પંચમહાલના ગોધરામાં દુ:ખદ ઘટના; ગમખ્વાર અકસ્માતમાં 5ના મોત, પતરા ચીરી લોકોને બહાર કાઢ્યાં
ઇકો કાર અને ડમ્પર વચ્ચે સામસામે ટક્કર થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનામાં ઇકો કારનો આગળનો ભાગ કચ્ચરઘાણ થઈ ગયો હતો. ઇકો કારનાં પતરા ચીરી સ્થાનિકોએ ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા, જે પૈકી એક ઇજાગ્રસ્તની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
Godhra Accident: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં સાંજે એક દુઃખદ ઘટના બની છે. ગોધરા તાલુકાના ગોલ્લાવ પાસે ઇકો કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 5 વ્યક્તિઓના મોત થયા છે અને ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઈ છે. અકસ્માતમાં ઇકોમાં સવાર 7 વ્યક્તિઓ પૈકી ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.
અ'વાદમાં કરોડોની જમીન માટે HCનો ખોટો હુકમ બનાવી નાખ્યો! સરકારી અધિકારીની સંડોવણી
પ્રાથમિક માહિતી અનુસાર, ઇકો કાર અને ડમ્પર વચ્ચે સામસામે ટક્કર થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનામાં ઇકો કારનો આગળનો ભાગ કચ્ચરઘાણ થઈ ગયો હતો. ઇકો કારનાં પતરા ચીરી સ્થાનિકોએ ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા, જે પૈકી એક ઇજાગ્રસ્તની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતકો છોટાઉદેપુર જિલ્લાના હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે.
ખેડૂતો માટે ખુશખબર! સરદાર સરોવર ડેમની સપાટી વોર્નિંગ સ્ટેજે પહોંચી, ક્યા કેટલો પડ્યો
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. મૃતકોની ઓળખ અને અન્ય વિગતો મેળવવાની કાર્યવાહી ચાલુ છે.
સુરતમાં ભાજપ નેતાનો પુત્ર ડ્રગ્સની દાણચોરીમાં પકડાયો! પાર્લરની આડમાં ડ્રગ્સનો વેપાર