હિતલ પારેખ, ગાંધીનગર: મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી (Vijay Rupani) ના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન ભાઈ પટેલ (Nitin Patel) ની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં અનલોક-3 (Unlock-3) સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઈડ લાઇન્સના અનુસંધાને ગુજરાત માટે કેટલાક મહત્વપૂર્ણ  નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠક માં લેવાયેલા નિર્ણયો અનુસાર મુખ્યમંત્રી શ્રી એ રાજ્યમાં 1 ઓગસ્ટ થી રાત્રી ક્રફ્યુમાંથી  સંપૂર્ણપણે  મુક્તિ આપવાની જાહેરાત કરી છે.રાજ્યમાં દુકાનો  8 વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.કેન્દ્ર સરકાર ની માર્ગદર્શિકા અને એસઓપી મુજબ રાજ્યમાં જીમ અને યોગ સેન્ટર 5મી ઓગસ્ટ થી ખોલી  શકાશે. આ સિવાયની અન્ય બાબતો માટે કેન્દ્ર સરકારની પ્રવર્તમાન ગાઈડ લાઇન્સને રાજ્ય સરકાર અનુસરશે એમ પણ બેઠકમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મંત્રી શ્રી કૌશિક ભાઈ પટેલ, મંત્રી શ્રી સૌરભ ભાઈ પટેલ રાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા  મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ ગૃહના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ તેમજ મુખ્ય મંત્રીના અગ્ર સચિવ મનોજ કુમાર દાસ વગેરે જોડાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીના સંસદીય ક્ષેત્રના વિકાસ મોડલને ગૃહમંત્રી પોતાના સંસદીય ક્ષેત્રમાં અપનાવશે, જાણો વિગતો


ગાઈડલાઈન્સ અંગે નાયબ મુખ્યમંત્રીનું નિવેદન 
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે  કહ્યું કે ભારત સરકારના માર્ગદર્શન પ્રમાણે જ ગાઈડલાઈન ગુજરાત સરકારે અમલમામં મૂકી છે. જેનો પહેલી ઓગસ્ટથી અમલ થશે. હોટલ માટે નવ વાગે હોટલ બંધ થતી હતી જે હવે 10 વાગ્યે કરવામાં આવી છે. જેથી કરીને હવે હોટલ 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. 


તેમણે કહ્યું કે બજારો અને દુકાનો, ઓફિસો આઠ વાગ્યા સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે જે પૂરતો સમય છે. એટલે કે આઠ વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી અપાઈ છે. જેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 


યોગ અને જીમ સેન્ટર તરફથી માગણી આવતી હતી એટલે તેમને હવે મુક્તિ આપી છે. 5મી ઓગસ્ટથી તે કેન્દ્ર સરકારના નીતિ નિયમો મુજબ શરૂ થઈ શકશે. બાકી બધુ યથાવત રહેશે. ભારત સરકારની ગાઈડ લાઈન છે એ પ્રમાણે જ રહેશે. 


નીતિન પટેલે કહ્યું કે રાત્રિ કરફ્યૂ સંપૂર્ણપણે ઉપાડી લેવાયો છે એટલે કે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે નીકળતા હતાં તેમને હવે કોઈ મુશ્કેલી પડશે નહીં. રોજગારીને પણ સરકારે ધ્યાનમાં લીધી છે. કોઈ પણ સંસ્થા કે વેપારી સંસ્થાના આ નિયમોનો ભંગ કરશે તો તેનું લાઈસન્સ રદ કરવા સુધીના પગલાં લેવાશે. 


ટેસ્ટિંગ અંગે આપ્યું નિવેદન
કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલ દ્વારા ગુજરાતમાં ટેસ્ટિંગ વધારવા માટે પત્ર લખવામાં આવ્યો છે તેના પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું કે શરૂઆતમાં ગુજરાતમાં 4000 5000 જેટલા સેમ્પલ લેતા હતા. ભારત સરકાર સાથેની સંકલનની પદ્ધતિ દ્વારા ગુજરાતમાં હવે મોટા પ્રમાણમાં સેમ્પલ લેવામાં આવે છેહવે આંકડો મોટો થઈ ગયો છે 23 હજાર જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમ જેમ સુવિધા વચ્ચે જરૂર જણાય ત્યારે સેમ્પલ વધારવામાં આવે છે. સેમ્પલ લેવાની સંખ્યા પર કોઈ નિયંત્રણ કે મર્યાદા નથી ભારત સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે જ કામગીરી કરવામાં આવી રહી છે. 


કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઈડલાઈન
અત્રે જણાવવાનું કે ગઈ કાલે એટલે બુધવારે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-3ની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી. જે મુજબ અનેક છૂટછાટ વધારાઈ છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશોમાં 5 ઓગસ્ટથી જીમ ખોલવાની પરવાનગી આપી છે. સાથે જ સરકારે નાઇટ કર્ફ્યૂંને હટાવી દીધો છે. મેટ્રો, રેલ અને સિનેમાઘર પર પાબંધી યથાવત રહેશે. 


સુરત: કોરોનામાં મંદીના કારણે આર્થિક સંકડામણ, મુંબઈના વેપારીએ 12 કરોડનું ઉઠમણું કર્યું


સરકારે કહ્યું કે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ સોશિયલ ડિસ્ટેંસિંગ સાથે યોજવામાં આવશે. આ ઉપરાંત અન્ય સ્વાસ્થ્ય પ્રોટોકોલનું પાલન કરવું પડશે. જેમ કે માસ્ક પહેરવું. 


ગૃહ મંત્રાલયે જણાવ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે વ્યાપક ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે સ્કૂલ કોલેજ અને કોંચિંગ સંસ્થા 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે. વંદે ભારત મિશન હેઠળ સીમિત સંખ્યામાં આંતરરાષ્ટ્રીય હવાઇ યાત્રાને પરવાનગી આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ઉડાનોને લઇને સરકાર પછી નિર્ણય લેશે. 


હોસ્પિટલની ગંભીર બેદરકારી, કોરોના દર્દીને ઓક્સિજન માસ્ક પહેરાવ્યો પણ ઓક્સિજન સપ્લાય જ નહીં


કન્ટેઈન્મેન્ટ ઝોનમાં 31 ઓગસ્ટ સુધી લોકડાઉનનું કડકાઇપૂર્વક લાગૂ કરવાનું યથાવત રહેશે. નિર્માણ ગતિવિધિઓ ચાલશે પરંતુ સામાજિક અંતર અને માસ્કનું પાલન કરવું પડશે. આ ગાઇડલાઇન્સ તમામ જિલ્લા કલેક્ટરો અને રાજ્ય સરકારોની વેબસાઇટો પર જાહેર કરવામાં આવશે. 


મેટ્રો રેલ, સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ, થિયેટર, બાર, ઓડિટોરિયમ, એસેંબલી હોય પહેલાંની માફક બંધ રહેશે. સરકારે જે છૂટ આપી છે તે કંન્ટેનમેંટ ઝોનથી બહાર માટે આપી છે. કન્ટેનમેંટ ઝોનમાં પાબંધી યથાવત રહેશે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube