ખેડૂતો માટે ખુશખબર! સરદાર સરોવર ડેમની સપાટી વોર્નિંગ સ્ટેજે પહોંચી, જાણો ક્યાં કેટલો પડ્યો?

Sardar Sarovar Dam: સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ૭૦ ટકાના વોર્નિંગ સ્ટેજ સુધી પહોંચી; ડેમમાંથી ૨૮,૪૬૪ કયુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું. સરદાર સરોવર ડેમમાં કુલ ૩.૫૪ લાખ કયુસેક પાણીની આવક થઈ રહી છે.

ખેડૂતો માટે ખુશખબર! સરદાર સરોવર ડેમની સપાટી વોર્નિંગ સ્ટેજે પહોંચી, જાણો ક્યાં કેટલો પડ્યો?

Sardar Sarovar Dam: ગુજરાતમાં હાલ વરસાદ થોડો રોકાયેલો છે, પરંતુ છૂટાછવાયો વરસાદ પડી રહ્યો છે. જ્યારે અન્ય રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે વરસાદના પાણીની તેમજ ઉપરવાસના ડેમમાંથી છોડાયેલા પાણીની આવક થતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી 128.69 મીટર સુધી પહોંચી છે. 9 ઓગસ્ટ બપોરે 3.00 કલાક સુધી ડેમમાં કુલ 3.54 લાખ કયુસેક પાણીની આવક થઇ છે. 

સરદાર સરોવર ડેમની કુલ સંગ્રહશક્તિ 9,460 મિલિયન ક્યુબીક મીટર છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં સંગ્રહ શક્તિના 70 ટકા એટલે કે, 6,622 મિલિયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થતા ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીને વોર્નિંગ સ્ટેજથી ઘટાડવા માટે રીવર બેડ પાવર હાઉસના (RBPH) માધ્યમથી આશરે 28,464 કયુસેક પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે તેમ સરદાર સરોવર નિગમની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિંવત
ગુજરાતના વરસાદ અંગે હવામાન વિભાગે આગામી સાત દિવસની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી સાત દિવસ માટે ક્યાંય ભારે વરસાદ નહીં પડે. જોકે, કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. 

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ,બોટાદ, કચ્છ અને દીવમાં આગામી સાત દિવસોમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

અત્યાર સુધીમાં ક્યાં કેટલો વરસાદ?
રાજ્યમાં એવરેજ વરસાદ 68.98 ટકા નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો 78.34 ટકા વરસાદ, કચ્છ ઝોનમાં મોસમનો કુલ 86.72 ટકા, દક્ષિણ ગુજરાતમાં 82.95 ટકા વરસાદ વરસાદ સાથે સામાન્ય કરતાં સારો વરસાદ જોવા મળ્યો છે. જ્યારે  ઉત્તર ગુજરાતમાં 51.51 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 50.73 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news