મૌલિક ધામેચા/અમદાવાદ :ટાઈમપાસ કરવા માટે રમવામાં આવતી ઓનલાઈન ગેમ ક્યારેક જિંદગીમાં અણધાર્યું નુકસાન પણ પહોંચાડી દે છે. અમદાવાદના સોલામાં આવો જ એક બનાવ સામે આવ્યો છે. પબજી ગેમ રમતા રમતા રચાયેલા સંબંધમાં તિરાડ પડતા જ યુવકે યુવતીનું ફેસબુક અને મેઈલ આઈડી હેક કરી 50 હજારની માંગણી કરી છે.


મહત્વના સમાચાર : આગામી 48 કલાકમાં ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેસશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પબજી ગેમનો ચસ્કો યુવાધનમાં ચરમસીમાએ પહોંચ્યો છે. ગેમને કારણે અનેક લોકો માનસિક તણાવમાં આવી જતા હોય છે. કેટલાય લોકો પર આ ગેમની નકારાત્મક અસર જોવા મળે છે. ગ્રુપમાં રમાતી આ ગેમ એક યુવતીને ભારે પડી હતી. સોલામાં રહેતી એક યુવતી પબજી ગેમ રમતા રમતા જીતેન્દ્ર નામના યુવકના સંપર્કમાં આવી હતી. યુવતી અને જીતેન્દ્ર વચ્ચે ગેમ રમવા દરમિયાન મિત્રતા થઈ હતી. બંને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વાતો કરવા લાગ્યા હતા. બાદમાં યુવકે યુવતી પાસે અશ્લીલ માંગણીઓ શરૂ કરી હતી. 


જોઈ લો, કેવી રીતે ભાજપી નેતા અલ્પેશ ઠાકોરે સભા યોજીને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડ્યા


જામસાહેબ અને 1000 બાળકો... નિર્મલા સીતારમણે ગુહાને જવાબ આપવા ગુજરાતના આ કિસ્સાની યાદ અપાવી

આખરે કંટાળીને યુવતીની બદનામી થતા યુવતીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ સોલા પોલીસે મોબાઈલ નંબર અને સોશ્યલ મીડિયા થકી આરોપી જીતેન્દ્ર સુધી પહોંચવાના પ્રયાસ હાથ ધર્યા છે. પણ હવે આ પ્રકારની ગેમ રમતા લોકોએ સાવધાની રાખવી જરૂરી બન્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર