Mohammed Shami: ગુજરાત ટાઈટન્સને જબરદસ્ત મોટો ફટકો, ઘાતક ખેલાડી IPL માંથી થયો બહાર, જાણો કારણ
Mohammed Shami Ruled Out of IPL: આઈપીએલ 2024 શરૂ થાય તે પહેલા જ ગુજરાત ટાઈટન્સ માટે એક મોટા આંચકારૂપ સમાચાર સામે આવ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈએ બીસીસીઆઈના સૂત્રોના હવાલે આ વાતની જાણકારી આપી છે.
Trending Photos
આઈપીએલ 2024 શરૂ થાય તે પહેલા જ ગુજરાત ટાઈટન્સ માટે એક મોટા આંચકારૂપ સમાચાર સામે આવ્યા છે. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આઈપીએલમાંથી બહાર થઈ ગયો છે. એંકલ ઈન્જરીના પગલે શમીને સર્જરીની જરૂર પડશે. સમાચાર એજન્સી પીટીઆઈએ બીસીસીઆઈના સૂત્રોના હવાલે આ વાતની જાણકારી આપી છે.
છેલ્લે વર્લ્ડ કપમાં રમ્યો હતો
33 વર્ષનો શમી ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝનો પણ ભાગ નથી. તેણે છેલ્લે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે વર્લ્ડ કપ ફાઈનલમાં રમ્યો હતો. સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે શમી જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં એંકલમાં વિશિષ્ટ ઈન્જેક્શન લેવા માટે લંડનમાં હતો અને તેને જણાવવામાં આવ્યું હતું કે ત્રણ સપ્તાહ બાદ તે ધીમે ધીમે દોડવાનું શરૂ કરી શકે છે. ત્યારબાદ તે રમી શકે છે.
India pacer Mohammed Shami ruled out of IPL due to left ankle injury which would require surgery in the UK: BCCI source tells PTI
— Press Trust of India (@PTI_News) February 22, 2024
તેમણે વધુમાં કહ્યું કે જો કે ઈન્જેક્શન કામ કરતું નથી અને હવે એકમાત્ર વિકલ્પ સર્જરી બચ્યો છે. તે જલદી સર્જરી કરાવવા માટે યુકે રવાના થશે. બીસીસીઆઈના એક સૂત્રએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે આઈપીએલનો સવાલ જ ખતમ થઈ ગયો છે. શમી જે 24 વિકેટ લઈને ભારતના શાનદાર વિશ્વકપ અભિયાનના વાસ્તુકારોમાંથી એક હતો, દર્દ હોવા છતાં રમ્યો કારણ કે તેને પોતાના લેન્ડિંગમાં સમસ્યા હતી. પરંતુ આમ છતાં તે રમ્યો હતો.
ગુજરાત ટાઈટન્સનો ભાગ
અત્રે જણાવવાનું કે મોહમ્મદ શમી આઈપીએલમાં હાલ ગુજરાત ટાઈટન્સ ટીમ તરફથી રમે છે. ત્યારે આવી સ્થિતિમાં જો શમી ન હોય તો ગુજરાત ટાઈટન્સની ટીમને મોટો ફટકો પડી શકે છે. આઈપીએલમાં શમીની કરિયર ખુબ શાનદાર રહી છે. અત્યાર સુધીમાં 110 આઈપીએલ મેચો રમી છે. જેમાં તેણે 26.87 ની એવરેજ અને 8.44ના ઈકોનોમી રેટથી 127 વિકેટ લીધી છે. બે વખત 4-4 વિકેટ પણ લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે