ઝી બ્યૂરો, અમદાવાદઃ વર્ષ 1947માં ભારતને આઝાદી મળી ત્યારે તે સમયે દેશમાં 565 રજવાડા હતા. અલગ અલગ શહેર અને વિસ્તારમાં રાજા, મહારાજા, નિઝામ અને નવાબો હતા. તેમના નિયમ-કાયદા અને કાનૂન પણ અલગ-અલગ હતા. ગુજરાતના વડોદરામાં આવું જ એક રજવાડૂં હતુ, જે દેશનું ત્રીજું સૌથી અમીર રજવાડું હતું. મહારાજા સયાજીરાવ ગાયકવાડના શાસન દરમિયાન બરોડાના રજવાડાએ તેનો શ્રેષ્ઠ સમય દેખ્યો હતો. સયાજીરાવ ગાયકવાડે ઘણી શૈક્ષણિક સંસ્થાઓનો પાયો નાંખ્યો. આમાં તેમની પત્ની અને મહારાણી ચીમનબાઈ દ્વિતીયે તેમને ખૂબ જ સારો સાથ આપ્યો. તેમણે પોતાની કિંમતી તિજોરી પણ દાનમાં આપી દીધી હતી. મહારાણી ચિમનાબાઈ અપાર સંપત્તિના માલિક હતા. તેમની પાસે સોના, ચાંદી, હીરા, મોતીના એકથી વધુ ઘરેણાં હતા. આ દાગીના રાખવા માટે રાણીએ તે દિવસોમાં લંડનથી ખાસ તિજોરી મંગાવી હતી. આ તિજોરીઓને રેટનર સેફ કંપનીએ બનાવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ


તેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન?


દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો


બાળકોને મોબાઈલ આપતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ


નિયમિત આ રીતે બનાવેલી રોટલી ખાશો તો અનેક ગંભીર બીમારીઓ રહેશે તમારાથી દૂર


ઘર, ઓફિસ, ઈમારત કે વાહનોમાં વારંવાર કેમ લાગે છે આગ? આગની ઘટનાઓ પાછળ આ એક જ કારણ છે!


લંડનની કંપનીએ ખાસ તિજોરી બનાવી હતી-
વર્ષ 1784માં સ્થપાયેલ રેટનર સેફ કંપની સમગ્ર વિશ્વમાં તેની સલામતી માટે પ્રખ્યાત છે અને હજુ પણ વિશ્વભરની તમામ નાણાકીય સંસ્થાઓ, બેંકો, સલામત ગૃહો માટે કિંમતી-ચીજ વસ્તુઓ અને પૈસાને સુરક્ષિત રાખવા તિજોરીઓનું ઉત્પાદન કરે છે. તે સમયે રાણીએ જે તિજોરી મંગાવી તેની વિશેષતા એ હતી કે ન તો ચોર તેને તોડી શકે અને ન તો તેને આગથી કોઈ નુકસાન પહોંચે. 


હવે પ્રાચીન હસ્તપ્રતો રાખવામાં આવી છે-
મહારાણી ચિમનાબાઈની વિશાળ તિજોરીઓ હવે સયાજીરાવ યુનિવર્સિટીમાં છે. આ તિજોરીઓમાં મૂલ્યવાન પ્રાચીન હસ્તપ્રતો રાખવામાં આવ્યા છે. મહારાજ સયાજીરાવે પોતે ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટને આ તિજોરીઓ ભેટમાં આપી હતી. ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ પ્રાચીન અને મૂલ્યવાન હસ્તપ્રતો પર સંશોધન અને સંરક્ષણનું કામ કરે છે.


આ પણ ખાસ વાંચોઃ


બાળકો પેદા કરો અને  2 પગાર, 3 લાખ રૂપિયાની ભેટ લો, ભારતમાં આ રાજ્યે જાહેર કર્યા ઈનામ


આ ડોસાની ભવિષ્યવાણી સાચી પડી તો દુનિયા થઈ જશે રમણભમણ! બાબા વેંગાનોય 'બાપ' છે આ ડોસો


શનિના કુંભરાશિ પ્રવેશ સાથે ત્રણ રાશિ પનોતીમાંથી મુક્ત અને પાંચ રાશિની પનોતી શરૂ થશે


સેનાની નોકરી છોડી બન્યો સિરીયલ કિલર! આ હેવાન ખાતો હતો બાળકોનું લીવર અને  હાર્ટ


આજે 30 વર્ષ પછી શનિ આ રાશિમાં પ્રવેશશે, કોનું ડૂબશે જહાંજ અને કોનું ઉડશે વિમાન?


મહારાજે રાણીની ખાસ તિજોરી કેમ દાનમાં આપી?
ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ વડોદરાના ડાયરેક્ટર ડૉ. શ્વેતા પ્રજાપતિએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મહારાજા સયાજીરાવ ગાયકવાડે વિચાર્યું કે આવી સારી સંસ્થા બની ગઇ છે, પરંતુ જે અમૂલ્ય અને મૂલ્યવાન હસ્તપ્રતો સાચવવામાં આવી રહ્યા છે તેનો નાશ કરવામાં કેવી રીતે અટકાવવામાં આવી શકે? તેમણે ઘણું વિચાર્યું અને પછી તેમની પત્ની મહારાણી ચીમનબાઈની અમૂલ્ય તિજોરીઓનું દાન કર્યું. તે સમયગાળા દરમિયાન મહારાજા સયાજીરાવે ગુજરાત સહિત દેશના તમામ ભાગોમાંથી પ્રાચીન અને અમૂલ્ય હસ્તપ્રતો એકત્રિત કરીને યુનિવર્સિટીમાં લઇ આવ્યા હતા. આમાંની ઘણી હસ્તપ્રતો એવી હતી કે તે લગભગ વિનાશના આરે હતી. આને સયાજીરાવ યુનિવર્સિટીમાં રાખવામાં આવ્યા હતા અને બાદમાં એક અલગ વિભાગ બનાવ્યો હતો જે પાછળથી ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે જાણીતો બન્યો છે.


આ પણ ખાસ વાંચોઃ


આ દેશના રાષ્ટ્રપતિના ઘરની બહાર થયું હતું 'નાટુ નાટુ' ગીતનું શૂટિંગ! હાલ શું હાલત છે?


હેમા માલિનીને આ એક્ટરે કેમ ઉપરાંઉપરી મારી હતી 20 થપ્પડ? જાણો કારણ


આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી!


Bipasha Basu Love Life: જ્હોનના એક ટ્વીટથી તૂટી ગયો હતો બિપાશાનો ભરોસો


Sofiya Ansari Bold Photos: સોફિયાના આ હોટ ફોટા જોવા સોશ્યિલ મીડિયા પર 'ટ્રાફિક જામ'


મહારાણી ચીમનબાઈ પરદા પ્રથાના વિરોધી હતા-
મહારાણી ચિમનાબાઈ તેમના સમય કરતાં આગળ વિચારતા હતા. તે પરદા પ્રણાલીના સખત વિરોધી હતા. તે પોતે પણ પડદા વગર રહેતા હતા. માહિતી અનુસાર, વર્ષ 1914માં રાણીએ ઘૂંઘટનો સંપૂર્ણ ત્યાગ કરી દીધો અને મહારાજા સાથે ઘૂંઘટ વિના સિંહાસન પર બેસવા લાગ્યા હતા. રાણીએ તમામ શૈક્ષણિક સંસ્થાઓને દત્તક લીધી હતી અને ત્યાં ભણતી છોકરીઓને અલગથી શિષ્યવૃત્તિ આપતા હતા.


મહારાજા સયાજીરાવ પોતાની પ્રજામાં માટે રહેતા હતા ચિંતિત-
મહારાજા સયાજીરાવના સમયમાં તેમના રજવાડાના લોકો ખુબ જ સુખી અને સમુદ્ધ હતા. મહારાજે ખેડૂતોથી લઈને ખેત મજૂરી કરતા લોકો સુધી વિચારતા હતા. ખેડૂતો સારી રીતે ખેતી કરે તે માટે તેમને અનેક તળાવો બંધાવ્યા છે. મહેસાણાના ખેરાલુમાં એક સરોવર તો તેમને તેમના મહારાણી ચિમના બાઇના નામથી બંધાવેલું છે. ખેડૂતો તેને ભરવા માટે વર્ષોથી સરકાર સામે આંદોલન કરી રહ્યા છે.  મહારાજ સયાજીરાવ સાહેબ પોતાની પ્રજાની સુખ-સમુદ્ધિ વધારવા માટે સરોવરો-શિક્ષણ સંસ્થાઓ બંધાવી પરંતુ વર્તમાન સમયના રાજકીય રાજાઓ નફરત ફેલાવીને સત્તા મેળવવાનું કામ કરી રહ્યાં છે અને સતત પ્રજાને લૂંટીને પોતાની તિજોરીઓ ભરી રહ્યાં છે, જ્યારે મહારાજ સયાજીરાવ ગાયકવાડે પોતાની સંપત્તિની સાથે-સાથે તિજોરીઓ પણ દાન કરી દીધી હતી.


આ પણ ખાસ વાંચોઃ


હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...


રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ


સેટ પર અંધારું થતાં જ હવસખોરે કર્યો હુમલો! ફાટેલાં કપડે રડતાં-રડતાં બહાર આવી હીરોઈન!


દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા


હે મા માતાજી! દયાબેનની આટલી ખરાબ હાલત : દીશા વાકાણીના આંખમાંથી આંસુ નથી સૂકાઈ રહ્યાં