Gujarat Universtiy defamation Case: ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ આગામી દિવસોમાં વધી શકે છે. આ કેસની પ્રથમ સુનાવણીમાં કેજરીવાલ અને સંજય સિંહને વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપવામાં આવી છે, હવે આ કેસની આગામી સુનાવણી 13 જુલાઈએ થશે. આજની સુનાવણીમાં પણ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ કોર્ટમાં હાજર ન રહેતા નારાજ કોર્ટે બંને આરોપીઓને 13 જુલાઈએ ફરજિયાત હાજર રહેવા ફરમાન કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઘા રહેજો! ગુજરાતના આ વિસ્તારો તરફ આવી રહી છે આફત, તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ


અમદાવાદની કોર્ટમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરાયેલ માનહાનિના કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વતી કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં તેમણે આ મામલે સુનાવણી દરમિયાન જરૂરી ન થાય ત્યાં સુધી હાજર રહેવાથી મુક્તિ માંગી હતી. એવું કહેવામાં આવ્યું છે કે સુનાવણી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી વતી તેમના વકીલ હાજર રહેશે. આ સાથે અરવિંદ કેજરીવાલ વતી દાખલ કરવામાં આવેલી અરજીમાં કેસ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો આપવાની માંગ કરવામાં આવી હતી. 


મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ, MSP માં કરાયો બંપર વધારો


ગુજરાત યુનિવર્સિટીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. યુનિવર્સિટીનું કહેવું છે કે જ્યારે પીએમ મોદીની ડિગ્રી વિવાદ પર ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય આવ્યો હતો. તો આ બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં એવી બાબતો હતી જેણે યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને કલંકિત કરી હતી.


વાવાઝોડાની ભયંકરતા વધે એમ અપાય છે ચેતવણી, આ ચેતવણી અપાઈ તો સીરિયસલી દોડજો


બીજી વખત સમન્સ જારી કરવામાં આવ્યું હતું
અમદાવાદની કોર્ટે બંને નેતાઓને ગુજરાત યુનિવર્સિટી સામે માનહાનિના કેસમાં સમન્સ મોકલ્યા હતા. છેલ્લી સુનાવણીમાં એવું બહાર આવ્યું હતું કે આ બંને નેતાઓને સમન્સ મળ્યા નથી. આ પછી કોર્ટે નવેસરથી સમન્સ જારી કર્યા હતા. જે ન્યાયાધીશે અગાઉ આ કેસમાં સમન્સ જારી કર્યા હતા. તેમની બદલી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં હવે નવા જજ આ મામલે સુનાવણી કરી રહ્યા છે. 


લોકસભા પહેલાં કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા ભાજપમાં જોડાશે, જાણો કોણે ખેલ પાડ્યો


આજની સુનવણીમાં અરવિંદ કેજરીવાલ અને સંજયસિંઘે કોર્ટમાં હાજર રહેવાનું હતું. પરંતુ તેઓ ઉપસ્થિત રહ્યા નહોતા, તેમના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી. તેમને જણાવ્યું હતું કે, કેસની ટ્રાયલ દરમિયાન જરૂર ન હોય ત્યાં સુધી તેમના અસીલને ઉપસ્થિતિમાંથી રાહત આપવામાં આવે. કારણ કે તેઓ એક રાજ્યના મુખ્યમંત્રી છે અને વ્યસ્ત રહે છે. આ ઉપરાંત કેજરીવાલના વકીલે સમગ્ર કેસના દસ્તાવેજો પણ ફરિયાદી પાસેથી મેળવવા માંગ કરી હતી.


WhatsApp Edit Feature Launch: મેસેજને કરી શકશો એડિટ, આ છે સૌથી સરળ ટ્રીક


કેજરીવાલના વકીલે કોર્ટમાંથી મુક્તિની અરજી કરી હતી. આ મામલે આગામી સુનાવણી 13 જુલાઈના રોજ થશે. કેસ આગળ ચાલે એ કેજરીવાલ અને તેમની લીગલ ટીમે આ કેસની તમામ પ્રમાણિત નકલો કોર્ટમાંથી માગી છે. 


સૌરાષ્ટ્રવાસીઓ સાવધાન! બિપોરજોય આ વિસ્તારોને ધમરોળશે, મેપમાં જુઓ ક્યાંથી પસાર થશે


કેજરીવાલ અને સંજય સિંહ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં આરોપી છે. આ બંને પર ગુજરાત હાઈકોર્ટના ચુકાદા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી પર યુનિવર્સિટી વિરુદ્ધ "વ્યંગાત્મક" બદનક્ષીભરી ટિપ્પણી કરવાનો આરોપ છે. આનાથી યુનિવર્સિટીની છબી ખરાબ થઈ છે. એટલા માટે બંને નેતાઓ સામે માનહાનિનો કેસ ચલાવવો જોઈએ.