તહેવારોની સિઝનને ધ્યાને રાખી ફુડ વિભાગનાં રાજ્ય વ્યાપી દરોડા
રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓ દ્વારા આગામી તહેવારો અને રોગચાળાની સ્થિતીને ધ્યાનમાં રાખીને ફરસાણની દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા
Trending Photos
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરામહાનગરપાલિકા મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા આગામી તહેવારોને ધ્યાને રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આંબાવાડી, નેહરૂનગર, ઇન્ડિયાકોલોની, બાપુનગર, રતનપોળ, કાલુપુર, અમરાઇવાડી, ખોડીયારનગર, સેટેલાઇટ, સરખેજ, સરદાર નગર સહિતનાંવિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વિસ્તારોની વિવિધ ફરસાણની દુકાનો પરથી સેમ્પલ લઇને ચેકિંગ માટે મોકલી આપવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીએ કોંગ્રેસીઓને બાયલા ગણાવ્યા: કોંગ્રેસે કહ્યું સ્ત્રી શક્તિનું અપમાન છે
વડોદરા કોર્પોરેશન દ્વારા પણ હાથીખાના તેલ બજાર, દાંડિયા બજાર સહિતનાં વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગમાં તેલ, ચાંદીનુ વરખ, માવો, ફરસાણ સહિતની વસ્તુઓના નમુના લઇને મોકલી આપવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગનાં અમલદાર દ્વારા સવારથી જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન સિંગતેલ, પામોલિન તેલ અને કપાસીયાનાં તેલનાં નમુના લેવામાં આવ્યા હતા.
સુરતમાં કારના ગેરેજમાં વિકરાળ આગ લાગતા, બાજુની ત્રણ દુકાનમાં આગ ફેલાઇ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મીઠાઇ અને ફરસાણના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે એએમસીનું હેલ્થ વિભાગ એકાએક સક્રીય થયુ છે. જે અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા સ્વીટ અને ફરસાણ માર્ટમાં તપાસ કરી ખાદ્યચીજોના નમૂના લેવામાં આવ્યા છે. નવરાત્રીના તહેવારને પૂર્ણ થયે ગણતરીના દિવસો થયા છે ત્યા હવે દિવાળીની રાહ જોવાઇ રહી છે. ત્યારે આ સમયને જોતા મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેલ્થ વિભાગ સક્રીય થયુ છે.
ઉડતા ગુજરાત : અનુપમ સિનેમા નજીક પિતા-પુત્ર અધધ ગાંજા સાથે ઝડપાયા
હેલ્થ વિભાગ દ્વારા વિવિધ ઝોનમાં અલગ અલગ ટીમો બનાવી ફરસાણ અને મીઠાઇના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. જ્યાં એક ટીમ શહેરના નહેરુનગર વિસ્તારમાં આવેલા પ્રસિધ્ધ સ્વીટ માર્ટમાં પહોંચી. બીકાનેરવાલા સ્વીટમાર્ટ માં બની રહેલી મીઠાઇઓના નમુના હેલ્થ વિભાગ દ્વારા લેવામાં આવ્યા. જ્યાં અમૂક સ્થળે સ્વચ્છતાનો અભાવ પણ જોવા મળ્યો. જુઓ આ દ્રશ્યો. પ્રસિધ્ધ સ્વીટમાર્ટમાં કેવી રીતે બનાવાઇ રહી છે મીઠાઇઓ અને કેવી છે તે સ્થળની સ્થિતી. (બિકાનેરવાલા) તો તે બાદ આરોગ્ય વિભાગની ટીમ નજીકમાં જ આવેલા સુખડીયા સ્વીટમાર્ટમાં પહોંચી. જ્યાં વિવિધ ફરસાણ અને મીઠાઇના સેમ્પલ લેવામાં આવ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે