ગૌરવ પટેલ/અમદાવાદ :કોરોના (corona virus) પોઝિટિવ નીકળનાર કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા (Imran Khedawala) ના ખબર અંતર પૂછતા આજે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પૂછ્યા હતા. હાલ ઈમરાન ખેડાવાની અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે પણ ટેલિફોનિક ખબર અંતર પૂછ્યા હતા. આ ઉપરાંત  સીએમ વિજય રૂપાણીએ પણ ઇમરાન ખેડવાવા સાથે વીતચીત કરી તેમના હાલચાલ પૂછ્યા હતા. તો અન્ય મોટા સમાચારમાં ,ગુજરાત કોંગ્રસ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda) નો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 17 તારીખે સોલા સિવિલ ખાતે તેઓએ ટેસ્ટ કરાવ્યો હતો. જેના બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા
પક્ષમાં હાશકારો થયો હતો. 


66 લાખ પરિવારોના ખાતામાં રૂપિયા જમા કરવાનો ગુજરાત સરકારનો મોટો નિર્ણય


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ, રાહુલ ગાંધીએ અમદાવાદના કોર્પોરેટર બદરુદ્દીન શેખના પરિવારજનો સાથે પણ વાત કરી હતી. અહેમદ પટેલ સતત કોંગ્રેસના બીમાર નેતાઓના સંપર્કમાં છે. હાલ બદરુદ્દીન શેખ વેન્ટીલેટર ઉપર છે, પણ તેમની તબિયત સ્થિર છે. 


અમિત ચાવડાએ PMને પત્ર લખ્યો
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. કોરોના વાઇરસના પગલે લોકડાઉનમાં કર્ણાટકમાં 25 ગુજરાતીઓ ફસાયા છે, જેઓને પરત લાવવા માટે વ્યવસ્થા કરવા માંગ કરી છે. સાથે જ તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે પણ માંગ કરી છે. કેન્દ્ર સરકારે તાત્કાલિક કર્ણાટક સરકારને ગુજરાતની વિદ્યાર્થીઓને પરત મોકલવા આદેશ આપે તેવી પત્રમાં રજૂઆત કરી છે. 


આનંદીબેન પટેલની મદદથી યુપીમાં અટવાયેલા 22 ગુજરાતીઓ મોડાસા પરત ફર્યાં 


આ સાથે જ ગુજરાત કોગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ અસંગઠિત કામદારો માટે આર્થીક પેકેજ જાહેર કરવા માંગ કરી છે. તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી રજૂઆત કરી છે કે, લોકડાઉનના કારણે નાના વ્યવસાયકારો, કારીગર શ્રમજીવીઓ, કામદારો અને રોજમદારો આર્થિક પાયમાલ થયા છે. ૨૫ માર્ચે શ્રમજીવીઓને સહાય આપવા માટે સરકારે રાહત ફોર્મનુ કર્યું વિતરણ કર્યું હતું. જેમાં લાખો લોકોએ સહાય મેળવવા માટે અરજી કરી છે. અચાનક સરકારે ફોર્મ ન સ્વીકારવાની જાહેરાત કરતાં આ અસંગઠીત મજુર, કારીગર અને કામદાર વર્ગ મુશ્કેલીમાં મુકાયો  છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર