અજય શીલુ, પોરબંદરઃ દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર જિલ્લામા ફેલાયેલ બરડા જંગલમા પ્રવાસીઓ માટે બરડા જંગલ સફારી શરુ કરવામાં આવશે. જેને લઈને વન વિભાગ દ્વારા દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ચાલો જોઈએ બરડા જંગલ સફારીને પ્રવાસીઓ કઇ રીતે માણી શકશે શું શું જોવા મળશે સહિતની જાણકારી..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેવભૂમિ દ્વારકા તથા પોરબંદરના બરડા ડુંગરમાં ટુંક સમયમાં ગુજરાત વન વિભાગ દ્વારા નાગરીકોને જીવસૃષ્ટિ, પર્યાવરણ અને કુદરતી દ્રશ્યોને જાણવા અને માણવાના હેતુસર બરડા જંગલ સફારીનો શુભારંભ થવા જઇ રહ્યો છે. સફારી દરમ્યાન પ્રવાસીઓને બરડાની પ્રાકૃતિક સુંદરતા, કિલગંગા નદીના રમણીય દ્રશ્યો જોવા મળશે. બરડા સફારીનો રૂટ અંદાજે ૨૭ કિ.મી.રહેશે. જેની શરૂઆત દ્વારકા જિલ્લાના કપુરડી નાકાથી કરવામાં આવશે અને ત્યાર બાદ ચારણુઆઇ બેરીયરથી અજમાપાટથી ભુખબરા સુધીનો વિસ્તાર આવરી લેવામાં આવશે.


આ સફારી દર્શન માટે ૬ પેસેન્જરોની કેપેસીટી ધરાવતી ઓપન જીપ્સી મુકવામાં આવશે. જેમાં ગાઇડની વ્યવસ્થા પણ રાખવામાં આવશે. આ જંગલ સફારી શરુ થવાને લઇને હજુ સુધી કોઈ ફિક્સ તારીખ નક્કી કરવામાં આવી નથી. પરંતુ દિવાળીના તહેવાર પૂર્વે જંગલ સફારી શરુ કરવાના પ્રયાસો વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. આ જંગલ સફારી શિયાળાની સીઝન દરમ્યાન સવારના ૬-૪૫ થી ૯-૪૫ અને બપોરનાં ૩-૦૦ થી ૬-૦૦ એમ કુલ બે ભાગમાં કરી શકાશે. સફારી ઉનાળાની સીઝન દરમ્યાન સવારના ૬-૦૦ કલાક થી ૯-૦૦ કલાક અને બપોરનાં 3-00 કલાકથી ૬-૦૦ કલાક એમ કુલ બે ભાગમાં કરી શકાશે.


આ પણ વાંચોઃ ગુજરાતમાં સાત દિવસ સુધી વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે મેઘરાજા


સફારી દર વર્ષે ૧૬ જુનથી ૧૫ ઓકટોબર સુધી બંધ રહેશે. જંગલ સફારી માટે ટિકિટ બુકિંગ કપુરડી નાકાથી ઓફલાઇન મોડ મારફતે શરૂ કરવામાં આવશે. સફારી દરમ્યાન પ્રવાસીઓને બરડાની પ્રાકૃતિક સુંદરતા,કિલગંગા નદીના રમણીય દ્રશ્યો, પહાડી/ડુંગરાળ ભુપ્રદેશ ઉપરાંત વન્યજીવોને તેઓનાં કુદરતી નિવાસ સ્થાનેથી જોવાની તક મળી શકશે. બરડા સફારીનો રૂટ અંદાજે ૨૭ કિ.મી રહેશે.  સફારી માટેની પરમીટ ફી રૂા .૪૦૦,ગાઇડ ફી રૂા. ૪૦૦ તેમજ જીપ્સી ફી રૂ .૨૦૦૦ રાખવામાં આવશે. જે પરમીટ ટિકિટ બુકીંગ કાઉન્ટર ખાતેથી ઉપલબ્ધ થઇ શકશે.
બાઇટ-2


બરડા ડુંગરમાં શરુ થનાર આ જંગલ સફારીને કારણે દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર જિલ્લાના પ્રવાસનને વેગ મળશે. હાલ તો આ જંગલ સફારીને લઈને ભારે ચર્ચા જોવા મળી રહી છે ત્યારે ક્યારે તેનો શુભારંભ થાય છે તેને લઈને સૌ કોઇ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.