WhatsApp Edit Feature Launch: મેસેજને કરી શકશો એડિટ, આ છે સૌથી સરળ ટ્રીક

WhatsApp Edit Message feature: અત્યાર સુધી યુઝર્સે એરર મેસેજ ડિલીટ કરીને ફરીથી ટાઇપ કરવો પડતો હતો. પરંતુ ખૂબ જ ટૂંક સમયમાં એડિટ કરી શકશો. એક નવું અપડેટ આવ્યું છે, જ્યાં કંપનીએ iPhone યુઝર્સ માટે એડિટ મેસેજ ફીચર રોલઆઉટ કર્યું છે.

WhatsApp Edit Feature Launch: મેસેજને કરી શકશો એડિટ, આ છે સૌથી સરળ ટ્રીક

How To Use WhatsApp Edit Message Feature: વોટ્સએપ પર ઘણા ધમાકેદાર ફીચર્સ આવવાના છે. કેટલાક ધીમે ધીમે રોલ આઉટ કરવામાં આવી રહ્યા છે. વોટ્સએપ પર એક એવું ફીચર છે, જે સૌથી વધુ લોકપ્રિય થઈ રહ્યું છે અને દરેક તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એ એડિટ મેસેજ ફીચર છે. આ સુવિધા યુઝરને 15 મિનિટની અંદર મેસેજ એડિટ કરવાનો વિકલ્પ આપશે. અત્યાર સુધી યુઝર્સે એરર મેસેજ ડિલીટ કરીને ફરીથી ટાઇપ કરવો પડતો હતો. પરંતુ ખૂબ જ ટૂંક સમયમાં એડિટ કરી શકાશે. એક નવું અપડેટ સામે આવ્યું છે, જ્યાં કંપનીએ iPhone યુઝર્સ માટે આ ફીચર રોલઆઉટ કર્યું છે.
WhatsApp Edit Feature Launch: मैसेज को कर सकेंगे एडिट, ये है सबसे आसान Trick
માઉન્ટ આબુ: જોવાલાયક બજેટ ફ્રેન્ડલી ૧૦ સ્થળો, ગુજરાતીઓ માટે છે મિની કાશ્મીર
ભારતના સૌથી રહસ્યમય સ્થળોમાં 1 છે ગુજરાતમાં,દિવસે જામે છે ભીડ રાતે જતાં ફફડે છે લોકો
ધીમી ધારના વરસાદમાં Girlfriend સાથે ફરવા જવાની છે બેસ્ટ જગ્યા, ફરવાનું નવું સરનામું

WhatsApp એ પોતાના નિવેદનમાં કહ્યું, 'અમે ખોટા મેસેજને સુધારવા માટે એક નવું ફીચર લાવ્યા છીએ અને ખૂબ જ ખુશ છીએ. તમારે ફક્ત મોકલેલા સંદેશને લાંબા સમય સુધી પ્રેસ કરવાનું છે અને ટોચ પરના મેનૂમાંથી 'સિલેક્ટ કરો' પસંદ કરવાનું છે.

WhatsApp પર કેવી રીતે એડિટ કરશો મેસેજ
- ખોટો મેસેજ પસંદ કરો અને એડિટ કરવા માટે મેસેજ પર ટેપ કરો. આ સંદેશ હાઇલાઇટ કરવામાં થશે અને સંબંધિત મેનુ દેખાશે.
- iOS પર, 'એડિટ' વિકલ્પ પર ટેપ કરવા માટે મેનૂ પર જાઓ.
- એન્ડ્રોઇડ પર, સ્ક્રીનના ઉપરના જમણા ખૂણે થ્રી-ડોટ મેનુ આઇકોન શોધો અને મેનુ ખોલવા માટે તેને ટેપ કરો.
- તમને ટેક્સ્ટ ફીલ્ડ પર નિર્દેશિત કરવામાં આવશે જ્યાં તમે પસંદ કરેલા મેસેજને એડિટ કરી શકો છો. ટેક્સ્ટ ફીલ્ડમાં તમે જે નવો સંદેશ મોકલવા માંગો છો તે લખો.
-  એકવાર તમે તમારા એડિટ મેસેજમાં જરૂરી ફેરફારો કરી લો, પછી ટેક્સ્ટ બોક્સની બાજુમાં લીલા ચેક માર્ક બટન પર ટેપ કરો. આ તમારો મેસેજ સુધરી જશે. 

તમને જણાવી દઇએ કે મેસેજ એડિટ થયા બાદ મેસેજની નીચે 'Edited' જોવા મળશે. તે સામેવાળાને પણ દેખાશે. વોટ્સઅપ પર યૂઝર્સને આશ્વસ્ત કરે છે કે વ્યગતિ મેસેજ, મીડિયા અને કોલ સમાન, મૂળ સંદેશ અને એડિટ બંને જ એન્ડ-ટૂ-એન્ડ એંક્રિપ્શન દ્વારા સુરક્ષિત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news