ઝી મીડિયા/બ્યૂરો :કોંગ્રેસ પોતાના તૂટી રહેલા ધારાસભ્યોને બચાવવામાં કામે લાગી ગઈ છે. રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election) પહેલા કોંગ્રેસના 8 ધારાસભ્યો રાજીનામા આપી ચૂક્યા છે. હજી પણ વધુ ધારાસભ્યો તૂટે તેવી શક્યતા છે. ત્યારે કોંગ્રેસ મોવડી મંડળી હવે પોતાના ધારાસભ્યોને બચાવવાના પ્રયાસોમાં લાગી ગયું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ધારાસભ્યો સાથે બેઠકોનો દોર શરૂ કરાયો છે. કોંગ્રેસની ઝોનવાઈઝ બેઠકો શરૂ થઈ છે. આ સાથે જ ગુજરાતના કોંગ્રેસના ટોચના નેતાઓને બેઠકોનું નેતૃત્વ સોંપાયું છે. જેમાં સૌરાષ્ટ્રની જવાબદારી અર્જુન મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલને સોંપાઈ છે. ઉત્તર ઝોનની જવાબદારી સિદ્ધાર્થ પટેલ તથા દક્ષિણ ઝોનની જવાબદારી તુષાર પટેલને અપાઈ છે. તો બીજી તરફ, મધ્ય ઝોનની જવાબદારી ભરતસિંહ સોલંકીને સોંપાઈ છે. તો સાથે જ ધારાસભ્યોને લઈને કોંગ્રેસ રિસોર્ટ મીટિંગનો દોર ફરી શરૂ કર્યો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના પ્રસિદ્ધ મંદિરો ખોલવાને લઈને મંદિર ટ્રસ્ટો દ્વારા કરાઈ આ જાહેરાત


રાજ્યસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ ચિંતિત બન્યું છે. પોતાના ધારાસભ્યોને રિસોર્ટમાં ભેગા કરી રહી છે. મધ્ય ગુજરાતના કોંગ્રેસના 15 થી વધુ ધારાસભ્યો ઉમેટાના એરિસ ફાર્મમાં ભેગા કરાયા છે. અહીં કોંગ્રેસના મધ્ય ઝોનના ધારાસભ્યોની મીટિંગ ચાલુ કરાઈ છે. મધ્ય ઝોનના તમામ ધારાસભ્યો ગઈકાલથી જ રિસોર્ટમાં છે. 8 ધારાસભ્યો સિવાય અન્ય ધારાસભ્યો ન તૂટે તે પ્રયાસમાં કોંગ્રેસ વ્યસ્ત બની છે. 


રાજ્યસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા અને કોંગ્રેસ તૂટી, 8 ધારાસભ્યોના રાજીનામા


બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્યોની પણ આજે મીટિંગ થશે. અંબાજી ખાતે 10 વાગ્યા બાદ મીટિંગ યોજાશે. નેતા સિદ્ધાર્થ પટેલના અધ્યક્ષસ્થાને ધારાસભ્યો સાથે મીટિંગ યોજાશે. આ મીટિંગ બાદ ધારાસભ્યોએ કઈ જગ્યાએ રહેવું તે નક્કી થશે. તો બીજી તરફ, સૌરાષ્ટ્રના ધારાસભ્યોની પણ ઝોનવાઈઝ બેઠકોનો દોર શરૂ કરાયો છે.


કોંગ્રેસને સતત બીજા દિવસે ફટકો, ત્રીજા ધારાસભ્યએ રાજીનામું આપ્યું


ઉલ્લેખનીય છે કે, બે મહિના પહેલા રાજ્યસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા હતા ત્યારે પણ કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને બચાવવા જયપુરના રિસોર્ટમાં રાખ્યા હતા. કોરોના વાયરસના કહેર શરૂ થયો ત્યારે ધારાસભ્યો જયપુરમાં હતા, જેઓના બાદમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને ગુજરાત લાવવામાં આવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર