કપાસના ભાવ વધતાં ખેડૂતો ખુશ ખુશ પણ આ લોકોના માથાના વાળ ઉભા થઈ ગયા, આવી ગયું છે ટેન્શન
Global cotton prices: સીસીઆઈએ તેની કિંમતોની વ્યૂહરચના પર પુનર્વિચાર કરવો જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે ભાવિ ગોઠવણો વર્તમાન બજારની વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે છે, રૂના ભાવ વધતાં ટેક્સટાઈલ્સ મિલો ટેન્શનમાં મૂકાઈ છે બીજી તરફ ખેડૂતો ભાવ વધારાથી ખુશ છે.
Trending Photos
Cotton Prices: કપાસના ભાવમાં ધીમેધીમે મક્કમ સુધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસના ભાવમાં સતત વધારો થઈ રહયો છે. સ્થાનિક બજારમાં કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) દ્વારા વેચવામાં આવેલ કપાસના ભાવમાં તાજેતરમાં થયેલો વધારો ટેક્સટાઈલ મિલો, ખાસ કરીને નાના પાયાના એકમો માટે ચિંતાનો વિષય બન્યો છે.
ભારતીય કપાસના ભાવ આંતરરાષ્ટ્રીય ભાવ કરતાં લગભગ ₹4,000 પ્રતિ કેન્ડી નીચા છે અને એસોસિએશનને અપેક્ષા છે કે આ સિઝનમાં કપાસની નિકાસ લગભગ 20 લાખ ગાંસડી થશે. લગભગ 65% ભારતીય પાક (આશરે 200 લાખ ગાંસડી) બજારમાં આવી ગયો છે અને સ્થાનિક માંગ “ખૂબ સારી” છે. હાલમાં વધી રહેલા ભાવોને પગલે ટેક્સટાઈલ્સ મિલોને આયાત કરવાનો વારો આવશે. જોકે, વિશ્વ બજારમાં ઉંચા ભાવને પગલે ટેક્સટાઈલ્સ મિલો ભરાઈ છે. ભારતમાં રૂના ભાવ વૈશ્વિક બજાર કરતાં નીચા છે. ટેક્સટાઈલ્સ મિલોને એ ટેન્શન છે કે નિકાસમાં વધારો થયો તો સ્થાનિકમાં ભાવ ઉંચકાશે. આ ભાવ ખેડૂતોને તો ફાયદો કરાવશે પણ તેમનો મરો થશે.
જો કે, એપી ટેક્સટાઈલ મિલ્સ એસોસિએશનના પ્રમુખ કોટી રાવે શનિવારે ધ હિંદુને જણાવ્યું હતું કે મિલો માટે કપાસની યોગ્ય કિંમત આશરે ₹58,000 પ્રતિ કેન્ડી (254 કિગ્રા) હોવી જોઈએ. જોકે, CCI દ્વારા વેચવામાં આવતા કપાસની કિંમત ₹62,000 પ્રતિ કેન્ડી થઈ ગઈ હતી. "કેટલાક લોકોએ CCI દ્વારા વેચવામાં આવેલા કપાસ માટે બિડ કરતાં ભાવમાં વધારો કર્યો છે" જો વર્તમાન પરિસ્થિતિ યથાવત રહેશે તો વધુ કાપડ મિલો બંધ થઈ જશે.
આ વર્ષે MSP કરતા વધુ ભાવ મળશે
ગુજરાતના ખેડૂતો માટે સૌથી સારા સમાચાર એ છે કે ભારતના સ્થાનિક બજારમાં કપાસના ભાવ સ્થિર છે, પરંતુ વૈશ્વિક કપાસ બજારમાં કપાસના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે. આથી ત્રણ મહિનાથી દબાણ હેઠળ રહેલા કપાસના ભાવ હવે ધીમે ધીમે વધવા લાગ્યા છે. ખેડૂતોને આશા છે કે આ વર્ષે તેમને MSP કરતા વધુ ભાવ મળશે. હાલ કપાસના ભાવ રૂ.7000 પ્રતિ ક્વિન્ટલના સ્તરને વટાવી ગયા છે અને આ સ્તર રૂ.8000ની આસપાસ જાય તેવી સંભાવના છે. આ ભાવ વધારાનો લાભ લેવા માટે ખેડૂતોએ વચ્ચે-વચ્ચે કપાસ વેચવો પડે છે. લાંબા સમયથી સારા ભાવની રાહ જોઈ રહેલા મહારાષ્ટ્રના ખેડૂતોને હવે કપાસના વધતા ભાવથી થોડી રાહત મળી છે.
તમિલનાડુમાં MSME મિલ ચલાવતા એન. પ્રદીપે જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહમાં કપાસના ભાવમાં (CCI દ્વારા વેચવામાં આવેલ) લગભગ ₹3,500 પ્રતિ કેન્ડીનો વધારો યાર્ન ઉત્પાદકો માટે નોંધપાત્ર પડકારો છે. “ટેક્સટાઇલ ઉદ્યોગ નબળી આંતરરાષ્ટ્રીય માંગ અને ઘરેલુ વેચાણ અને ફિનિશ્ડ વસ્ત્રોની આયાત સાથે સ્પર્ધામાં વધારો કરી રહ્યો છે. નોંધનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ પરિસ્થિતીની ગંભીરતાને વધુ હાઈલાઈટ કરીને ટેક્સટાઈલ ઉદ્યોગને રેડ તરીકે રેટ કર્યું છે. ઈન્ડિયન કોટન ફેડરેશનના પ્રમુખ જે. તુલાસીધરનના જણાવ્યા અનુસાર, ભારતીય બજારમાં ભાવમાં વર્તમાન વધારો જળવાઈ રહેશે કે કેમ તે જોવું રહ્યું.
રૂની માગ વધી
જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ કપાસના ભાવને નિયંત્રણમાં લાવવા માટે 'ટેક્સટાઈલ લોબી' દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને વધુ સફળતા મળવાની શક્યતા નથી.હાલ કપાસના વેચાણની સિઝન અંતિમ તબક્કામાં છે. સ્થાનિક કાપડ ઉદ્યોગ માટે કપાસની માંગ વધી રહી છે. માર્ચથી આ માંગ વધુ વધવાની છે. ભારતીય કાપડ ઉદ્યોગે સ્થાનિક બજારમાંથી કપાસ અને યાર્ન ખરીદવું પડશે, કારણ કે આયાતી કપાસ મોંઘો થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે