ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય ઐતિહાસિક ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. વિધાનસભામાં સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું. ગૃહ ઉપરાંત પ્રક્ષેક ગેલેરીમાં ધારાસભ્યોએ સ્થાન લીધું તેમજ તમામ ધારાસભ્યોએ મોઢા પર માસ્ક પહેર્યા છે. બપોર બાદ શરૂ થયેલી બીજી બેઠકમાં રૂપાણી સરકાર દ્વારા ખેડૂતો માટે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- કોરોના અંગે કાલે શું થશે, કોને શું થશે તે ભગવાન સિવાય કોઇ જાણતું નથી: નીતિન પટેલ


વિધાનસભા ગૃહમાં રાજ્યના ખેડૂતોને 33 ટકા અને તેથી વધારે પાક નુકસાન થયું હોય તો સહાય આપવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠલ હતી. ચાલુ વર્ષ પણ ખરીફ ઋતુમાં રાજ્યના 20 જિલ્લાઓના 123 તાલુકાના અંદાજીત 51 લાખ હેક્ટરથી વધારે રાતર વિસ્તાર પૈકી સહાયના ધોરણો મુજબ અંદાજીત 37 લાખ હેક્ટર વિસ્તાર સહાયને પાત્ર થશે. આ માટે રૂપિયા 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.


આ પણ વાંચો:- ગુજરાત વિધાનસભા સત્ર: કોરોનાને ઘટાડવા માટે કામગીરી ચાલુ છે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી- CM રૂપાણી


જેમાં 33 ટકા અને તેથી વધુ પાક નુકસાનીના કિસ્સામાં વધુમાં વધુ 2 હેક્ટર માટે રૂપિયા 10 હજાર પ્રતિ હેક્ટર સહાય ચુકવવામાં આવશે. વધુમાં ખેડૂત ખાતેદારા ગમે તેટલી ઓછી જમીન ધરાવતા હોય તો પણ તેઓને ઓછામાં ઓછા રૂપિયા 5 હજાર ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સહાય પેકેજથી રાજ્યના અંદાજીત 27 લાખ જેટલા ખેડૂત ખાતેદારોને ખાતા દીઠ સહાયનો લાભ મળશે.


આ પણ વાંચો:- ગુજરાત વિધાનસભા સત્ર: બેનરો સાથે સંકુલ પ્રવેશ્યા કોંગ્રેસી ધારાસભ્યો


રાજ્યના અન્ય તાલુકાઓમાં પાક નુકસાની આંકલન આવશે તો રાજા સરકાર તે અંગે પણ વિચારણા કરશે. આ સહાય માટે ઓનલાઇન અરજી કરવા માટે પોર્ટલ તારીખ 1 ઓક્ટોબર 2020થી ખુલ્લુ મુકવામાં આવશે. જેમાં ઓનલાઈન અરજી કરવા માટેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. ખેડૂતોએ નજીકના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતેથી અરજી કરવાની રહેશે. આ યોજનાનો ખર્ચ SDRF હેઠળ તેમજ વધારાાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક  કરો...


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર