ગૌરવ પટેલ/અમદાવાદઃ અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આ મહામારીને કારણે અનેક લોકોના જીવન પર મોટી અસર પડી છે. છેલ્લા ત્રણ મહિનાથી શાળા-કોલેજોમાં શિક્ષણ કાર્ય પણ બંધ છે. આ વચ્ચે જીટીયૂ 2 જુલાઈથી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની છે. હવે આ મુદ્દે વિરોધ શરૂ થયો છે. એનએસયૂઆઈના વિરોધ પ્રદર્શન બાદ હવે ગુજરાત કોંગ્રેસે પણ આ મુદ્દે મોરચો ખોલ્યો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ મુખ્યમંત્રીને જીટીયૂની પરીક્ષા અંગે પત્ર લખ્યો છે. તેમણે વિદ્યાર્થીઓને મેરિટ બેઝ પ્રમોશન આપવાની માગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીટીયૂ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે રમત રમે છેઃ ચાવડા
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યુ કે, રાજ્યમાં 30 હજારથી વધુ કેસો નોંધાયા અને 1800 કરતા વધુ લોકોના મૃત્યુ થયા છે. આ વચ્ચે જીટીયૂએ પરીક્ષાની તારીખ જાહેર કરીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહ્યું છે. તેમણે કહ્યું કે, જીટીયૂના વિદ્યાર્થીઓ સરકાર પાસે ન્યાયની માગ કરી રહ્યાં છે. 


ચાવડાએ કહ્યુ કે, જીટીયૂએ પરીક્ષા માટે ત્રણ વિકલ્પ આપ્યા છે. પરંતુ ઓનલાઇન સ્પીડ ઉપલબ્ધ નથી. ચોમાસુ હોવાને કારણે લાઇટના ઠેકાણાં નથી. તો અનેક વિદ્યાર્થીઓ પાસે લેપટોપ ન હોવાને કારણે ઓનલાઇન પરીક્ષા કઈ રીતે યોજાઇ તે સવાલ છે. ઓફલાઇ પરીક્ષા માટે સરકારે કોઈ વ્યવસ્થા કરી નથી. જીટીયૂએ આ રમત છોડીને વિદ્યાર્થીઓને પ્રમોશન આપવા જોઈએ. તેમણે કહ્યું કે, જો કોઈ વિદ્યાર્થી સંક્રમિત થાય તો અનેક લોકો જોખમમાં મુકાય શકે છે. 


સીએમને મળ્યા બાદ સાધુ સમાજની માગ, પબુભાને ભાજપમાં કોઈ સ્થાન ન મળે, તેઓ મોરારિ બાપુની માફી માગે  


તેમણે કહ્યું કે, આ મુદ્દાને લઈને શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી સાથે મુલાકાત માટે સમય માગ્યો છે. સરકાર જીયૂટી પર તાત્કાલીક કાર્યવાહી કરે અને તેના સંચાલકો સાથે બેઠક યોજે તે જરૂરી છે. આ લાખો વિદ્યાર્થીઓના જીવ સાથે જોડાયેલો પ્રશ્ન છે. જીટીયૂએ આપેલા વિકલ્પમાં ઘણી સમસ્યા છે, તો મહામારી બાદ પરીક્ષા અંગે તેમણે કહ્યું કે, આ કોરોના ક્યારે સમાપ્ત થશે તે નક્કી નથી. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube