Lok Sabha Election 2024: ગુજરાતમાં 5 સાંસદોનો પત્તા કપાયા, બે રિપીટ, ભાજપની બીજી યાદી જાહેર
ભારતીય જનતા પાર્ટી(BJP) આજે લોકસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર, અમદાવાદ પૂર્વમાંથી હસમુખ પટેલ, ભાવનગરમાં નિમુબેન બંભાણિયા, વડોદરામાં રંજનબેન ભટ્ટ, છોટા ઉદેપુરમાં જશુભાઈ રાઠવા, સુરતમાં મુકેશભાઈ દલાલ અને વલસાડમાં ધવલ પટેલને ટિકીટ આપવામાં આવી છે.
Trending Photos
Loksabha Election 2024: ભારતીય જનતા પાર્ટી(BJP) આજે લોકસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. બાકીના 4 બેઠકના નામ હજું બાકી છે. તમને જણાવી દઈએ કે, પ્રથમ યાદીમાં ભાજપે 15 બેઠક પર નામ જાહેર થયા હતા.
ગુજરાતના 7 ઉમેદવાર જાહેર
સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર, અમદાવાદ પૂર્વમાંથી હસમુખ પટેલ, ભાવનગરમાં નિમુબેન બંભાણિયા, વડોદરામાં રંજનબેન ભટ્ટ, છોટા ઉદેપુરમાં જશુભાઈ રાઠવા, સુરતમાં મુકેશભાઈ દલાલ અને વલસાડમાં ધવલ પટેલને ટિકીટ આપવામાં આવી છે.
ગુજરાતમાં કોણ છે રિપીટ ઉમેદવારો
અમદાવાદ ઇસ્ટથી હસમુખ પટેલ, વડોદરાથી રંજન ભટ્ટને રિપીટ
ભાજપે 5 સાંસદોના પત્તા કાપ્યા, બે રિપીટ
ઉલ્લેખનીય છે કે, ભાજપની બીજી યાદીને લઇને કેટલાક નામો પર પેચ ફસાયો હતો. પરંતુ સાંજ સુધીમાં બીજી યાદીમાં ભાજપે 5 સાંસદોના પત્તા કાપ્યા છે, જ્યારે બે રિપીટ કર્યા છે. બીજી બાજુ ગુજરાતમાં હવે મહેસાણા, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગરથી ઉમેદવારોની પસંદગીને લઈ અસમંજસની સ્થિતિ હજું પણ પ્રવર્તી છે.
ભાજપ પહેલી યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારની યાદી જાહેર કરી ચૂકી છે. ગુજરાત લોકસભાની સીટ માટે ભાજપ બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, સોમવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન આઠ રાજ્યોની લગભગ 99 બેઠકો માટે ચર્ચા કરવામાં આવી હતી.
દર્શના જરદોશનું પત્તું કપાયું
ભાજપે સમીસાંજે બીજી યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાતમાં સુરતના સાંસદ અને વર્તમાન કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની ટિકિટ કાપી મુકેશ દલાલને ટિકિટ આપી છે.
ભારતીબેન શિયાળનું પત્તું કપાયું
તેવી જ રીતે, ભાજપે ભાવનગરના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળને ટિકિટ આપી નથી. જી હા...તેમના સ્થાને ભાવનગરના પૂર્વ મેયર નિમુબેન બાંભણીયાને ટિકિટ અપાઇ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે