ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટમી બાદ હવે પાટીલ એક્શનમાં આવ્યા છે. ભાજપે ભલે 156 સીટો સાથે રેકોર્ડબ્રેક જીત તો મેળવી લીધી છે પણ આંતરિક અસંતોષ આજે પણ એટલો જ છે. ભાજપે ભવ્ય જીત મેળવતા ભાજપમાં ડખાઓ બહાર આવ્યા નથી પણ ચૂંટણીમાં થયેલી ફરિયાદોનો હવે ઢગલો ખડકાયો છે. જેમાં પાર્ટી વિરુદ્ધની પ્રવૃત્તિઓનો પણ સમાવેશ કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ હવે એક બાદ એક આ ફરિયાદોનો નિવેડો લાવશે. જેમાં મોટા નામો પણ ઝપટમાં આવે તેવી સંભાવના છે. ભાજપે ચૂંટણી સમયે જ પાર્ટી સામે બળવો કરનાર 63 લોકોને સસ્પેન્ડ કરી દીધા છે. અપક્ષમાંથી ચૂંટણી લડનારને પણ ફરી ભાજપમાં ન લેવાનો નિર્ણય લીધો હતો. જે અપક્ષ ધારાસભ્યો હવે ભાજપમાં જોડાવવાના પ્રયાસો કરી રહ્યાં છે. 


ઝટકો લાગશે: 1.40 કરોડ ગુજરાતીઓનું નવું વર્ષ બગડશે, 8,400 કરોડનો આવી રહ્યો છે બોજ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને રેકોર્ડ બ્રેક જીત મળી છે. આ ચૂંટણીમાં કેટલીક જગ્યાએ ભાજપના જ કેટલાક નારાજ નેતાઓ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાના સમાચાર સામે આવ્યા હતા. સૌથી વધુ ફરિયાદો બળવાખોરો અને રાજકોટમાં સંભળાઈ હતી. હવે ભવ્ય જીત બાદ આ મામલો દબાઈ ગયો હતો પણ હવે ભાજપ પાર્ટી વિરોધી કામ કરનાર લોકોને છોડવાના મૂડમાં નથી. તાજેતરમાં જ ભાજપે શિસ્ત સમિતીની રચના કરી છે. જેના પ્રમુખ વલ્લભ કાકડિયાને બનાવવામાં આવ્યાં છે. આ સમિતિમાં પક્ષ વિરોધી કામ કરનારા વિરુદ્ધ  600 જેટલી ફરિયાદો નોંધાઇ હતી. 


પેટ્રોલ-ડીઝલ કે લાઈટ નહીં, હવે 'હવા' થી ચાલશે વાહનો! ગુજરાતમાં એક જ નવો જ અવિષ્કાર


હવે આગામી 10 જાન્યુઆરીથી ઝોન વાઈઝ શિસ્ત સમિતિ ફરિયાદો હાથ પર લેશે. રાજકોટ, ગીરસોમનાથ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં પક્ષ વિરોધી કાર્ય અને ચૂંટણીમાં નિષ્ક્રિય રહેવાની આંતરિક ફરિયાદો મળી હતી. જેમાં રાજકોટમાં સૌથી વધારે ઉકળાટ હતો. આવી જ સ્થિતિ બીજા જિલ્લાઓમાં પણ હતી. 


ચૂંટણી સમયે ભાજપ પક્ષ દ્વારા પક્ષ વિરૂધ્ધ કામગીરી કરનાર 12 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા હતા. જેમાં શહેરાના ખતુભાઈ પગી, લુણાવાડાના એસ.એમ. ખાંટ, જે.પી.પટેલ, ઉમરેઠમાં રમેશ ઝાલા, ખંભાતમાં અમરસિંગ ઝાલા, બાયડમાં ધવલસિંહ ઝાલા, ખેરાલુનાં રામસિંહજી ઠાકોર, ધાનેરાના માવજી દેસાઈ, ડીસાના લેબજી ઠાકોર સામે પ્રદેશ પ્રમુખે કાર્યવાહી કરીને તેઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.  જેમાંથી 2 હે ધારાસભ્ય છે અને ભાજપમાં પ્રવેશ માટે કમલમનાં પગથિયાં ઘસી રહ્યાં છે. 


ગુજરાતમાં અહીં 100 કિમીની ઝડપે પવન ફૂંકાયો, આગામી 48 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે


ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં જાહેર થતાની સાથે જ ભાજપ દ્વારા ટિકિટ વાંચ્છુકોને ટિકિટ ન મળતા તેઓ દ્વારા બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ ભાજપ દ્વારા તેઓને પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેના 2 દિવસ બાદ  જ  પાદરા અને વાધોડિયા સહિત વડોદરા જિલ્લા ભાજપ દ્વારા એક સાથે  51 લોકોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવતા પક્ષમાં સોંપો પડી ગયો હતો. હવે એવા લોકોનો વારો છે જેઓએ પક્ષમાં રહીને જ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યાં છે. જેમની સામે કાર્યવાહી કરવાનો ભાજપે નિર્ણય લીધો છે. 


રાજ્યની કેટલીક બેઠક પર પક્ષ વિરોધી પ્રવૃત્તિ થઇ હોવાનો સ્વીકાર કરી જિલ્લાઓના ભાજપના પ્રમુખોએ આ મામલે પ્રદેશને રિપોર્ટ સોંપ્યો હોવાનું પણ સામે આવ્યું હતું.રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભાજપને નુકસાન કરનારા સામે કાર્યવાહી કરાશે. ભાજપે ચૂંટણી બાદ તરત જ સંગઠનમાં એકાએક ફેરફાર શરૂ કરી દીધાં છે. 


રાજકોટની 9 વર્ષની હિરવા અજય દેવગન સાથે સ્ક્રીન પર ચમકશે,સિરિયલોમાં કરી ચૂકી છે અભિનય


તાજેતરમાં જ પક્ષ દ્વારા ચાર નાયબ દંડકને ઝોન પ્રમાણે જવાબદારી સોંપાઈ છે. જેમાં અમરેલીના ધારાસભ્ય અને નાયબ દંડક કૌશીકભાઈ વેકરીયાને સૌરાષ્ટ્ર ઝોન, વિજયભાઈ પટેલને દક્ષિણ ઝોન, રમણભાઈ સોલંકીને મધ્ય ઝોન અને જગદીશ મકવાણાને ઉતર ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. ધારાસભ્યોને પણ ફરજિયાત લોકોના પ્રશ્નો ઉકેલવા માટે સોમથી શુક્રવાર સુધી સચિવાલયમાં હાજર રહેવાના આદેશો કર્યા છે.