શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પદ્ધતી બાદ હવે ફીમાં પણ વધારો કર્યો
શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ પરીક્ષા પદ્ધતીમાં ફેરફાર અંગે જાહેરાત કરવામાં આવી હતી
Trending Photos
ગાંધીનગર : શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડફીમાં વધારો કર્યો છે. માર્ચ 2020માં લેવાનારી બોર્ડની પરિક્ષામાં આ વધારો લાગુ પડશે. બોર્ડ દ્વારા પરીક્ષા ફીમાં 10-15 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે સરેરાશ 20 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરિક્ષા આપતા હોય છે. જો આ રીતે ગણત્રી કરીએ તો 50 રૂપિયા લેખે 20 લાખ વિદ્યાર્થીઓની ગણતરી કરીએ તો 10 કરોડ રૂપિયા જેટલી ધરખમ રકમ બને છે.
ડેન્ગ્યું મુદ્દે રાજકોટ સિવિલનાં ડોક્ટર્સ લાજવાના બદલે ગાજ્યા: મીડિયા સામે દાદાગીરી કરી
અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરણ 10માંનિયમિત વિદ્યાર્થીએ 355 રૂપિયા અને એક્સટર્નલ વિદ્યાર્થીએ 730 રૂપિયા પરિક્ષા ફી ભરવાની થતી હોય છે. જ્યારે ધોરણ 12નાં વિજ્ઞાન પ્રવાહનાં વિદ્યાર્થીઓએ 605 રૂપિયા લેખે ફી ભરવાની રહેશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં રેગ્યુલર વિદ્યાર્થીએ 490 રૂપિયા અને એક્સટર્નલ વિદ્યાર્થીઓએ 870 રૂપિયા ફી ફરવાની રહેશે. આ પ્રકારે સરેરાશ 10-15 ટકાનો ફી વધારો બોર્ડ દ્વારા ઝીંકવામાં આવ્યો છે.
સુરતમાં કારના ગેરેજમાં વિકરાળ આગ લાગતા, બાજુની ત્રણ દુકાનમાં આગ ફેલાઇ
સૌથી મહત્વનું છે કે બોર્ડ દ્વારા પરિક્ષા પદ્ધતીમાં ફેરફાર અંગે પણ હાલમાં જ જાહેરાત કરવામાં આવી હતી. જેનાં અનુસાર હવે બોર્ડ માત્ર 80 ગુણની પરિક્ષા જ લેશે. જ્યારે 20 ગુણ શાળાએ સ્વમુલ્યાંકનના આધારે આપવાનાં રહેશે. જ્યારે કોર્સમાં તો અગાઉ જ પરિવર્તન કરી દેવામાં આવ્યું છે. એનસીઇઆરટી અનુસારનો અભ્યાસક્રમ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. અગાઉ ઓએમઆર પદ્ધતીથી લેવાતી પરીક્ષા પણ બોર્ડ દ્વારા રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે