અમિત શાહ ગૃહમંત્રી બન્યા બાદ પહેલીવાર સુરતની મુલાકાતે, નવાપુર ખાતે સભા સંબોધશે
અમિત શાહ સુરત, કેશોદ અને ત્યાર બાદ અમદાવાદનાં મહેમાન બનશે, મહારાષ્ટ્રમાં સભા સંબોધિત કર્યા બાદ સોમનાથ દર્શન કરવા આવશે
Trending Photos
અમદાવાદ : દેશનાં ગૃહમંત્રી અમિત શાહ ફરીએકવાર ગુજરાતનાં મહેમાન બનવાનાં છે. અમિત શાહ સુરતનાં મહેમાન બનશે. ગૃહમંત્રી બન્યા બાદ તેઓ પહેલીવાર સુરતમાં આવવાનાં છે. 18મી તારીખે આવીને તેઓ સર્કિટ હાઉસ ખાતે રાત્રીરોકાણ કરશે. નાગપુર ખાતે ચૂંટણી પ્રચાર કર્યા બાદ તેઓ સુરત આવશે. અહીં તેઓ રાતવાસો કરશે. જ્યારે 19મીએ મહારાષ્ટ્રના નવાપુર ખાતે સભા સંબોધિત કરશે. તેઓ અહીં સભા સંબોધિત કરશે.
તહેવારોની સિઝનને ધ્યાને રાખી ફુડ વિભાગનાં રાજ્ય વ્યાપી દરોડા
સુરત ખાતે મોડી રાત્રે 10 વાગ્યે તેઓ આવશે. સુરત ખાતે તેઓ રાત્રી રોકાણ કરશે. 19મી તારીખે તેઓ મહારાષ્ટ્રનાં નવાપર ખાતે સભાને સંબોધિત કરશે. સભા સંબોધિત કર્યા બાદ 19મીએ ફરી તેઓ ગુજરાત આવશે અને કેશોદ એરપોર્ટ પર ઉતરશે. સોમનાથ મંદિર ખાતે તેઓ રાત્રીરોકાણ કરશે. 20મી તારીખે સોમનાથ ખાતે દર્શન કર્યા બાદ તેઓ 20મી તારીખે અમદાવાદ આવવા માટે રવાના થશે. જ્યારે પણ મહત્વની ચૂંટણીઓ હોય ત્યારે અમિત શાહ અચુકપણે સોમનાથ આવીને પોતાનું શિશ જુકાવતા હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ પર કામનો બોઝ ખુબ જ વધી ગયો છે. તેઓ ગૃહમંત્રી હોવા ઉપરાંત તેઓને પ્રચારનો બહોળો અનુભવ હોવાનાં કારણે તેઓ જ્યારે પણ મહત્વની ચૂંટણી હોય છે તેમને પ્રચાર અભિયાનમાં પણ જવાબદારી સોંપવામાં આવે છે.અત્રે ઉલ્લેખનીય છે કે, પક્ષ પ્રમુખ પદેથી તેઓ રાજીનામુ આપી ચુક્યા છે પરંતુ કેટલીક જવાબદારીઓ હજી પણ તેમણે નિભાવવી પડે છે.
સુરતમાં એકઠા થયેલા વેપારીઓએ કેન્દ્ર સરકારના RCEPના નિર્ણયનો કર્યો વિરોધ
અત્રે ઉલ્લે્ખનીય છે કે, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી અનુસંધાને ભાજપ દ્વારા તમામ સ્ટાર પ્રચારકોને મહારાષ્ટ્રમાં ઉતારી દેવામાં આવ્યા છે. જેના અનુસંધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને અમિત શાહ સુધી તમામ સ્ટાર પ્રચારકો વિવિધ રેલીઓ સંબોધિત કરે છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે ગઠબંધન છે. ભાજપ મહત્ત સીટો જીતવા માટે કમર કસી ચુક્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે