જોઈ લો, કેવી રીતે ભાજપી નેતા અલ્પેશ ઠાકોરે સભા યોજીને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડ્યા

અનલોક 1માં લોકો માટે બનાવાયેલા નિયમોનું ભાજપના જ નેતાઓ ઉલ્લંઘન કરી રહ્યાં છે. ગઈકાલ બનાસકાંઠામાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે સોશિયલ ડિસ્ટન્સ (Social Distancing) ના ધજાગરા ઉડાવ્યા હતા. ગઈકાલે બનાસકાંઠાના પાલનપુરના ભટામલ ગામ તેમજ અમીરગઢના ગામો અને વડગામના અનેક ગામોમાં અલ્પેશ ઠાકોરે (Alpesh Thakor) સભાઓ યોજી હતી. અલ્પેશ ઠાકોરની સભામાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપી, પરંતુ કોઈએ કોઈએ માસ્ક પહેર્યું ન હતું. તો બીજી તરફ, લોકડાઉન હોવા છતાં અલ્પેશ ઠાકોરે ખાનગી સભાઓ યોજીને લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. 

જોઈ લો, કેવી રીતે ભાજપી નેતા અલ્પેશ ઠાકોરે સભા યોજીને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડ્યા

અલ્કેશ રાવ/બનાસકાંઠા :અનલોક 1માં લોકો માટે બનાવાયેલા નિયમોનું ભાજપના જ નેતાઓ ઉલ્લંઘન કરી રહ્યાં છે. ગઈકાલ બનાસકાંઠામાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે સોશિયલ ડિસ્ટન્સ (Social Distancing) ના ધજાગરા ઉડાવ્યા હતા. ગઈકાલે બનાસકાંઠાના પાલનપુરના ભટામલ ગામ તેમજ અમીરગઢના ગામો અને વડગામના અનેક ગામોમાં અલ્પેશ ઠાકોરે (Alpesh Thakor) સભાઓ યોજી હતી. અલ્પેશ ઠાકોરની સભામાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપી, પરંતુ કોઈએ કોઈએ માસ્ક પહેર્યું ન હતું. તો બીજી તરફ, લોકડાઉન હોવા છતાં અલ્પેશ ઠાકોરે ખાનગી સભાઓ યોજીને લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. 

ખુદ અલ્પેશ ઠાકોરે માસ્ક નહોતું પહેર્યું
ત્રણ ગામમાં સભા યોજી હતી, પરંતુ ન તો અલ્પેશ ઠાકોરે માસ્ક પહેર્યું, તો તેમની આસપાસના લોકોએ માસ્ક પહેર્યું હતું. તેમજ સભામાં લોકોને જે રીતે બેસાડાયા હતા, તેમાં ક્યાંય સોશિયલ ડિસ્ટન્સિંગને લાગુ કરાયું ન હતું. તકેદારી રાખવાની હોય છે ત્યારે રાજકીય રોટલો શેકવા માટે આવા નેતા લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેનું પણ ધ્યાન રાખ્યુ. જવાબદાર નેતા જ આવું કરે તો સરકાર શું પગલા લે તે જોવું રહ્યું. લોકોને સમજાવવાની વાત તો કોરાણે રહી, પરંતુ ખુદ ભાજપના નેતા જ માસ્ક પહેર્યા વગર ટોળામાં ઉભેલા જોવા મળ્યા. સભામા ક્યાંય સામાજિક અંતરનું પાલન કરાયું ન હતું. સભામાં લોકો એકબીજાની સાવ નજીક બેસ્યા હતા. સ્ટેજ પર અલ્પેશ ઠાકોર તથા તેમની સાથેના અન્ય
લોકો પણ માસ્ક વગર જોવા મળ્યાં હતા.  

ઉલ્લેખનીય છે કે, અનલોક 1માં સભા યોજવા માટે કોઈ મંજૂરી મળી નથી. આવામાં ભાજપના જ નેતા કેવી રીતે સભા યોજી હતી. 50થી વધુ લોકો સભામાં બેસેલા જોવા મળ્યા હતા. તો બીજી તરફ, સ્પષ્ટ દેખાતુ હોવા છતાં સભામાં હાજર રહેનાર દિનેશભાઈએ ‘આ સભા નથી’ તેવો જવાબ ઝી 24 કલાકને આપ્યો હતો. 

અલ્પેશ ઠાકોર મુદ્દે કોંગ્રેસનો આરોપ 
તો આ મામલે વિપક્ષે ભાજપના નેતાઓ પર પ્રહાર કર્યો હતો. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા કહ્યું કે, ભાજપની સરકારના નિયમો સામાન્ય નાગરિક માટે જ બને છે. ભાજપાના નેતાઓને કોઇ કાયદો લાગુ પડતો નથી. જનતા માસ્ક પહેર્યા વિના નિકળે તો દંડ થાય છે. સ્કૂટર કે બાઇક પર બે લોકો નીકળે તો દંડ થાય છે. ગઇ કાલે હળવદમાં પણ ભાજપાના નેતાઓ કાર્યકરો ટોળા લઇને ગયા હતા. અ મુદ્દે સ્થાનિક પોલીસ અધિક્ષક સારી રીતે જવાબ આપી શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news