Ambalal Patel Weather Forecast: અડધા ઉપરનું ચોમાસુ પુરુ થઈ જવા આવ્યું પણ હજુ પણ લોકો વરસાદની રાહ જોઈ રહ્યાં છે, આ સ્થિતિ છે ગુજરાતની. જળસ્તર કે પાણીના સ્ટોકની વાત કરીએ તો એ મુજબ તો અત્યાર સુધીમાં ગુજરાતમાં સારો એવો સાર્વત્રિક વરસાદ થઈ ચુક્યો છે. પણ લોક અનુભવની વાત કરીએ તો લોકો વરસાદ વિના બફારા, તાપ અને ગરમીથી અકળાઈ રહ્યાં છે. આવી સ્થિતિમાં દરેકનો એક જ સવાલ છે ક્યારે આવશે વરસાદ? તો અમે તમારા માટે આ સવાલનો જવાબ લઈને આવ્યાં છીએ...જાણો જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદ અંગે શું આગાહી કરી....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, હજુ ચોમાસાની સિઝન પુરી નથી થઈ ગઈ. હજુ તો સારો એવો વરસાદ વરસવાનો બાકી છે. લોકો જે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યાં છે તેમની આતુરતાનો અંત હવે નજીક છે. નવા મહિનાથી એટલેકે, સપ્ટેમ્બર માસમાં વરસાદ ફરી ધોધમાર બેટિંગ કરશે. જોકે, લોકોએ વરસાદ માટે હજુ થોડા દિવસો સુધી રાહ જોવી પડશે.


અંબાલાલ પટેલે એવી પણ આગાહી કરી છેકે, ગુજરાતમાં સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં સારો વરસાદ થઈ શકે છે. દેશના કેટલાક ભાગોમાં 100% વરસાદ થઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં હલચલ થતાં ગુજરાતમાં સપ્ટેમ્બરમાં  સારો વરસાદ થઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે. દક્ષિણ મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. 10થી 14 સપ્ટેમ્બરના અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બનશે. આ બે સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે. મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ગુજરાતાના અલગ-અલગ વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે.


ગુજરાતમાં ક્યારે આવશે વરસાદ?
જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે, ઓગસ્ટ મહિનો ભલે કોરો ગયો પણ સપ્ટેમ્બર કોરો નહીં જાય. વરસાદની સિઝન પુરી નથી થઈ ગઈ, અભી પિક્ચક બાકી હૈ...આગામી સમયમાં દેશમાં સારો વરસાદ થઈ શકે છે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. 10-15 સપ્ટેમ્બર અરબ સાગરમાં લો પ્રેશર બનશે. સપ્ટેમ્બરમાં ચોમાસા જેવા વરસાદની સંભાવના છે. 4થી 10 સપ્ટેમ્બર ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે. 


ગુજરાતમાં ક્યાં પડી શકે છે વરસાદ?
ગુજરાતના પણ કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. પંચમહાલ, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે. તેમના કહેવા મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધી શકે છે. તેમના કહેવા મુજબ આ વરસાદનું વહન ઘણું સારું રહેશે. તેમણે સાથે સાથે એમ પણ કહ્યું કે દેશના પૂર્વના ભાગોની ખબર લઈ નાખે તેવું બની શકે છે. 


કોણ બની રહ્યું છે વરસાદ સામે વિલન?
હવામાન વિભાગની આગાહી મુજબ હાલ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. હજુ વરસાદ માટે થોડા દિવસનો સમય લાગશે. અલ નીનો ગુજરાતમાં વરસાદ માટે જાણે વિલન બની ગયું છે. કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી સારા વરસાદની હાલ શક્યતા નથી. જોકે, સપ્ટેમ્બરમાં વરસાદી માહોલની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.