Loksabha Election 2024: ગુજરાતમાં 26માંથી 22 સાંસદોના નામ જાહેર થઈ ગયા અને 4 બેઠકો પર કોંકડું ગૂચવાયું છે. હજુ પણ કેટલાક ઉમેદવારો રીપિટ ના થાય તેવી સંભાવના વચ્ચે ભાજપે 26માંથી 10 સાંસદોના પત્તાં કાપી દીધા છે. ગુજરાતમાં 26માંથી 26 બેઠકો ભાજપ પાસે હોવા છતાં ભાજપે કદાવર નેતાઓના પત્તા કાપી નવા ઉમેદવારો જાહેર કર્યા છે. જેઓના માથે હવે 5 લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં 4 સીટો પર ભાજપનું કોકડું ગૂચવાયું, જાણી લો કોણ છે સાંસદ અને શું છે કારણો


ગુજરાતમાં ભાજપે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશને પણ બાકાત રાખ્યા નથી. ભાજપે નેતાઓને ઝટકા પર ઝટકા આપ્યા છે. જેઓના નામ કપાય તેવી સંભાવના હતી તેવા ભાજપના નેતાઓ બચી ગયા છે. ભાજપે 22માંથી  પૈકી 10 બેઠકો પર સાંસદના પત્તા કાપ્યા છે. અમરેલી, જૂનાગઢ, મહેસાણા અને  સુરેંદ્રનગર બેઠક પર હજુ ઉમેદવારના નામ પર સસ્પેંસ છે. 


Election 2024: ગુજરાતમાં 5 સાંસદોનો પત્તા કપાયા, બે રિપીટ, ભાજપની બીજી યાદી જાહેર


  • સુરતના સાંસદ દર્શના જરદોશ

  • સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ

  • ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ

  • છોટા ઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા

  • વલસાડના સાંસદ કે.સી. પટેલ

  • અમદાવાદ પશ્ચિમમાં ડૉ. કિરીટ સોલંકી

  • પંચમહાલથી રતનસિંહ રાઠોડ

  • પોરબંદરથી રમેશ ધડુક

  • બનાસકાંઠાથી પરબત પટેલ

  • રાજકોટથી મોહન કુંડારિયા


ભાજપે બીજી યાદીમાં જાહેર કર્યાં 72 ઉમેદવાર, નીતિન ગડકરી, મનોહરલાલ ખટ્ટર લડશે ચૂંટણી


ભાજપે આજે જાહેર કરેલી યાદીમાં સાબરકાંઠા, ભાવનગર, છોટાઉદેપુરમાં  અને  સુરત, વલસાડના સાંસદની ટિકિટ કપાઇ છે. તો અમદાવાદ પૂર્વ અને વડોદરાના સાંસદને  રિપીટ કરવામાં આવ્યાં છે. દાદરાનગર હવેલીથી કલાબેન ડેલકરને  ટિકિટ આપી છે. અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને પણ રિપીટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં હવે માહોલ જામી રહ્યો છે. ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં22  ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ પ્રથમ યાદીમાં પાંચ બેઠકોમાં ફેરફાર કરીને નવા ચહેરાઓને તક આપી છે. 


ગુજરાતના સરકારી કર્મચારી અને અધિકારીઓ હવે જાહેર કરવી પડશે મિલકત, સરકારે કર્યો આદેશ


પાર્ટીની પ્રથમ યાદીમાં બે મહિલાઓને ટિકિટ મળી છે. નવા જાહેર થયેલા નામોમાં પણ ભાવનગર અને વડોદરાથી મહિલા ઉમેદવારની પસંદગી કરાઈ છે. આમ કુલ 22માંથી 4 મહિલા ઉમેદવારોના નામ જાહેર થયા છે. કોંગ્રેસે I.N.D.I.A એલાયન્સ હેઠળ આમ આદમી પાર્ટી (AAP)ને બે બેઠકો આપી છે. જેમાં ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે. પાર્ટીએ ભરૂચના ડેડિયાપાડાથી ધારાસભ્ય ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને ભાવનગર બેઠક પરથી ટિકિટ આપી છે. કોંગ્રેસે માત્ર સાત ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાવનગર બેઠક પર ભાજપે નિમુબેનને ટિકિટ આપી દરેકની ગણતરીઓ ઉંધી વાળી દીધી છે.


ગુજરાતના આ 11 ટાપુ પર જવા માટે લેવી પડશે પરમિશન, આવા છે સૌથી મોટા અપડેટ


રાજ્યની 26 બેઠકો માટે કુલ 31 ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે. કોંગ્રેસે સાત ઉમેદવારોમાંથી બે વર્તમાન ધારાસભ્યો ગેનીબેન ઠાકોર અને અનંત પટેલને ટિકિટ આપી છે. પોરબંદરથી લલિત વસોયા, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, બારડોલીથી સિદ્ઘાર્થ ચૌધરી, અમદાવાદ પશ્ચિમ ભરત મકવાણા અને કચ્છથી નિતિશ લાલનને ટિકીટ આપવામાં આવી છે. કોંગ્રેસે શુક્રવારે (8 માર્ચ) પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.


અંબાજીમાં શ્રદ્ધાળુઓ માટે સુવિધામાં વધુ એક વધારો, પાર્કિંગ માટે કરાઈ ખાસ સગવડ 


આજે ભાજપની યાદી જાહેર થતાં મોટાભાગના નામો ફાયનલ થઈ ગયા છે. હવે કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ જાય તો નવાઈ નહીં. ભાજપે વડોદરામાં રંજનબેનને રીપિટ કર્યા છે. સાંબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડનું પણ પત્તું કપાયું છે. ભાવનગરમાં ભાજપે ભારતીબેન શિયાળનું નામ કાપીને મહિલા ઉમેદવારને જ ટિકિટ આપી છે. છોટાઉદેપુરમાં ગીતાબેન રાઠવાનું નામ કપાયું છે.