Shani Gochar 2023: બાપરે...આજે 30 વર્ષ પછી શનિ આ રાશિમાં પ્રવેશશે, કોનું ડૂબશે જહાંજ અને કોનું ઉડશે વિમાન?

Shani Gochar 2023: શનિના આ રાશિ પરિવર્તનથી ધનુ રાશિના જાતકોને શનિની સાડાસાતીથી છૂટકારો મળશે. મકર રાશિના જાતકોને સાડાસાતીનો અંતિમ તબક્કો શરુ થશે. કુંભ રાશિના જાતકોને સાડાસાતીનો બીજો તબક્કો શરુ થશે. મીન રાશિના જાતકોને સાડાસાતીનો પ્રથમ તબક્કો શરુ થયો છે.

Shani Gochar 2023: બાપરે...આજે 30 વર્ષ પછી શનિ આ રાશિમાં પ્રવેશશે, કોનું ડૂબશે જહાંજ અને કોનું ઉડશે વિમાન?

Shani Transit 2023: શનિ એક એવો ગ્રહ છે, જે વ્યક્તિને જીવનમાં શિસ્તબદ્ધ રહેવાનું શીખવે છે અને ન્યાય પ્રિય બનાવે છે. એક કડક શિક્ષક જો આપણે કોઈ ભૂલ કરીએ તો પહેલા આપણને પ્રેમથી સમજાવે છે અને બાદમાં સજા આપે છે, તે જ રીતે શનિ પણ વ્યક્તિને અનુશાસનમાં રહેવાનું શીખવે છે અને તેમની કૃપાથી વ્યક્તિ મર્યાદામાં રહીને કામ કરવાનું પણ શીખે છે. શનિના આ રાશિ પરિવર્તનથી ધનુ રાશિના જાતકોને શનિની સાડાસાતીથી છૂટકારો મળશે. મકર રાશિના જાતકોને સાડાસાતીનો અંતિમ તબક્કો શરુ થશે. કુંભ રાશિના જાતકોને સાડાસાતીનો બીજો તબક્કો શરુ થશે. મીન રાશિના જાતકોને સાડાસાતીનો પ્રથમ તબક્કો શરુ થયો છે.

આજે જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના ગોચરમાં એક મોટું અને મહત્વપૂર્ણ પરિવર્તન થવા જઇ રહ્યું છે. શનિદેવ ()આજે પોતાની મકર રાશિમાંથી નીકળી પોતાની જ રાશિ અને મૂળત્રિકોણ રાશિ કુંભમાં ગોચર કરશે. આ પરિવર્તનની દરેક રાશિના જાતકો પર અલગ અલગ અસર પડશે. ખાસ કરીને સિંહ રાશિ, કન્યા રાશિ, તુલા રાશિ અને મકર રાશિના જાતકોને શુભ ફળ મળશે, જ્યારે કર્ક-વૃશ્ચિક-કુંભ રાશિના જાતકોને થોડી મહેનત કરાવશે. જાણો 12 રાશિ પર શું અસર થશે. તુલા રાશિ અને મિથુન રાશિના જાતકોને શનિની પનોતીમાંથી છૂટકારો મળશે અને વૃશ્ચિક-કર્ક રાશિ પર શનિની નાની પનોતી શરુ થશે.

જાણો શનિના ગોચરથી કઈ રાશિ પર શું પ્રભાવ પડશે?
મેષ રાશિ: તમારી રાશિથી અગિયારમાં સ્થાનમાં શનિ દેવ ગોચર કરશે, જે તમારા માટે શુભ બાબત છે. તમારી આવકમાં વધારો થઈ શકે છે. તમે ગયા વર્ષે કરેલા કર્મોનું ફળ આ વર્ષે તમને મળશે. તમારી તમામ ઈચ્છાઓ પૂરી થવાની છે. આત્મવિશ્વાસમાં વધારો થશે.

વૃષભ રાશિ: તમારી રાશિથી દસમાં સ્થાનમાં શનિદેવ ગોચર કરશે. દસમાં સ્થાનને કર્મનું સ્થાન, ધંધા નોકરીનું સ્થાન, પિતાનું સ્થાન ગણવામાં આવે છે. આ સ્થાનનું અધિપત્ય પણ શનિ દેવના હાથમાં છે, તેથી નોકરી ધંધા બાબતે તમને સફળતા મળશે. પિતા તરફથી કોઈ લાભ થવાના સંકેત છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. વેપારમાં કોઈ નવીન જગ્યા ખરીદશો. વિદેશ જવાના યોગો પણ બની રહ્યા છે. પારિવારિક ઝઘડા થઈ શકે છે.

મિથુન રાશિ: તમારી રાશિથી નવમાં સ્થાનમાં શનિદેવ ગોચર કરશે. આ સ્થાન ભાગ્ય સ્થાન છે, તમારું ભાગ્ય કેવું રહેશે તે આ સ્થાન પરથી જોઇ શકાશે. શનિના આ પરિવર્તનનું મુખ્ય પાસુ એ છે કે આજથી તમારી નાની પનોતી સમાપ્ત થાય છે. ગયા વર્ષમાં કરેલી મહેનત તમને આજે ફળ આપશે. જીવનમાં સફળતા મળશે. પિતા સાથેના સંબંધો સાચવવા જરુરી. આવકમાં વધારો થશે પણ સાથે એટલી જ મહેનત પણ કરવી પડશે.

કર્ક રાશિ: શનિદેવ તમારી રાશિથી આઠમાં સ્થાનમાં ગોચર કરશે. એવું સમજીલો કે આજથી તમારા કઠીન દિવસો શરુ થયા. નાની પનોતી શનિની શરુ થઈ છે. થોડો માનસિક થાક અનુભવશો. શનિદેવ ખૂબ જ મહેનત કરાવશે. અચાનક ધન પ્રાપ્તિના યોગ છે. જીવનમાં કોઈ મોટા પરિવર્તનના યોગો બની રહ્યા છે. વિદ્યાર્થીમિત્રોને અભ્યાસમાં ખૂબ મહેનત કરવી પડશ.

સિંહ રાશિ: તમારી રાશિથી સાતમાં સ્થાનમાં શનિદેવ ગોચર કરશે. આ ભાવ લગ્નજીવન તેમજ ધંધામાં પાર્ટનરશિપ સૂચવે છે. ધંધામાં તમારે કોઈ પાર્ટનરશિપ હોય તો તેના સાથે સંબંધો બગડી શકે છે. દરેક વ્યવહારો ચોખવટ પૂર્વક કરવા. જીવનસાથી સાથે વ્યવહાર વધુ ગાઢ બનશે. તમે સાથે મળીને કોઈ નવો બિઝનેસ પણ શરુ કરી શકશો. તે જે કહે એ માની લેવા. ઘરમાં કોઈ સમારકામ થશે. પારિવારિક ખુશી મળશે.

કન્યા રાશિ: તમારી રાશિથી છઠ્ઠા સ્થાનમાં શનિદેવ ગોચર કરશે. આ ભાવ રોગ-શત્રુનું સ્થાન છે. કોર્ટ-કચેરીના કેસોમાં જરુર લાભ મળશે. શત્રુઓ ગમે તેટલુ કરી લે તમારો જ વિજય થશે. કોઈ નાની-મોટી બિમારી આવી શકે છે. હોસ્પિટલમાં ખર્ચો કરશો. નાની-મોટી યાત્રાઓ પણ થઈ શકે છે. વિદેશ યાત્રા થઇ શકે છે. ખર્ચાઓમાં થોડો વધારો થશે જે તમને માનસિક રીતે હેરાન કરશે.

તુલા રાશિ: તમારી રાશિથી પાંચમા સ્થાનમાં શનિદેવ ગોચર કરશે. પાંચમુ સ્થાન અભ્યાસ તેમજ સંતાનનું સ્થાન છે. વિદ્યાર્થીમિત્રો જે ઉચ્ચ ડિગ્રી હાંસલ કરવા તનતોડ મહેનત કરી રહ્યા છે, તેમને સફળતા પ્રાપ્ત થશે. જો તમે કોઈ પ્રેમસંબંધમાં છો તો ખૂબ જ ધ્યાન રાખવું. આવકમાં વધારો થશે અને તેના કારણે મન ખુશ રહેશે. જીવનસાથીની દરેક વાત આનાકાની કર્યા વગર માની લેવી. પિતાનું સ્વાસ્થ્ય સાચવવું.

