માવઠું, ચક્રવાત, ગાજવીજ સાથે વરસાદ..... અંબાલાલ પટેલે કરી દીધી ડરામણી આગાહી, દિવાળી પણ બગડશે!

દિવાળી નજીક આવી ગઈ છે પરંતુ હજુ રાજ્યમાંથી વરસાદની વિદાય થઈ નથી. કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. આ વર્ષે ચોમાસાની સિઝન ખુબ લાંબી ચાલી છે. તેવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરી દેવામાં આવી છે. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

1/5
image

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં માવઠું પડશે. ગુજરાતમાં 17થી 24 ઓક્ટોબર દરમિયાન માવઠાની અસર જોવા મળશે. 22 ઓક્ટોબર પછી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠું પડશે.   

2/5
image

અંબાલાલ પટેલે કહ્યું કે 18 ઓક્ટોબરથી 20 તારીખ સુધી અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનશે. જો સાનુકૂળ સ્થિતિ રહી તો તે ચક્રવાતનું સ્વરૂપ લઈ શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં અણધાર્યો વરસાદ પડી શકે છે. સાથે અરબી સમુદ્રના વિસ્તારોમાં પવનનું જોર વધશે.   

3/5
image

અંબાલાલ પટેલે કહ્યું કે 22થી 24 ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાશે. ઉત્તરીય પર્વતિય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષોભને કારણે બરફ પડશે અને ઠંડી વધશે. આ સિવાય દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પંચમહાલ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. 

4/5
image

અંબાલાલ પટેલે કહ્યું કે આજે બપોરપછી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. તો 29 અને 30 ઓક્ટોબરે પશ્ચિમી વિક્ષોભ આવશે. દિવાળીના તહેવારમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે. 1થી 9 નવેમ્બર સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. 

5/5
image

અંબાલાલ પટેલે કહ્યું કે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. 18થી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળમાં વાવાઝોડાની સ્થિતિ બનશે.