઈ-વે પર ગમખ્વાર અકસ્માત; બસ-ટ્રક ધડાકાભેર અથડાયા, માંડ માંડ 25 બચ્યા
     
“એ.બી.-પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત નિયત માપદંડો ધરાવતા પરિવારોને નિયત ઓપરેશનો માટે રૂપિયા 10 લાખનું વિનામૂલ્યે આરોગ્યકવચ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત કુટુંબના દરેક સભ્યને વ્યક્તિગત “આયુષ્માન કાર્ડ” આપવામાં આવે છે. જેની મદદથી યોજનાના લાભાર્થીઓ જરૂરિયાતના સમયે સામાન્ય બિમારીથી લઇને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, હૃદયની સારવાર, કેન્સર જેવી અતિગંભીર બિમારીઓ માટે પોતાના રહેઠાણની આસપાસ પસંદગીની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર મેળવી શકે છે.


કરોડો ગુજરાતીઓના શ્વાસ થંભાવી દેશે આ વાત! વરસાદને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી
    
આ યોજના અંતર્ગત વર્તમાન સ્થિતિએ સરકારી-૧,૭૧૧, ખાનગી- ૭૮૯, GOI-૧૮ એમ કુલ ૨,૫૧૮  હોસ્પિટલ સંલગ્ન છે. જેમાં અંદાજીત દૈનિક ૪,૦૩૯ પ્રિ-ઓથ કેસ સારવાર માટે મુકવામાં આવે છે. આ યોજનાની અમલવારીમાં કોઇ પણ ગેરરીતી ન થાય તે માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU)ની રચના કરવામાં આવી છે. આ યુનિટ દ્વારા હોસ્પિટલોનું સતત મોનીટરીંગ કરવામાં આવે છે.


VIDEO: પ્લેનના ટોયલેટને કપલે બેડરૂમ બનાવી દીધો, કપલનો સંબંધો બનાવતો વીડિયો વાયરલ
     
લાભાર્થીઓને આ યોજના અંગે કોઇ માહિતી મેળવવી હોય કે ફરિયાદ કરવી હોય તો તેઓ ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૧૦૨૨ પર સંપર્ક કરી શકે છે. આ ટોલ ફ્રી નંબર ૨૪x૭ કાર્યરત હોય છે. જેના પર દૈનિક અંદાજિત ૯૦૦ થી ૧૦૦૦ કોલ્સ આવે છે. આ સિવાય પણ યોજનાના કોલ સેન્ટર દ્વારા જે લાભાર્થીઓએ સારવાર લીધેલ હોય તેમનો પ્રતિભાવ લેવા માટે દૈનિક અંદાજીત ૩૦૦૦થી વધુ કોલ પણ કરવામાં આવે છે.


તહેવારોની સિઝન પર સરકારની મોટી ભેટ, 75 લાખ LPG કનેક્શન આપશે મફત


સરકારે લોકોની સુવિધા માટે આયુષ્યમાન યોજના લાગુ કરી હતી. પરંતુ હવે ગુજરાતની હોસ્પિટલો તેમાં મોટા ખેલ કરી રહી છે. આયુષ્યમાન યોજનામાં મોટા ગરબડ ગોટાળા કરવામાં દેશમાં ગુજરાત નંબર વન બન્યું છે. આયુષ્યમાનમાં મોટા ગરબડ ગોટાળા સામે આવ્યા છે. સરકારની તિજોરીમાંથી નાણાં પડાવવાના ખેલમાં ગુજરાતની એક-બે નહિ, પરંતું 302 હોસ્પિટલો સામેલ છે. જેઓએ દર્દીના મોત બાદ પણ મૃતદેહોની સારવાર કરીને નાણાંની ઉઘરાણી કરી છે.


ગાય-ભેંસના ગોબરમાંથી પણ કમાય એનું નામ ગુજરાતી: જાપાનને પણ રસ પડ્યો, 230 કરોડ રોકશે


ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના દર્દીઓ માટે સરકારમાં પીએમજેએવાય યોજના એટલે કે આયુષ્યમાન યોજના શરૂ કરાઈ છે. આ યોજનામાં હવે ચોંકાનારા ખુલાસા થઈ રહ્યાં છે. ગુજરાતમાં 13860 દર્દીઓ એવા હતા, જે પહેલાથી જ કોઈ હોસ્પિટલમાં દાખલ હતા, છતાં એ જ સમયગાળામાં તેઓ બીજા હોસ્પિટલમાં પણ દાખલ કરાયેલા બતાવાયા છે. એટલે કે, એક દર્દી એક હોસ્પિટલમાં હૃદયની સારવાર લઈ રહ્યો છે, તો એ જ દર્દી એ જ સમયગાળામાં બીજી હોસ્પિટલમાં કીડનીની સારવાર લઈ રહ્યો છે. આવુ કેવી રીતે બની શકે. પરંતું આવુ ગુજરાતમાં બન્યું છે. 


સાળંગપુર ભીંતચિત્ર વિવાદમાં લોકકલાકાર દેવાયત ખવડની એન્ટ્રી, ડાયરામાં કર્યો હુંકાર


ગુજરાતની 302 હોસ્પિટલોએ મળીને મોટાકાંડ કર્યાં છે. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. ગુજરાત 21514 કેસમાં 13860 ફેક દર્દીઓ સાથે દેશભરમાં ટોચમાં છે. જેમાં 302 હોસ્પિટલના નામ સામેલ છે. જેઓએ દર્દીઓના ખોટા રિપોર્ટ બતાવ્યા છે.  જુલાઈ 2020 માં ડેટા એનાલિસીસ કરાયા હતા, જેમાં આ કૌભાંડ ખૂલ્યુ છે. કૌભાંડોનો ખેલ એટલા હતા કે, ગુજરાતમાં મૃત્યુ પામેલા દર્દીઓને પણ હોસ્પિટલમાં સારવાર લેતા બતાવાયા છે. દર્દીઓના મોત પછી પણ નવી સારવારના નામે નાણાં ચૂકતે કરાવાયા છે. ગુજરાકતમાં 47 મૃતકોની સારવારના દાવા રજૂ કરાયા છે. 


ગુજરાતીએ બાળકોને પેન્સિલ અને રબર વેચીને બનાવી દીધી 4 હજાર કરોડ રૂપિયાની કંપની


એટલું જ નહિ, અનેક હોસ્પિટલમાં બેડની કેપેસિટી કરતા વધુ દર્દીઓને પણ દાખલ કરાયેલા બતાવાયા છે. ડેથ સમરી રિપોર્ટ અને મૃત્યુના ઓડિટ રિપોર્ટ વિના પણ હોસ્પિટલોને બારોબાર નાણાં ચૂકવવામાં આવ્યા છે. ગુજરાતમાં 1547 મોતના કિસ્સામાં કોઈ રિપોર્ટ જ મળ્યા નથી. તેમજ 1790 લાખથી વધુ રકમની હોસ્પિટલોની ચૂકવણી કરી દેવામાં આવી છે. હવે આ યોજનાની સરકાર વાહવાહી કરી રહી છે.


આ ગુજરાતીએ જે પણ લોન્ચ કર્યું એ સુપરહીટ રહ્યું, આજે છે કરોડોની કંપનીના માલિક