જામસાહેબ અને 1000 બાળકો... નિર્મલા સીતારમણે ગુહાને જવાબ આપવા ગુજરાતના આ કિસ્સાની યાદ અપાવી

ગુજરાતની સંસ્કૃતિ પર ટ્વિટ કરીને ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ વિવાદને જન્મ આપ્યો છે. આવામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુહાને જડબાતોડ જવાબ આપવા માટે પોતાની ટ્વિટમાં જામનગરના રાજા જામસાહેબના એક કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારબાદ નિર્મલા સીતારમણે એક લેખનું વેબલિંક પોસ્ટ કરી જે સપ્ટેમ્બર 2018માં પ્રકાશિત થયો હતો. આ લેખ પોલેન્ડ સરકાર દ્વારા જામનગરના પૂર્વ નરેશ મહારાજ જામસાહેબ દિગ્વિજય સિંહજી જાડેજાના સન્માનમાં આયોજિત કાર્યક્રમ સાથે સંલગ્ન હતો. તેમણે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પોલેન્ડના 1000 બાળકોને શરણ આપી હતી. ત્યારે દરેક ગુજરાતીએ ગર્વ લેવા આ કિસ્સાને ફરીથી યાદ કરવો જરૂરી છે. જે રામચંદ્ર ગુહાને એક લપડાક સમાન છે. 
જામસાહેબ અને 1000 બાળકો... નિર્મલા સીતારમણે ગુહાને જવાબ આપવા ગુજરાતના આ કિસ્સાની યાદ અપાવી

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતની સંસ્કૃતિ પર ટ્વિટ કરીને ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ વિવાદને જન્મ આપ્યો છે. આવામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુહાને જડબાતોડ જવાબ આપવા માટે પોતાની ટ્વિટમાં જામનગરના રાજા જામસાહેબના એક કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારબાદ નિર્મલા સીતારમણે એક લેખનું વેબલિંક પોસ્ટ કરી જે સપ્ટેમ્બર 2018માં પ્રકાશિત થયો હતો. આ લેખ પોલેન્ડ સરકાર દ્વારા જામનગરના પૂર્વ નરેશ મહારાજ જામસાહેબ દિગ્વિજય સિંહજી જાડેજાના સન્માનમાં આયોજિત કાર્યક્રમ સાથે સંલગ્ન હતો. તેમણે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પોલેન્ડના 1000 બાળકોને શરણ આપી હતી. ત્યારે દરેક ગુજરાતીએ ગર્વ લેવા આ કિસ્સાને ફરીથી યાદ કરવો જરૂરી છે. જે રામચંદ્ર ગુહાને એક લપડાક સમાન છે. 

ગુજરાતની સંસ્કૃતિ પર આંગળી ચીંધવા તમારો પનો ટૂંકો પડે છે ગુહા....

ઈતિહાસમાં ડોકિયં, શું છે કિસ્સો...
બન્યું એમ હતું કે, એ સમય બીજા વિશ્વયુદ્ધનો હતો. હિટલરના અમાનુષી અત્યાચારનો ભોગ લાખો લોકો બન્યા હતા. પોલેન્ડ પણ તેનાથી પીડિત હતું. દેશનું ભવિષ્ય સુરક્ષિત રહે તે માટે પોલેન્ડ પોતાની પ્રજાને બચાવવા પ્રયાસો કરી રહ્યું હતું. આવામાં પોતાના દેશના માસુમ બાળકો હિટલરના બદલામાં હોમાઈ ન જાય તે માટે અંદાજે 1000 જેટલા બાળકો અને મહિલાઓને જહાજ દ્વારા સલામત રીતે દેશની બહાર મોકલાયા હતા. 

જોકે, પોલેન્ડે પોતાના 1000 નાગરિકોને સલામત રીતે બચાવી તો લીધા પણ, આગળ વધુ કપરા ચેલેન્જિસ હતા. હિટલરના ભયથી કોઈ પણ આ 1000 પોલેન્ડવાસીઓને આશરો આપવા તૈયાર ન હતું. નાગરિકોને લઈને નીકળેલું પોલેન્ડનું જહાજ કિનારે કિનારે લાંગરવા પ્રયાસો કરી રહ્યું હતું, પણ કોઈ દેશે હાથ ન મૂક્યો. ભારત દેશ પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં ક્યાંય સામેલ ન હતું. આવામાં પોલેન્ડના નાગરિકોની મદદે આવ્યા હતા. તેઓએ અરબી સમુદ્રમાં ભટકી રહેલા પોલેન્ડના જહાજને જામનગરમાં આશરો આપ્યો હતો. એટલુ જ નહિ, આ તમામ બાળકોની જવાબદારી તેઓએ ઉપાડી હતી. 

Lockdownમાં ભારતીયોનો ફેવરિટ નાસ્તો બની Maggi, તમામ કારખાનામાં દિવસ-રાત કરાયું ઉત્પાદન

વિશ્વ યુદ્ઘના ઈતિહાસમાં આ કિસ્સો સોનેરી અક્ષરેથી લખાયેલો છે. પોલેન્ડના બાળકોને આશ્રય આપીને જામ સાહેબે ગુજરાતને દેશ-વિદેશમાં ગર્વ અપાવ્યું હતું. જામસાહેબ દિગ્વીજયસિંહજીએ તેમને દત્તક લીધા અને તેઓની ભોજન, અભ્યાસ, રમત-ગમ્મત વિગેરે નાના માં નાની જરૂરીયાતોનું પણ વ્યક્તિગત ધ્યાન રાખ્યું તેમના માટે ખાસ ગોવાથી રસોઇઆ બોલાવવામાં આવ્યા અને વિદેશ બાળકો માટે પ્રજાની તિજોરી અઢળક ખર્ચોના થાય તે માટે દિગ્વીજયસિંહજીએ તેમના સ્વખર્ચમાંથી આ તમામ બાળકોનું પાલન પોષણ કર્યું હતું. આમ, જામસાહેબે યુદ્ધ દરમિયાન એક્તાનો મેસેજ ફેલાવ્યો હતો. 

બચી ગયેલા લોકોએ 2018માં રાજાને યાદ કર્યાં
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1000 બાળકોને આશ્રય આપવા બદલ આભાર માનવાના પ્રયાસમાં પોલેન્ડની સરકારે 2018માં જામનગરમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પોલેન્ડની એ ઘટનામાં 6 લોકો હજી પણ જીવંત છે, જેઓએ રાજાને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓએ જામનગરની બાલાચડીમાં આવીને કાર્યક્રમ યોજ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news