કોરોના અંગે કાલે શું થશે, કોને શું થશે તે ભગવાન સિવાય કોઇ જાણતું નથી: નીતિન પટેલ

વિધાનસભા ગૃહમાં કોરોના અંગે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોરોના અંગે કાલે શું થશે, કોને શું થશે તે ભગવાન સિવાય કોઇ જાણતું નથી. કોરોના વોરિયર્સ છ મહિનાથી શબ્દ આવ્યો છે

Updated By: Sep 21, 2020, 02:55 PM IST
કોરોના અંગે કાલે શું થશે, કોને શું થશે તે ભગવાન સિવાય કોઇ જાણતું નથી: નીતિન પટેલ

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય ઐતિહાસિક ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. ગૃહમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ધારાસભ્ય બેઠા છે. ગૃહ ઉપરાંત પ્રક્ષેક ગેલેરીમાં ધારાસભ્યોએ સ્થાન લીધું તેમજ તમામ ધારાસભ્યોએ મોઢા પર માસ્ક પહેર્યા છે. વિધાનસભામાં સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું. વિધાનસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શોક દર્શક ઉલ્લેખ રજુ કર્યા. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ મંત્રી લીલાધર વાઘેલા, પૂર્વ મંત્રી ગીગાભાઈ ગોહીલ સહિત 8 સ્વર્ગસ્થ સભ્યોની કામગીરીને અંજલિ અર્પી હતી. ત્યારે શોક પ્રસ્તાવ પર નિતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોરોના અંગે કાલે શું થશે, કોને શું થશે તે ભગવાન સિવાય કોઇ જાણતું નથી.

આ પણ વાંચો:- ગુજરાત વિધાનસભા સત્ર: કોરોનાને ઘટાડવા માટે કામગીરી ચાલુ છે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી- CM રૂપાણી

વિધાનસભા ગૃહમાં કોરોના અંગે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોરોના અંગે કાલે શું થશે, કોને શું થશે તે ભગવાન સિવાય કોઇ જાણતું નથી. કોરોના વોરિયર્સ છ મહિનાથી શબ્દ આવ્યો છે. આરોગ્ય મંત્રી તરીકે કહુ છું જ્યારે કોઇ હોસ્પિટલમાં જઈ શકતુ ન હતું ત્યારે હિંમતથી દર્દીઓની સેવા કરી છે. પોલીસ વિભાગના કર્મચારીઓએ પણ ડોક્ટરની સાથે જ સેવા આપી છે. પોતાના જીવના જોખમે કામ કર્યુ છે. જીવ ગુમાવનાર તમામ હુતાત્માઓને આદરથી શ્રદ્ધાંજલી પાછવુ છુ. કોઈ વ્યક્તિનું જીવન મુલ્ય સાથે સરખાવી શકાતુ નથી. જો કોઇ સેવા કરનાર કોરોનાથી અવસાન થયા તેમને 50 લાખની જાહેરાત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક  કરો...

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર