અમદાવાદ : ઠાસરા તાલુકાનાં બાધપુરા નજીક એસટીનો અકસ્માત થયો છે. અકસ્માત અંગે મળતી પ્રાથમિક માહિતી અનુસાર 20થી વધારે મુસાફરો ઘાયલ થયા છે. એસટી બસ અને ચેઇનકપ્પા(ક્રેન) વચ્ચે થયેલા અકસ્તામાં 20થી વધારે લોકો ઘાયલ થયા છે. જેમાં 3 મુસાફરો ગંભીર રીતે ઘાયલ હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ રહી છે. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ તંત્ર દોડતું થયું હતું. 9 ગંભીર રીતે ઇજાગ્રસ્તોને નડિયાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તહેવારમાં વ્યવહાર ! શનિ-રવિ અને જાહેર રજાના દિવસે પણ RTO કચેરી ખાતે કામગીરી ચાલુ રહેશે
દાહોદથી કેશોદ જઇ રહેલી બસને અકસ્માત નડ્યો હતો. એસટી બસ અને ચેઇન કપ્પાનો (ક્રેન) આગળનો ભાગ ઘુસી જતા 20થીવધારે મુસાફરો ઘાયલ થયા હતા. જેમાં ડ્રાઇવર અને આગળની સીટમાં બેઠેલા ત્રણ મુસાફરો સૌથી ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના અંગે માહિતી મળતા સ્થાનિક પોલીસ સહિતનું તંત્ર દોડી આવ્યું હતું. પોલીસ દ્વારા હાલ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. 


તહેવારોની સિઝનને ધ્યાને રાખી ફુડ વિભાગનાં રાજ્ય વ્યાપી દરોડા
અમિત શાહ ગૃહમંત્રી બન્યા બાદ પહેલીવાર સુરતની મુલાકાતે, નવાપુર ખાતે સભા સંબોધશે
સ્થાનિકો દ્વારા રાહત અને બચાવકામગીરી હાથ ધરવામાં આવી હતી. 108ની મદદથી તમામ ઘાયલોને ડાકોર અને ઠાસરાની રેફરલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. સામેથી આવી રહેલ ક્રેન સાથે એસટી બસ ધડાકાભેર અથડાતા આગળનું હેડ બસની અંદર ઘુસી ગયું હતું. જેના કારણે ડ્રાઇવર અને ડ્રાઇવર સાઇડની સીટમાં રહેલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે અન્ય મુસાફરો સ્પીડથી જઇ રહેલી બસ અથડાવાનાં કારણે ઇજાગ્રસ્ત થયા હતા.


શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પદ્ધતી બાદ હવે ફીમાં પણ વધારો કર્યો
જો કે હાલ એસટીનાં અનેક ડ્રાઇવર નશાની હાલતમાં પકડાયા છે. ત્યારે સામેથી આવી રહેલા ક્રેન એસટી બસ કઇ રીતે ઘુસી ગઇ તે પણ એક મોટો સવાલ છે. શું ડ્રાઇવરે કોઇ નશો કરેલો હતો કે કેમ તે અંગે હજી સુધી કોઇ માહિતી મળી શકી નથી. પોલીસ હાલ તમામ દર્દીઓને સારવાર મળે ત્યાર બાદ તેમનાં નિવેદન નોંધશે. જો કે અકસ્માતનાં પગલે રોડ જામ થઇ જતા સમગ્ર હાઇવે પર લાંબો જામ સર્જાયો હતો. પોલીસે તત્કાલ પહોંચીને ટ્રાફીક જામને હળવો પાડવાની કામગીરી હાથ ધરી હતી.