`I.N.D.I.A. ગઠબંધનનું કામ મોદીને ગાળો દેવાનું, લોકસભામાં હારના ડરથી સોનિયા ગાંધી રાજ્યસભામાં ગયાં`
આગામી લોકસભાની ચૂંટણીને લઈને હવે રાજકીય નેતાઓનો દોર પણ શરૂ થઈ ગયો છે. આજરોજ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા ના અધ્યક્ષ અને કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી રામદાસ આઠવલે સુરતની મુલાકાતે આવ્યા હતા.
પ્રશાંત ઢીવરે/સુરત: રિપબ્લિક ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ રામદાસ અઠાવલે સુરતની મુલાકાત આવ્યા હતાં.તેવોએ કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને I.N.D.I.A. ગઠબંધન પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે લોકસભામાં હારના ડરથી સોનિયા ગાંધી રાજ્યસભામાં ગયા છે. I.N.D.I.A. ગઠબંધનનું કામ માત્ર મોદીને ગાળો દેવાનું છે.
બાઈક કલરબાજોને બાજુએ મુકીને આ અમદાવાદી યુવતીએ ચાલુ એક્ટિવા પર કર્યો ધતિંગ ડાન્સ
દેશનું અર્થતંત્ર ત્રીજા નંબરે પહોંચશે
આગામી લોકસભાની ચૂંટણીને લઈને હવે રાજકીય નેતાઓનો દોર પણ શરૂ થઈ ગયો છે. આજરોજ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા ના અધ્યક્ષ અને કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી રામદાસ આઠવલે સુરતની મુલાકાતે આવ્યા હતા તેઓએ સુરતના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ત્યારબાદ સુરત સર્કિટ હાઉસ ખાતે પત્રકારોને સંબોધિત કર્યા હતા તેઓએ સંબોધીત કરતા જણાવાયું હતુ કે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં બધી જાતિને સાથે રાખીને વિકાસ કર્યો છે અને તેમના નેતૃત્વમાં દેશ પણ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે. મોદી સરકારના નિર્ણયોના કારણે તેમની લોકપ્રિયતામાં પણ વધારો થયો છે. જો 2024માં અમને મોકો મળશે તો દેશનું અર્થતંત્ર ત્રીજા નંબરે પહોંચશે.
ફિક્સ પગારની જેમ વગર મહેનતે માસિક આવક જોઈએ છે? તો આ રીતે કરો આયોજન
પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડે તો તેમને પણ જીતવું મુશ્કેલ!
વધુમાં જણાવ્યું હતું કે, સોનિયા ગાંધીને રાજ્યસભામાં જવાનો કોઈ ફાયદો થશે નહીં. ઉત્તરપ્રદેશમાં 80માંથી 80 લોકસભાની બેઠક જીતવાનો અમારો પ્લાન છે. 2024માં જે માહોલ છે એ અમારા માટે બહુ જ સારો છે. સોનિયા ગાંધીની ઉંમર પણ થઈ ગઈ છે. કદાચ તેમને લોકસભામાં હારવાનો ડર લાગતો હોય એવું બની શકે, એટલે તેમણે રાજસ્થાનથી રાજ્યસભાની ચૂંટણી લડવા નક્કી કર્યું છે. તેમનું અમે સ્વાગત કરીએ છીએ. પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડે તો તેમને પણ જીતવું મુશ્કેલ જણાઈ રહ્યું છે.
કપાસના ભાવ વધતા ખેડૂતો ખુશ ખુશ પણ આ લોકોના માથાના વાળ ઉભા થઈ ગયા, આવી ગયું છે ટેન્શન
I.N.D.I.A. ગઠબંધનનું કામ માત્ર મોદીને ગાળો દેવાનું
તેમણે આગળ કહ્યું હતું કે હાલ તો હવા મોદીજીની છે. INDIA ગઠબંધનની હવા ઓછી છે. આ ગઠબંધન નરેન્દ્ર મોદીને ગાળો દેવાનું કામ કરે છે. તમે જેટલી નરેન્દ્ર મોદીને ગાળો દેવી હોય એટલી દઈ દો, પરંતુ જનતા નરેન્દ્ર મોદીની સાથે છે. દેશ વિકાસ સાથે આગળ વધી રહ્યો છે. દેશમાં 51 કરોડથી વધુ જનધન ખાતાં ખૂલી ગયાં છે. 11 કરોડ લોકોને ગેસ-સિલિન્ડર મળી રહ્યાં છે. મોદીએ બધી જાતિને સાથે રાખી ગુજરાતનો વિકાસ કર્યો તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોલસા કૌભાંડ, કોમનવેલ્થ કૌભાંડ આ બધું કોંગ્રેસના સમયે થયાં હતાં. નરેન્દ્ર મોદીએ જવાબદાર મુખ્યમંત્રીના નાતે તેમણે ગુજરાતનો વિકાસ કર્યો હતો. તેમણે એક સ્કીમ બનાવી હતી કે ગામડામાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો અડધા કલાકમાં ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી રહી છે. બધી જાતિને સાથે રાખીને તેમણે ગુજરાતમાં વિકાસ કર્યો છે. 2024માં અમને મોકો મળશે તો દેશની ઇકોનોમી ત્રણ નંબર પર જશે, બીજાં પાંચ વર્ષ મોકો મળશે તો બે નંબર પણ અને વધુ પાંચ વર્ષ મોકો મળશે તો એક નંબર પર ભારત હશે.
ચાના શોખીનો માટે સૌથી મહત્ત્વના સમાચારઃ શું આ કારણે વધુ મોંઘી થઈ શકે છે ચા?
રામદાસ અઠાવલેએ કરી અલગ અલગ રાજ્યમાં બેઠકોની માંગ
રામદાસ અઠાવલેએ આગામી લોકસભા ચૂંટણી માટે પોતાની પાર્ટી માટે અલગ અલગ રાજ્યમાં બેઠકોની માગણી કરી છે. મહારાષ્ટ્રમાંથી તેમણે પોતાના માટે શિરડી લોકસભાની બેઠક પરથી લડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જે.પી. નડ્ડા સાથે મુલાકાત પણ કરી છે. જોકે તેમની હજી રાજ્યસભાની ટર્મ દોઢ વર્ષ સુધી હોવાને કારણે તેઓ વચ્ચેથી પણ તેને લોકસભાની બેઠક માટે છોડી શકે છે.
IPL 2024: ગુજરાત ટાઈટન્સને જબરદસ્ત મોટો ફટકો, ઘાતક ખેલાડી IPL માંથી થયો બહાર
કર્મચારીઓને ન્યાય મળવો જોઈએ
સુરત મહાનગરપાલિકામાં ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા હાઇકોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો, જેને ટાંકીને રામદાસ અઠાવલેએ જણાવ્યું હતું કે હાઇકોર્ટે જે કર્મચારીઓને નોકરી પર લેવા માટેનો આદેશ કર્યો છે તેનું પાલન કોર્પોરેશન દ્વારા કરવું જોઈએ. સુરત મ્યુનિસિપલ કમિશનરને આ બાબતે લેખિતમાં મારા દ્વારા માગ કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં જે કર્મચારીઓ હજી મ્યુનિસિપલ કમિશનરના નિર્ણયનો રાહ જોઈ રહ્યા છે. કર્મચારીઓને ન્યાય મળવો જોઈએ.
ઉ. ગુજરાતમાં આ પાકનું વાવેતર કરનાર ખેડૂતો માથું પકડીને રોયા! 30 ટકા પાકનું સત્યનાશ!