બાગેશ્વર બાબાનો આજથી ગુજરાતમાં દરબાર ભરાશે, આવું છે તેમના પ્રવચનનું 10 દિવસનું શિડ્યુલ

Baba Bageshwar : આજથી 10 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે બાગેશ્વર સરકાર,,, રાજ્યનાં 5 શહેરોમાં ભરાશે બાબાનો દરબાર,,, આજે સાંજે અમદાવાદના નારોલમાં શિવકથામાં હાજરી આપશે બાબા બાગેશ્વર,,,
 

બાગેશ્વર બાબાનો આજથી ગુજરાતમાં દરબાર ભરાશે, આવું છે તેમના પ્રવચનનું 10 દિવસનું શિડ્યુલ

Dhirendra Shashtri : સમગ્ર દેશમાં ચર્ચા જગાવનારા બાગેશ્વર બાબા આજથી 10 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે રાજ્યનાં પાંચ શહેરોમાં તેમના દિવ્ય દરબારની તડામાર તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચૂકી છે. આજે બાગેશ્વર સરકાર સવારે 11 વાગ્યે જાણીતા કથાકાર દેવકીનંદન ઠાકુર સાથે મુલાકાત કરશે. અમદાવાદના વટવામાં દેવકીનંદન મહારાજની શિવપુરાણ કથા ચાલી રહી છે ત્યારે આજે બપોરે 3 વાગ્યે બાબા બાગેશ્વર મહારાજ શિવપુરાણ કથામાં જોડાશે. વટવા સ્થિત કથા મંડપમાં બપોરે 4થી 6.30 કલાક સુધી ધીરેન્દ્ર શાસ્ત્રી  પ્રવચન પણ કરવાના છે. 

ધીરેન્દ્ર શાસ્ત્રીના વિવિધ કાર્યક્રમોની શરૂઆત અમદાવાદથી જ થશે. ધીરેન્દ્ર શાસ્ત્રી આજે 11 વાગ્યે દેવકીનંદના બાપુ સાથે મુલાકાત કરશે. વટવામાં અત્યારે દેવકિનંદબ બાપુની શિવપુરાણ કથા ચાલી રહી છે. ત્યારે દેવકિનંદન બાપુ સાથે મુલાકાત બાદ 3 વાગે શિવપુરાણ કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રી જોડાશે. તેના બાદમાં 4 વાગ્યાથી સાંજે 6.30 વાગ્યા સુધી બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનુ પ્રવચન ચાલશે. જેના માટે આતુરતાથી રાહ જોવાઈ રહી છે. 

અમદાવાદના કાર્યક્રમનું શિડ્યુલ
આજે 11.00 કલાકે અમદાવાદ એરપોર્ટ પર બાબા બાગેશ્વનું આગમન થશે. તેના બાદ બાય રોડ અમદાવાદ એરપોર્ટથી ગેલેક્સી નરોડા પાટીયા, ઠક્કર નગર, વિરાટ નગર, સોનીની ચાલ, રાજેન્દ્ર પાર્ક થી તેજેન્દ્ર જુંગીભાઈ ચૌહાણના નિવાસ સ્થાને પહોંચશે. અહીં અમરાઈવાડી ખાતે જમણવાર કરશે. તેના બાદ હાટકેશ્વર, સીટીએમ, ઘોડાસર થઈ મંથન ગ્રીન્સ બંગ્લોઝ જશે. ત્યાંથી 3.00 કલાકે કથા સ્થળ શ્રીરામ મેદાન ખાતે પ્રવચનક રશે. ત્યાથી અમદાવાદ એરપોર્ટ જવા પ્રસ્થાન કરશે. 

અમદાવાદમાં યોજાનારા બાગેશ્વર સરકારના દરબાર માટે આયોજકોએ 5 પાનાની આમંત્રણ પત્રિકા તૈયાર કરાવી છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે સીઆર પાટીલનું નામ છે. જ્યારે અતિથિ વિશેષ તરીકે ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ, મંત્રી મુકેશ પટેલ અને સાંસદ કિરીટ સોલંકી સહિતના અગ્રણીઓના નામ છે. 

હાઈકોર્ટમાં બાબા વિરુદ્ધ અરજી 
ગુજરાતમાં બાગેશ્વર બાબાના કાર્યક્રમને રોકવા હાઈકોર્ટમાં અરજી કરાઈ છે. એક અરજદારે કાયદો વ્યવસ્થાની સ્થિતિની જાળવણીનો હવાલો આપીને ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને મંજૂરી ન આપવા હાઈકોર્ટને અપીલ કરી છે. જો કે હાઈકોર્ટે આ કેસમાં તાત્કાલિક સુનાવણીનો ઈન્કાર કર્યો છે. જો કે વિરોધની ચિંતા ન તો બાગેશ્વર બાબાને છે, કે ન તો તેમના કાર્યક્રમના આયોજનો. ગુજરાતમાં ચાર શહેરોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગાંધીનગરના ઝુંડાલમાં પણ 28મીએ ગુરુ વંદના મંચ બાગેશ્વર બાબાના દરબારનું આયોજન કરી રહી છે. જેના માટે અહીંના રાઘવ ફાર્મમાં તૈયારીઓ કરાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news