વૃશ્ચિક રાશિ: તમારી રાશિથી ચોથા સ્થાનમાં શનિદેવ ગોચર કરશે. .ચોથુ સ્થાન મકાન-વાહન-મિલકત-માતાનું સ્થાન છે. શનિ દેવ આ સ્થાનમાં આવવાથી તમારે તમારું ઘર છોડવુ પડી શકે છે એટલે કે તમે નવા ઘરમાં શિફ્ટ થઈ શકો છો. નવું વાહન ખરીદી શકો છો. માતાનું સ્વાસ્થ્ય સાચવવું જરુરી છે. કરિયરમાં સફળ થશો. થોડોક શારિરિક થાકનો અનુભવ થશે.

ધનુ રાશિ: તમારી રાશિથી ત્રીજા સ્થાનમાં શનિદેવ ગોચર કરશે. આ ગોચરની મહત્વપૂર્ણ બાબત એ છે કે તમારી શનિની સાડાસાતીનો આજે અંત આવે છે. તમે હવે ખૂબ જ રિલેક્સ અનુભવ કરશો. ભૂતકાળથી જે મહેનત કરી રહ્યા છો તેનું ફળ તમને હવે પ્રાપ્ત થશે. ત્રીજુ સ્થાન પરાક્રમ-સાહસ- મોટા ભાઈ બહેનનું સ્થાન છે. આ સ્થાનમાં શનિદેવ આવવાથી તમારા સાહસમાં વધારો થશે. પણ સમજી વિચારીને કોઈ સાહસ કરવું. વિદ્યાર્થીમિત્રોને અભ્યાસમાં થોડી કાળજી રાખવી જરુરી બની રહેશે.

મકર રાશિ: તમારી રાશિથી બીજા સ્થાનમાં શનિદેવ ગોચર કરશે. શનિની સાડાસાતીનો છેલ્લો તબક્કો આજથી શરુ થશે. આ તબક્કો થોડો સંઘર્ષમય પસાર થશે. પારિવારિક બાબતો સંભાળવી જરુરી બની રહેશે. પરંતુ તમારી સમજણથી તમે તે બધુ ઉકેલવા સક્ષમ છો. ધન સંચય કરી શકશો. વિદેશ યોગના સંકેત છે. વેપારમાં લાભ મળશે. બેન્ક બેલેન્સમાં વધારો થશે. વાણી પર સંયમ રાખવો, બિનજરુરી વાદવિવાદ ટાળવો.

કુંભ રાશિ: તમારી રાશિમાં જ શનિદેવ પ્રવેશવાના છે. શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો સમાપ્ત થઈ ત્રીજો તબક્કો શરુ થશે. શનિદેવ ખૂબ જ મહેનત કરાવશે. જેટલી મહેનત કરશો તેટલા વધુ સફળ થશો. તમારા વ્યક્તિત્વમાં તમે મોટા ફેરફાર જોશો. તમે શાંત અને સરળ બનશો. ભાઈ-બહેનનો સહયોગ પ્રાપ્ત થશે. શારિરિક બાબતોમાં સજાગ રહેવુ જરુરી છે. લોકો જોડે બહુ અપેક્ષા ન રાખવી, શનિદેવ તમે કરેલા કામોમાં જ સફળતા આપશે.

મીન રાશિ: તમારી રાશિથી બારમાં સ્થાનમાં શનિદેવ ગોચર કરશે. આજથી સાડાસાતી શરુ થઈ છે. સમજી લેજો મહેનત વગર કશું પણ મળશે નહીં. શનિ કર્મના કારક ગ્રહ છે, તમતોડ મહેનત કરાવશે. નાની-મોટી બિમારીઓ થશે. વિદેશ જવા માટે યોગ્ય સમય છે. કોર્ટ-કચેરીમાં જો કેસ ચાલતો હોય તો સમાધાન કરવુ વધુ સારુ રહેશે, વિરોધ કરવા જશો તો તમારા વિરુદ્ધ પરિણામ આવશે. આળસનું પ્રમાણ વધશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે, ઝી24કલાક એની પુષ્ટી કરતુ નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news