ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીનો કહેર ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ત્યારે દરરોજ કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસની સંખ્યા 1 હજારની આસપાસ પહોંચી ગઈ છે. તો બીજી તરફ મોતનો આંકડો પણ સતત ઘટી રહ્યો છે અને સાજા થતા દર્દીઓની સંખ્યામાં બમણો વધારો થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,120 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 3,398 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 7,82,374 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 96.07 ટકાએ પહોંચ્યો હતો. 


આ પણ વાંચો:- સમગ્ર દેશમાં વર્ષ 2020-21 માં આરોગ્ય ક્ષેત્રે ગુજરાત પ્રથમ નંબરે: નીતિન પટેલ


રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 22,110 એક્ટિવ દર્દી છે, જે પૈકી 412 લોકો વેન્ટિલેટર પર છે અને 21,698 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 7,82,374 લોકો ડિસ્ચાર્જ થયા છે. 9,906 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 અને જામનગર કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.


આ પણ વાંચો:- રાજ્યના ઐતિહાસિક પાંચ સ્મારકોમાં રિસ્ટોરેશનના કામોની મુખ્યમંત્રીએ આપી મંજૂરી, જાણો કેટલો થશે ખર્ચ


આ ઉપરાંત વડોદરામાં 1, સુરતમાં 2, ખેડામાં 1, ભાવનગરમાં 1, સાબરકાંઠામાં 1, જામનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1 અને નર્મદામાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 16 દર્દીઓના મોત થયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube