લ્યો બોલો! અ'વાદમાં કરોડોની જમીન માટે HCનો ખોટો હુકમ બનાવી નાખ્યો! સરકારી અધિકારીની સંડોવણી

ગુજરાત દિવસેને દિવસે વિકાસ કરી રહ્યું છે ત્યારે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં જમીનના ભાવ આસમાને આંબી ગયા છે ત્યારે કરોડોની કિંમતની જમીનની બાબતે છેતરપિંડીના કેસ પણ બની રહયા છે. 

 લ્યો બોલો! અ'વાદમાં કરોડોની જમીન માટે HCનો ખોટો હુકમ બનાવી નાખ્યો! સરકારી અધિકારીની સંડોવણી

ઉદય રંજન/અમદાવાદ: શહેરના એસજી હાઇવેની કરોડોની કિંમતની જમીનના નામનો હાઇકોર્ટનો ખોટો હુકમ બનાવવાના કેસમાં સોલા પોલીસે એક સરકારી અધિકારીની ધરપકડ કરી છે. ગુજરાત દિવસેને દિવસે વિકાસ કરી રહ્યું છે ત્યારે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં જમીનના ભાવ આસમાને આંબી ગયા છે ત્યારે કરોડોની કિંમતની જમીનની બાબતે છેતરપિંડીના કેસ પણ બની રહયા છે. 

આવો જ એક કિસ્સો સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જેમાં એક સરકારી અધિકારીએ જ હાઈકોર્ટનો ખોટો હુકમ બનાવીને કરોડોની જમીન ચાઉં કરવાનો પ્રયાસ કર્યો, પણ સાચી પોલીસ ફરિયાદમાં નામ નોંધાઈ જતા સોલા પોલીસે આવા જ એક સરકારી અધિકારીની ધરપકડ કરી છે. અમદાવાદના એસજી હાઇવે પર આવેલ છારોડી ગામની કરોડોની કિંમતની જમીનનો સિવિલ દાવો ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહ્યો હતો ત્યારે જ આરોપી મહેશ પરબતસિંહ પરમાર જે કાલોલ ખાતેની ઓડિટ વિભાગમાં ઓડિટ ઓફિસર તરીકે કાર્યરત છે અને તેના મિત્ર માનુસખા ઉમેદભાઈ સાદરીયાએ આ છારોડીની જમીન બાબતે વાત કરી હતી.

બંનેને વિચાર આવ્યો હતો કે આ જમીનનો હાઇકોર્ટમાં ચાલતો સિવિલ દાવાનો એક ખોટો હુકમ બનાવ્યો, જે સિવિલના દાવાનો એક ખોટો હુકમમાં નોંધવામાં આવ્યો કે આ જમીનનો જે દાવો છે તે નિકાલ કરવામાં આવે છે અને હવે કોઈ સિવિલનો દાવો હાઇકોર્ટમાં ઉભો રહેતો નથી. ત્યારબાદ મનસુખ સાદરીયાના નામે પાવર ઓફ એટર્ની બનાવી દેવામાં આવી હતી અને પોતાના નામે જમીન દસ્તાવેજ આધારે કરાવી લીધી હતી. 

આ સમગ્ર મામલો જમીનના માલિકના ધ્યાને આવતા સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા હાઇકોર્ટનો ખોટો હુકમ બનાવનાર ઓડીટ ઓફિસર મહેશ પરબતસિંહ પરમારની ધરપકડ કરી છે, ત્યારે મહેશ પરબતસિંહ પરમારની ધરપકડ કરીને ફરાર મનસુખ સાદરીયા શોધખોળ શરૂ કરી છે, તપાસ શરુ કરી છે કે હાઇકોર્ટનો ખોટો હુકમ ક્યાં બનાવ્યો હતો અને અન્ય કોણ કોણ આ કરોડો જમીન પણ કાળી નજર છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news