ગૌરવ પટેલ/અમદાવાદ : ઉનાળાની કારઝાળ ગરમીમાં ગ્લાસથી મઢેલા બિલ્ડીંગના કારણે તાપમાનમાં વધારોબિલ્ડીગના સુંદરતા માટે વપરાતો ગ્લાસ ગરમી વધવાનુ એક કારણગ્લાસથી બનેલ ઓફીસની અંદર પણ તાપમાન સામાન્ય કરતાં વધુ ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના સલાહકાર નરોત્તમ સાહુએ જણાવ્યું કે, આ પ્રકારનાં કાચ (ગ્લાસથી) સુર્યના કિરણો રોડ પર રીફ્લેક્ટ થાય છે અને તેના કારણે તાપમાનમાં થાય છે. વધારો ગરમીમાં એસીનો ઉપયોગ વધતાં તેનાથી ઉત્પન થતા ગેસથી ઓઝોનના સ્તરને પણ ખુબ જ નુકસાન પહોંચે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટીલ-પટેલ એક મંચ પર: નરેશ પટેલ કયા પક્ષમાં જોડાશે તે મુદ્દે ભાગવત કથામાં રામાયણ


એસીનો સતત વધી રહેલો ઉપયોગ ગ્રીન હાઉસ ઇફે્કટ માટે જવાબદાર પણ છે. ગ્લોબલ વોર્મીગની વ્યાપક અસરના કારણે ગરમી વધી રહી છે. બિલ્ડીંગની સુંદરતા વધારવા ડેવલપર ગ્લાસનો વધારે પડતો જ ઉપયોગ કરે છે. ગરમી શોષવાની ક્ષમતાના આધારે ગ્લાસની પસંગદી કરવા પર પણ ભાર અપાયો હતો. ગ્લાસની પસંદગી ગ્લાસની ગુણવત્તા પર ભાર મુકાય તો તાપમાન ઘટાડી શકાય તેવું પણ જણાવ્યું હતું. વિવિધ બિલ્ડર્સને આ અંગે સજાગ થવાની જરૂર હોવાનું પણ ક્રેડાઇના ચેરમેન તેજષ જોશીએ જણાવ્યું હતું. 


ઉપલેટામાં એવા અનોખા ગણપતીજી મહારાજ, જેમના મંદિરે જવાની જરૂર નથી પત્ર લખો અને સમસ્યા ઉકેલાઇ જશે


રાજ્યના કોમર્શીયલ બિલ્ડીંગમાં ગ્લાસનો ઉપયોગ વધારે નેચરલ સન લાઇટ અને ઇમારતની સુંદરતા માટે થતો હોય છે. ગ્લાસનો ઉપયોગ નવા બિલ્ડીંગ ગ્લાસ વિનાના બનતા હોવાનો દાવો ડેવલપરે ગ્લાસ વિનાના બિલ્ડીંગ બનાવવાની દિશમાં આગળ વધવું જોઇએ તેવું પણ જણાવ્યું હતું. ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી શાહુએ બિલ્ડર્સને જણાવ્યું કે, શક્ય હોય ત્યાં સુધી કાચનો ઉપયોગ ટાળવો જોઇએ અને જરૂર હોય ત્યાં ખુબ જ ઉચ્ચ ક્વોલિટીના ગ્લાસનો ઉપયોગ કરવો જોઇએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube