Trending Reels : આ તસવીર જોઈને તમને તાજેતરમાં વાયરલ થયેલ એક વીડિયો યાદ આવ્યો હશે. જેમાં એક યુવતી 160 ની સ્પીડે ગાડી ચલાવતી હતી. એક ગીતના તાલે પૂરઝડપે કાર હંકારતી યુવતીએ હવે પોતાની ભૂલ સ્વીકારી છે. વાયરલ થયેલા વીડિયો પર પોલીસે એક્શન લીધુ હતું, જેમાં આ યુવતી રાજકોટની હોવાનું સામે આવ્યું છે. રાજકોટ પોલીસ દ્વારા યુવતીની અટકાયત કરાઈ હતી. જેના બાદ યુવતી દ્વારા માફી માંગવામાં આવી છે. રાજકોટ પોલીસ દ્વારા યુવતીનો માફી માંગતો વીડિયો રાજકોટ પોલીસના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નબીરાઓની સાથે સાથે હવે યુવતીઓને પણ રિલ્સ બનાવવાની ઘેલછા લાગી છે. જોખમી રીતે હંકારતી હાઈસ્પીડ ગાડીના વીડિયો હવે ગુજરાત માટે નવા નથી. ત્યારે હાલમાં જ એક વીડિયો આવ્યો હતો. જેમાં જન્નત મીર નામની યુવતીએ 160 ની સ્પીડમાં કાર હંકારી રહી હતી. જન્નત મીર નામની આ યુવતીએ ઇન્સ્ટા આઈડી પર પ્રેસ લખ્યું હતું. સાથે સાથે ઓલ મીડિયા કાઉન્સિલિંગ વાઇસ પ્રેસિડેન્ટ પણ લખવામાં આવ્યું હતું. 160 ની સ્પીડમાં હંકારથી આ કાર જો અકસ્માત સર્જે તો તથ્ય પટેલની ઘટના પણ પાછળ રહી જાય. ત્યારે આ વીડિયો વાયરલ થાય બાદ પોલીસ તેને શોધી રહી હતી. આખરે જન્નત મીરની રાજકોટ પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી. 


ગુજરાત ATS નું મોટું ઓપરેશન, રાજકોટથી અલકાયદા સાથે જોડાયેલા 3 શખ્સોની અટકાયત


 


રાજસ્થાન-મધ્યપ્રદેશ કરતા ગુજરાતના શિક્ષકોની હાલત વધુ ખરાબ, કોંગ્રેસે રજૂ કર્યા આંકડા


માફી માંગતા વીડિયોમાં જન્નત મીરે પોતાની ભૂલ સ્વીકારી છે. તેણે કહ્યું કે, મારુ નામ જન્નત મીર છે. સોશિયલ મીડિયામાં મારો વીડિયો બહુ જ વાયરલ થયો છે. જે વીડિયો બહુ જ જૂનો છે, હાલનો વીડિયો નથી. વીડિયોમાં હુ બહુ જ સ્પીડમાં ગાડી ચલાવી રહી છું, તે મારી ભૂલ છે. તેના માટે આઈ એમ સો સોરી. બધાને એમ જ કહેવાનુ છે કે, તમે પણ ધીમે ગાડી ચલાવજો. આપણે અને સામેવાળા બંને સેફ રહીએ તેના માટે સ્લો ડ્રાઈવિંગ જરૂરી છે, ડ્રાઈવિંગ એ શોખ નથી, પણ જવાબદારી છે. 


મોટો ખુલાસો : સરકારી કાર્યક્રમો માટે ST બસો વાપરીને સરકારે કરોડોનું ભાડુ નથી ચૂકવ્યુ