બાળકોને મોબાઈલ આપતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ

Child Health Care Tips: રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના રિપોર્ટ અનુસાર 59.2 ટકા બાળકો મેસેજ માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. જેમાંથી માત્ર 10 ટકા બાળકો શૈક્ષણિક કામ માટે મોબાઇલનો ઉપયોગ કરે છે. 30.2 ટકા જેટલા બાળકો પાસે પોતાનો મોબાઇલ છે... 8 વર્ષથી 18 વર્ષ સુધીના 20 ટકા જેટલા બાળકો સુતા પહેલા બેડ પર મોબાઇલનો ઉપયોગ કરે છે.

બાળકોને મોબાઈલ આપતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ

Child Health Care Tips: બાળકોને મોબાઇલ આપવો જોઈએ કે નહીં? આપો છો તો જાણી લો આ મહત્વની ટિપ્સ. આજ કાલ નાના બાળકો માટે મોબાઇલ સામાન્ય વસ્તુ બની ગઇ છે. બાળકો કોઇ જીદ કરે તો પેરેન્ટ્સ હાથમાં મોબાઇલ પકડાવી દે છે. ખરેખર બાળકોને મોબાઇલ આપવો જોઇએ કે નહીં.? આ પ્રશ્નના જવાબમાં ક્યાંક માતા પિતાની જવાબદારી છુપાયેલી છે. 

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના રિપોર્ટ અનુસાર 59.2 ટકા બાળકો મેસેજ માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. જેમાંથી માત્ર 10 ટકા બાળકો શૈક્ષણિક કામ માટે મોબાઇલનો ઉપયોગ કરે છે. 30.2 ટકા જેટલા બાળકો પાસે પોતાનો મોબાઇલ છે... 8 વર્ષથી 18 વર્ષ સુધીના 20 ટકા જેટલા બાળકો સુતા પહેલા બેડ પર મોબાઇલનો ઉપયોગ કરે છે.

  • બાળકોને મોબાઇલ આપવો જોઇએ કે નહીં?
  • 59.2 ટકા બાળકો કરે છે મોબાઇલનો ઉપયોગ
  • મોબાઇલ આપવા માટે મર્યાદાઓ નક્કી કરવી જરૂરી
  • મોબાઇલમાં સ્ક્રિન લોક સેટ કરવાની જરૂર નથી! 

બાળકોને મોબાઇલ આપતા પહેલા માતા પિતાએ પોતાને સવાલ કરવો જોઇએ કે, શું ખરેખર બાળકને મોબાઇલની જરૂર છે ? જો બાળક શાળામાં જઇને જ અભ્યાસ કરે છે તો તેને મોબાઇલની કોઇ જરૂર નથી પરંતુ તે એક્સ્ટ્રા એક્ટિવિટી માટે શાળામાં રોકાઇ છે તો તેને મોબાઇલ આપી શકો છો. 

જો તમારું બાળક સમજદાર છે તો તમે તેને મોબાઇલ આપી શકો. પરંતુ કેટલીક મર્યાદાઓ પણ જરૂરી છે. જેમ કે, બાળક ઘરમાં કેટલા સમય સુધી મોબાઇલનો ઉપયોગ કરે છે. તેમાં પણ કયા ફિચરનો ક્યા ઉપયોગ કરવો તેના માટે નિયમ બનાવવો જોઇએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે, સોશિયલ મીડિયા અને વીડિયો ગેમ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી શકો છો. બાળકો માટે નિયમ બનાવવો જોઇએ કે, મોબાઇલના કોઇપણ ડિવાઇસમાં સ્ક્રિન લોક સેટ કરવાની જરૂર નથી. આ ઉપરાંત તેઓને સાયબર સુરક્ષા વિશે જાણકારી આપવી જોઇએ... સૌથી મહત્વની વાત એ છે કે, બાળકો માટે મોબાઇલની જરૂરિયાત લત ન બની જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news