સીએમને મળ્યા બાદ સાધુ સમાજની માગ, પબુભાને ભાજપમાં કોઈ સ્થાન ન મળે, તેઓ મોરારિ બાપુની માફી માગે


દ્વારકામાં કથાકાર મોરારિ બાપુ પર થયેલા હુમલાના પ્રયાસમાં સાધુ સમાજે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. તેમણે સાધુ સંતોના રક્ષણ બાબતે કાયદો લાવવાની પણ માગ કરી હતી. 

સીએમને મળ્યા બાદ સાધુ સમાજની માગ, પબુભાને ભાજપમાં કોઈ સ્થાન ન મળે, તેઓ મોરારિ બાપુની માફી માગે

હિતલ પારેખ/ગાંધીનગરઃ થોડા દિવસ પહેલા દેવભૂમિ દ્વારકા (Dev Bhoomi Dwarka)માં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક (Ex MLA Pabubha Manek) દ્વારા કથાકાર મોરારિ બાપુ (Morari bapu) પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો ગુજરાતમાં પડ્યા હતા. અનેક સાધુ-મહંતોએ પણ આ ઘટનાને વખોડી હતી. ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)એ ટ્વીટ કરીને આ ઘટનાની નિંદા કરી હતી. હવે આ ઘટનાને લઈને સાધુ સમાજ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરવામાં આવી હતી. જેમાં દુધરેજ મંદિરના મુખ્ય મહંત કનિરામ મહારાજ, જગન્નાથ મંદિરના મુખ્ય મહંત દિલીપદાસ મહારાજ, અમદાવાદ થલતેજ મંદિરના મહંત મોહનદાસજી મહારાજ, સહિત સાધુ સંતો રજૂઆત કરવા માટે મુખ્યમંત્રીના નિવાસ્થાને પહોંચ્યા હતા. 

મુખ્યમંત્રી સાથે બેઠક બાદ સાધુ સમાજની પ્રતિક્રિયા
સીએમ સાથે મુલાકાત બાદ લલિત કિશોર દાસજી મહારાજે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યુ કે, મોરારિ બાપુ સાથે પબુભા માણેકે અવિવેક કર્યો તેની સીએમને રજૂઆત કરવામાં આવી છે. તેમણે પબુભા માણેક માફી માગે તેવી માગણી કરી છે. આ સાથે પબુભાને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં કોઈ સ્થાન ન મળે તે રજૂઆત મુખ્યમંત્રીને કરવામાં આવી છે. 

ભાજપે પેટા ચૂંટણી જીતવા કઈ બેઠક પર કોને સોંપી જવાબદારી, ક્લિક કરીને જાણો 

આ સાથે સાધુ સમાજે મુખ્યમંત્રી પાસે સાધુ સંતો રક્ષણ માટે કાયદો લાવવાની પણ માગણી કરી છે. તેમને કાયદા બાબવે મુખ્યમંત્રીએ આશ્વાસન પણ આપ્યું છે. આ સાથે તેમણે કહ્યુ કે, બાપુ પાછા પડ્યા નથી, સાધુ સંતો બાપુની સાથે છે. રથયાત્રા અંગે કહ્યુ કે, રથયાત્રા ન નીકળી તેનો ખેદ છે. સંક્રમણની સ્થિતિને કારણે રથયાત્રા શક્ય બની નહીં. 

ઇડરની ઘટના પર સાધુ સમાજની આકરી પ્રતિક્રિયા
ઇડરના જૈન સમાજમાં બે સાધુઓની વ્યાભિચારીની ઘટના હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે. આ અંગે સાધુ સમાજે આકરી પ્રતિક્રિયા આપી છે. આ અંગે લલિત કિશોર શરણજી મહારાજે કહ્યુ કે, માત્ર કપડા પહેરી લેવાથી સાધુ થઈ જવાતું નથી. સાધુ સંતોના માપદંડો જુદા હોય છે. તેમણે કહ્યુ કે, આવા સંતોને અમે સંતો તરીકે સ્વીકારતા નથી. તેમણે કહ્યુ કે, અધર્મ કૃત્ય કરનાર સાધુઓને ફાંસી આપવી જોઈએ. તેમણે કહ્યુ કે, જો અમે પણ આવા કૃત્યમાં સામેલ થઈએ તો અમને પણ ફાંસીની સજા આપવી જોઈએ. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news