બાબા બાગેશ્વરના આગમન પહેલા વિજય રૂપાણીનું મોટું નિવેદન, રાજકોટમાં કહી આ વાત
baba bageshwar in gujarat : આજથી ગુજરાતના પ્રવાસે બાગેશ્વર બાબા... આજે અમદાવાદમાં ચાલતી દેવકીનંદનની કથામાં આપશે હાજરી... 10 દિવસમાં 5 શહેરોમાં ભરાશે બાબાનો દિવ્ય દરબાર...
Rajkot News : ગુજરાતમાં દસ દિવસ બાબા બાગેશ્વરનો દરબાર લાગશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત પાંચ શહેરોમાં બાબાનો દરબાર લાગશે. ત્યારે આજે બાબા બાગેશ્વર સવારે અમદાવાદ આવી પહોંચશે. બાબાના આગમન પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું બાબા અંગે મોટુ નિવેદન સામે આવ્યું છે. વિજય રૂપાણીએ દિવ્ય દરબારનાં કાર્યાલયની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારને અભૂતપૂર્વ સફળતા મળશે.
પૂર્વ CM વિજય રૂપાણી નું હવે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે વિજય રૂપાણીએ કહ્યું કે, હું અને ભાજપ સ્પષ્ટ માનીએ છીએ કોઈ પણ સંતનો કાર્યક્રમમાં ભાગ લઈએ છીએ. તો ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે તેમણે કહ્યું કે, બાબા હનુમાનજીનાં ઉપાસક છે. તેમનો દિવ્ય દરબાર યોજવામાં આવી રહ્યો છે જે ખૂબ જ સફળ થાય અને તેઓ આગળ વધે તે માટે અમે સાથે છીએ. ગઈકાલે મિટિંગ હતી તેના માટે અમે જોડાયા હતા. સનાતન ધર્મ માટે અમે હંમેશા બાબા અને સનાતની સાથે છીએ.
ધોરણ-10ના પરિણામમાં સુરતીઓએ બાજી મારી, જુડવા ભાઈઓનું પરિણામ પણ એકસરખું
તેમણે વધુમાં કહ્યું કે, બાબા ધર્મ અને સંસ્કૃતિની વાત કરે છે. કોઈ ચમત્કારની વાત કરે છે, કોઈ પોતાનું દુઃખ લઈને આવે તે તેની શ્રદ્ધાનો વિષય છે. અમારું કહેવું છે કે ધર્મ એ શ્રદ્ધાનો વિષય છે. અમે સનાતન ધર્મ સાથે છીએ. કોંગ્રેસ લઘુમતીનાં મત મેળવવા હંમેશા તુષ્ટીકરણ કરે છે. એ લોકોને યાદ જ છે. લઘુમતીઓના મત મેળવવા માટે હંમેશા કોંગ્રેસ હિન્દુઓ અને હિન્દુ સંકૃતિનો વિરોધ કરતી આવી છે.
બાગેશ્વર બાબાનો આજથી ગુજરાતમાં દરબાર ભરાશે, આવું છે પ્રવચનનું 10 દિવસનું શિડ્યુલ
તો આયોજન સમિતિના સદસ્ય યોગીનભાઈ છનિયારાએ જણાવ્યું છે કે, રાજકોટની પાવન ધરતી ઉપર રેસકોર્સ મેદાનમાં આગામી 1 જૂન અને 2 જૂનના રોજ બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટમાં સનાતન હિન્દુ ધર્મના પ્રચાર અર્થે આવી રહ્યા છે. તેઓએ જણાવ્યું છે કે, પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વર્તમાનમાં તેમની આધ્યાત્મિક આભાથી લોકોના જીવનની સમસ્યાનું સમાધાન કરવા બાબતે ખૂબ જ દેશ–વિદેશમાં લોકપ્રિય થયા છે, સાથે જ તેઓ સનાતન ધર્મની પુન:સ્થાપના અને હિન્દુ રાષ્ટ્ર્ર વિશે પણ ખુલીને પોતાની વાત ખૂબ જ સ્પષ્ટ્તાપૂર્વક મુકી રહ્યા છે. જેના કારણે તેઓ આજની યુવા પેઢીમા પણ અતિ લોકપ્રિય બન્યા છે. જ્યાં પણ તેમના દિવ્ય લોકદરબારો લાગે છે ત્યા લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. રાજકોટમાં પણ સનાતન હિન્દૂ ધર્મ પ્રેમી જનતા ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડશે તેવી ધારણા રાખવામાં આવી રહી છે.
પાટીદારોએ બંધ કરી ‘કવર’ પ્રથા : આટલા પ્રસંગોમાં હવે નહિ થાય રૂપિયાનો વહેવાર