Gujarat BJP : રાજ્યસભામાં ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. ભાજપના ત્રણેય ઉમેદવાર એસ. જયશંકર, કેશરીદેવસિંહ અને બાબુભાઈ દેસાઈ બિનહરીફ બન્યા છે. કોંગ્રેસમાંથી એકપણ ઉમેદવારોએ ફોર્મ ન ભરતાં બિનહરીફ ડિકલેર કરાયા છે. સાથે જ ભાજપના ત્રણેય ડમી ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. ત્યારે આ એસ જયશંકર, કેસરીદેવ સિંહ અને બાબુભાઈ દેસાઈ 20 જુલાઈએ શરૂ થનારા ચોમાસુ સત્રમાં શપથ લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠક માટે ચૂંટણી જાહેર કરાઈ હતી. જેમાં રાજ્યસભાની ચૂંટણી માટે 13 જુલાઇએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી. પરંતુ પૂરતુ સંખ્યાબળ ન હોવાને કારણે કોંગ્રસે પોતાના તરફથી કોઈને મેદાનમાં ઉતાર્યા ન હતા. જેને કારણ ભાજપના ઉમેદવારો સરળતાથી બિનહરીફ બની શક્યા. 


સોમનાથ-દ્વારકા નહિ, ગુજરાતને સંકટથી બચાવનારા 32 મંદિરો છે, જે આપણા વડવાઓએ બનાવ્યા હત


OBC અને ક્ષત્રિય ચહેરાને મેદાનમાં ઉતાર્યા
ભાજપે રાજ્યસભાના બે ઉમેદવાર જાહેર કર્યા છે. બાબુભાઈ જેસંગભાઈ દેસાઈનું નામ જાહેર કરાયુ છે. તો બીજુ નામ કેસરીદેવસિંહ ઝાલા છે. રાજ્યસભાના ઉમેદવારોના નામની તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકાયું છે. રાજ્યસભાના ઉમેદવાર તરીકે નવા જ નામ જાહેર કરાયા છે. ભાજપે ઓબીસી અને ક્ષત્રિય સમાજના બે ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. બાબુભાઈ દેસાઈ ઓબીસી સમાજમાંથી આવે છે. તો કેસરીસિંહ ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને વાંકાનેરના મહારાજા છે. 


સાચવજો, ગુજરાતમાં ચોમાસામાં આ બીમારીનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે, અનેક ઝપેટમાં આવ્યા



કોણ છે બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ


  • 1 જૂન 1957માં જન્મ

  • કાંકરેજના ઉબરી ગામમાં જન્મ

  • ઉંઝાના મક્તુપુરા ગામના વતની છે

  • ગોપાલક સમાજમાં સેવાકાર્યોને લીધે સમાજરત્નનું બિરુદ મળ્યું

  • 2007માં કાંકરેજ બેઠક પરથી ધારાસભ્ય બન્યા

  • ઓલ્ડ SSC સુધીનો અભ્યાસ કર્યો

  • PM નરેન્દ્ર મોદીને માને છે આદર્શ રાજકારણી 

  • સેવા માટે રાજકારણમાં આવ્યા...

  • નેતાની ટોપી પહેરીને બેસી રહેવાય નહીં તેવું માને છે

  • ટિકિટ મગાય નહીં, મળવી જોઈએ અને ન મળે તો કાર્યો બંધ કરવાનાં નહીં તેવી માન્યતા


એસજી હાઈવે પર હવે સ્પીડમાં ગાડી હંકારી તો આવી બનશે, લેવાયું આ મોટું પગલું


કોણ છે કેસરીસિંહ ઝાલા 
કેસરીસિંહ ઝાલાના પિતા દિગ્વિજયસિંહ કોંગ્રેસની સરકારમા ભારતના પ્રથમ પર્યાવરણ મંત્રી હતા. તેઓ મુંબઈ રહે છે. તેમના લગ્નમા મોદીએ પણ હાજરી આપી હતી.તેમના કાકા રણજીતસિંહ હાલ ઉંમર 83 વર્ષના છે અને રાજસ્થાનમા રહે છે. તેઓ ફોરેસ્ટ સેક્રેટરી હતા ત્યારે તેમણે વન્યજીવ સંરક્ષણ કાયદો ઘડાયો હતો અને ભારતમાં ચિતાને લાવવા માટે સુપ્રીમ કોર્ટમાં પક્ષ રાખ્યો હતો. આ દરબાર ભાજપને રાજસ્થાનમા પણ ફળશે, ઝાલાનુ મૌસાળ ત્યાંના રાજવી પરિવારોમા છે. 


યુકેમાં આ કોર્સ કર્યો તો નોકરી પાક્કી સમજો, PR મળતા પણ વાર નહિ લાગે