ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાત સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GST કલેક્શનનો રેકોર્ડ બનાવ્યો છે. GSTથી ગુજરાતને કરોડો રૂપિયાની આવક થવાથી સરકારી ખજાનો ભરાઈ ગયો છે. વર્ષ 2023-24ના પ્રથમ માસમાં રેકોર્ડ બ્રેક વધારો નોંધાયો છે. ગુજરાતમાં એપ્રિલ 2023માં કુલ 9,503 કરોડની આવક થઈ છે. એપ્રિલ 2023માં GST પેટે 6499 કરોડની આવક થઈ છે, જ્યારે એપ્રિલ 2023માં વેટ પેટે 3004 કરોડની આવક મળી છે. ગુજરાતને GSTના અમલીકરણ બાદ સૌથી વધુ આવક નોંધાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ દિવસ બાદ સક્રિય થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ, આ વિસ્તારોમાં મેઘો તાંડવ કરશે


જીએસટી અને વેટે પેટે ગુજરાત સરકારને કરોડોની આવક થઈ હોવાની માહિતી મળી છે. નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ માસમાં રેકોર્ડ બ્રેક વધારો નોંધાયો છે. એપ્રિલ 2023માં કુલ 9503 કરોડની આવક નોંધાઈ છે. જીએસટીના અમલી કરણ બાદ સૌથી વધારે માસિક આવક એપ્રિલ 2023માં નોંધાઇ છે. એપ્રિલ 2023માં જીએસટી પેટે 6499 કરોડની આવક સરકારની તિજોરીમાં ભેગી થઈ છે. એપ્રિલ 2023માં વેટ પેટે 3004 કરોડની આવક રળી છે.


ગુજરાતમાં કોરોના કેસના આંકડામાં તોતિંગ ઘટાડો, જાણો તમારા શહેર-જિલ્લામાં કેટલા છે કેસ


તમને જણાવી દઈએ કે, એપ્રિલ 2022ની 7924 કરોડ સામે એપ્રિલ 2023ની આવક 20 ટકા વધી હોવાનું સામે આવ્યું છે. માર્ચ 2023ની 8146 કરોડ સામે 17 ટકા વધી છે. નાણાકીય વર્ષ 2022-23માં રાજ્યને જીએસટી પેટે 103855 કરોડની આવક થઇ હતી. મહત્વનું છે કે, એપ્રિલ 2022ની 7924 કરોડ સામે એપ્રિલ 2023ની આવક 20 ટકા વધી છે. તો માર્ચ 2023ની 8146 કરોડ સામે 17 ટકા આવક વધી. જેમાં નાણીકીય વર્ષ 2022-23માં રાજ્યને જીએસટી પેટે 1 લાખ 3 હજાર 855 કરોડની આવક થઇ હતી.


મહેસાણાની યુવતીની હત્યામાં મોટો ખુલાસો; મોબાઈલથી ઉકેલાયો ભેદ, આટલી ક્રુરતાથી હત્યા..


એપ્રિલ 2023માં જીએસટી કલેક્શનના આંકડાએ ઈતિહાસ રચ્યો છે. GST કલેક્શનના આંકડા સામે આવ્યા છે, જે મુજબ એપ્રિલમાં GST કલેક્શન 1.87 લાખ કરોડ રૂપિયા થયું છે, જે અત્યાર સુધીનો એક ઐતિહાસિક રેકોર્ડ છે. માર્ચ 2023માં દેશનું GST કલેક્શન 1,60,122 કરોડ રૂપિયા હતું. ગયા વર્ષે એપ્રિલ 2022માં GST કલેક્શન 1,67,540 કરોડ રૂપિયા હતું. એટલે કે ગયા એપ્રિલની સરખામણીમાં આ એપ્રિલમાં જીએસટી કલેક્શનમાં રૂ. 19,495 કરોડ વધુ જીએસટી એકત્ર થયો છે.


ગુજરાતમાં કયા કારણોસર કાળા જાંબુ બજારમાં સીઝન કરતા વહેલા જોવા મળ્યો! આ છે હકીકત


GST કલેક્શનનો ડેટા જાહેર કરતાં નાણાં મંત્રાલયે કહ્યું કે એપ્રિલ 2023માં GST કલેક્શન ગયા વર્ષના એપ્રિલ મહિનાની સરખામણીએ 12 ટકા વધુ છે. 20 એપ્રિલ, 2023ના રોજ એક દિવસમાં 9.8 લાખ ટ્રાન્ઝેક્શન થયા હતા, જેમાં એક જ દિવસમાં 68,228 કરોડ રૂપિયાનો જીએસટી એકત્ર કરવામાં આવ્યો હતો. અગાઉ, એક દિવસમાં ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ ગયા વર્ષે 20 એપ્રિલ, 2022 ના રોજ હતો, જ્યારે એક દિવસમાં 9.6 લાખ ટ્રાન્ઝેક્શન થયા હતા, જેમાં 57,846 કરોડ GST રિકવરી જોવા મળી હતી.


આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા સાથે પડશે વરસાદ


ડેટા અનુસાર, એપ્રિલમાં કુલ 1,87,035 કરોડના GST કલેક્શનમાં CGST કલેક્શન રૂ. 38,440 કરોડ, SGST કલેક્શન રૂ. 47,412 કરોડ, IGST રૂ. 89,158 કરોડ અને સેસ તરીકે રૂ. 12.025 કરોડની વસૂલાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેકોર્ડ જીએસટી કલેક્શન પર ટ્વીટ કર્યું કે ભારતીય અર્થતંત્ર માટે આ ખૂબ જ મોટા સમાચાર છે. નીચા કર દર હોવા છતાં, ઓછો ટેક્સ રેટ હોવાછતાં ટેક્સ કલેક્શનમાં કહેવામાં આવ્યું રહ્યું છે કે જીએસટી કેવી રીતે ઇંટીગ્રેશન અને અનુપાલનમાં સફળ રહ્યા છે. 


માવતર કમાવતાર થયા...! અંધશ્રદ્ધાળુ જન્મદાતા જ હેવાન બની માસુમ પુત્રીના હત્યારા બન્યા


જો કે, આ પહેલીવાર છે જ્યારે GST કલેક્શન રૂ. 1.75 લાખ કરોડને વટાવી ગયું છે. માર્ચ 2023માં 9 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા જ્યારે ફેબ્રુઆરીમાં 8.1 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા. જો આપણે એપ્રિલ મહિનામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની આવક પર નજર કરીએ તો, નિયમિત સેટલમેન્ટ પછી કેન્દ્રની આવક રૂ. 84,304 કરોડની સીજીએસટી રહી છે, જ્યારે રાજ્યો માટે એસજીએસટી રૂ. 85,371 કરોડ છે.


અ'વાદમાં તેજસ્વી યાદવની મુશ્કેલી વધી, અરજદારે કહ્યું; 'આ અખંડ દેશ શું ખંડિત કરવો છે'