Darshan Patel success story: આ ગુજરાતીએ જે પણ લોન્ચ કર્યું એ સુપરહીટ રહ્યું, આજે છે કરોડોની કંપનીના માલિક

Darshan Patel success story: ગુજરાતી બિઝનેસમેન દર્શન પટેલે કોઈપણ શિક્ષણ કે અનુભવ વિના પોતાની માર્કેટિંગ કુશળતા સાબિત કરી છે. દર્શન પટેલે ફોગ ડિઓડોરન્ટને ગેસ ફ્રી સ્પ્રે તરીકે પ્રમોટ કર્યો હતો. આ એડ એકદમ હિટ રહી હતી. દર્શન પટેલ વિની કોસ્મેટિક્સ પ્રાઈવેટ લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર છે. આ બ્રાન્ડ ભારતમાં ડિઓડોરન્ટ ઉત્પાદનોમાં માર્કેટ લીડર રહી છે.

Darshan Patel success story: આ ગુજરાતીએ જે પણ લોન્ચ કર્યું એ સુપરહીટ રહ્યું, આજે છે કરોડોની કંપનીના માલિક

Darshan Patel: આજકાલ ક્યા ચલ રહા હૈ? હમારે યહાં તો ફોગ ચલ રહા હૈ. તમે આ પંક્તિઓ સાંભળી જ હશે. ટીવી પર આવેલી ફોગ ડિઓડરન્ટની જાહેરાત ઘણી ફેમસ છે. ગેસલેસ ડીઓ અને ફોગની આ જાહેરાતો ટીવી પર મશહૂર છે. તેને બનાવવામાં ગુજરાતી બિઝનેસમેન દર્શન પટેલની કેટલીક ખાસ વ્યૂહરચના હતી. તેમણે કોઈપણ અનુભવ વિના મોટી માર્કેટિંગ કંપનીઓને પાછળ છોડી દીધી હતી. 

તમને જાણીને નવાઈ લાગશે કે દર્શન પટેલે ક્યાંયથી બિઝનેસમાં કોઈ ડિગ્રી કે શિક્ષણ લીધું નથી. દર્શન પટેલે ફોગ ડિઓડોરન્ટને ગેસ ફ્રી સ્પ્રે તરીકે પ્રમોટ કર્યો હતો. આજે અમે તમને દર્શન પટેલની સક્સેસ સ્ટોરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. દર્શન પટેલે પહેલા પારસ ફાર્માના રૂપમાં એક મોટી કંપની બનાવી અને પછી વિની કોસ્મેટિક્સના રૂપમાં તેણે દરેક પ્રોડક્ટ ગ્રાહકોના મોંઢા પર ચઢાવી દીધી.

કોણ છે દર્શન પટેલ?
દર્શન પટેલ વિની કોસ્મેટિક્સ પ્રાઈવેટ લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર છે. આ બ્રાન્ડ ભારતમાં ડિઓડોરન્ટ ઉત્પાદનોમાં માર્કેટ લીડર રહી છે. જો કે, તે પહેલાં તેમણે તેના પારિવારિક વ્યવસાય પારસ ફાર્માસ્યુટિકલ્સને ભારતની સૌથી ઝડપથી વિકસતી ફાર્મા કંપનીમાં ફેરવવાનું લક્ષ્ય સિદ્ધ કર્યું હતું. તમે મૂવ, ક્રેક, ઇચગાર્ડ, ડર્મિકૂલ અને D’cold જેવી આઇકોનિક મેડિસિન બ્રાન્ડ્સ બનાવવાનો શ્રેય દર્શનને જાય છે.

આ રીતે તેની શરૂઆત થઈ
દર્શન પટેલના કહેવા પ્રમાણે, એકવાર મુંબઈમાં ટ્રેનમાંથી ઉતરતી વખતે તેમણે મોટાભાગની મહિલાઓના પગની એડીઓ ફાટેલી જોઈ. સ્ત્રીઓની ફાટી ગયેલી એડીઓને સાજા કરવા માટે શું શરૂ કરી શકાય તે વિશે વિચારવાનું શરૂ કર્યું. આ પછી ક્રેક હીલ ક્રીમ લોન્ચ કરવામાં આવી.

દર્શન પટેલનું માનવું છે કે બોર્ડ રૂમમાં બેસીને લોકોની સમસ્યાનું નિરાકરણ થઈ શકતું નથી. દર્શન પટેલે પારસ ફાર્માસ્યુટિકલ્સનો બિઝનેસ, જે ક્રેક હીલ, મૂવ અને ઇચગાર્ડ અને અન્ય દવાઓનું ઉત્પાદન કરે છે, દર્શન પટેલે 2010માં રૂ. 3260 કરોડમાં વેચી દીધી હતી, જ્યારે હાલમાં વિની કોસ્મેટિક્સનું મૂલ્ય $1.2 બિલિયનને વટાવી ગયું હતું.

આ રીતે વેચાય છે ફોગ
દર્શન પટેલે વર્ષ 2010માં ફોગ ડિઓડરન્ટ લોન્ચ કર્યું હતું. પરંતુ તેને વેચવામાં ઘણી મુશ્કેલીઓ હતી પણ દર્શન આસાનીથી હાર સ્વીકારવા તૈયાર નહોતો. તેણે છ મહિના સુધી ફોગ ડિઓડોરન્ટ પર કામ કર્યું. આ પછી દર્શને જાહેરાતમાં પોતાની પ્રોડક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના બનાવી. તેણે 16 ડિસેમ્બર 2011ના રોજ નવી કોમર્શિયલ સાથે લોન્ચ કરવામાં આવી હતી અને આ જાહેરાત હિટ બની. ફોગ આગામી બે વર્ષ માટે ભારતમાં સૌથી વધુ વેચાતી બ્રાન્ડ બની. દર્શન પટેલની માર્કેટિંગ સમજ દર્શાવે છે કે જો તમે જમીની વાસ્તવિકતા જાણો છો તો તમે તમારી કોઈપણ પ્રોડક્ટને ખૂબ જ સરળતાથી વેચી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news