ગુજરાતમાં સાત દિવસ સુધી વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે મેઘરાજા

Rain Alert: ગુજરાતમાં દિવાળી પહેલા વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે. રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તમે પણ જાણો શું છે હવામાન વિભાગની આગાહી...
 

 ગુજરાતમાં સાત દિવસ સુધી વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે મેઘરાજા

અમદાવાદઃ ભલે દિવાળી નજીક આવી ગઈ હોય પરંતુ હજુ ગુજરાતમાંથી વરસાદે રજા લીધી નથી. હવે હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરી દેવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 19 અને 20 ઓક્ટોબરે અમુક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે કન્ડેક્ટિવ એક્ટિવિટીને કારણે રાજ્યમાં વરસાદ પડી શકે છે. હવામાં ભેજનું પ્રમાણ અને ગરમી વધતા વરસાદની આગાહી કરવામાં આવે છે.

આગામી સાત દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદ પડી શકે છે. ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આજે પોરબંદર ,રાજકોટ ,જુનાગઢ ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથ ,વડોદરા, છોટાઉદેપુર ,ભરૂચ ,નર્મદા ,સુરત, તાપી ,ડાંગ ,નવસારી ,વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે.

પંચમહાલ અને દાહોદમાં પણ ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 ઓક્ટોબરે તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે 20 ઓક્ટોબરે અમરેલી, ડાંગ, નવસારી, વલસાદ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 21 ઓક્ટોબરે અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં માવઠું પડશે. ગુજરાતમાં 17થી 24 ઓક્ટોબર દરમિયાન માવઠાની અસર જોવા મળશે. 22 ઓક્ટોબર પછી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠું પડશે. અંબાલાલ પટેલે કહ્યું કે 18 ઓક્ટોબરથી 20 તારીખ સુધી અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનશે. જો સાનુકૂળ સ્થિતિ રહી તો તે ચક્રવાતનું સ્વરૂપ લઈ શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં અણધાર્યો વરસાદ પડી શકે છે. સાથે અરબી સમુદ્રના વિસ્તારોમાં પવનનું જોર વધશે. 

અંબાલાલ પટેલે કહ્યું કે 22થી 24 ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાશે. ઉત્તરીય પર્વતિય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષોભને કારણે બરફ પડશે અને ઠંડી વધશે. આ સિવાય દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પંચમહાલ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news