ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત રાજ્યમાં કોરોના (Corona virus) ની દહેશતને લઇને લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકો લોડાઉનનો કડક અમલ કરે તે માટે પોલીસ હવે એલર્ટ બની છે. જેના ભાગ રૂપે પોલીસ (Gujarat police) શહેરના તમામ માર્ગો ઉપર તૈનાત કરી દેવાઈ છે. લોકો 144ની કલમનો કડક પાલન કરે તેના માટે અનેક જગ્યાએ પોલીસ પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. જ્યાં પોલીસે પેટ્રોલિંગ સહિત પોલીસ ચેકિંગ હાથ ધર્યું છે. જોકે હજુ પણ લોકો લોકડાઉન (Gujarat lockdown) ની ગંભીરતાને સમજ્યા વગર બિન્દાસપણે ઘરની બહાર નીકળી રહ્યાં છે અને પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. જેને લઈને ઘરની બહાર નીકળતા લોકોને પોલીસ સજાવીને પરત ઘરે મોકલી રહી છે. કોરોનાની ગંભીર બીમારીનો મોટા પ્રમાણમાં વ્યાપ ન વધે તે હેતુથી લોકોને ઘરમાં જ રહેવાનું પોલીસ સૂચન કરી રહી છે. તો સાથે સાથે કેટલાક શહેરોની પોલીસ કડક વલણ અપનાવી રહી છે. 


Video : ઝીણામાં ઝીણી કાળજી રાખ્યા છતા અમદાવાદની આ યુવતીને થયો Corona


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર ગુજરાતમાં લોક ડાઉન કરવામાં આવ્યું છે ત્યારે વિવિધ શહેરોની પોલીસ એક્શન મોડમાં આવી છે. લોકડાઉન અને 144ની કલમનું કડક પાલન થાય તે માટે પોલીસ ઘરથી બહાર નીકળનારા લોકોનું કડક ચેકીંગ કરી રહી છે અને લોકોને ઇમરજન્સી કામ સિવાય બહાર ન નીકળવાની અપીલ કરી રહી છે. તો કેટલાક સંજોગોમાં પોલીસ સખત કાર્યવાહી કરીને ઉઠકબેઠક કરાવી રહી છે. 


ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 33 પર પહોંચ્યો, 11,108 હોમ ક્વોરેન્ટાઈનમાં


અમરેલીમાં સાવરકુંડલા ‌નાવલીમાં પોલીસે બહાર નીકળેલા લોકો સામે સખત કાર્યવાહી હાથ ધરી હતી. લોકો બહાર નીકળતા ઉઠકબેઠક કરાવાઈ હતી. તો ભરૂચ શહેરમાં વગર કામે બહાર નીકળતા લોકો સામે પોલીસ કડક બની હતી. પોલીસે ઉઠક બેઠક કરાવીને બિનકામ અર્થે નીકળનાર વાહન ચાલકોને તતડાવ્યા હતા. ભરૂચમાં સ્ટેશન સર્કલ નજીક વાહન ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી હતી.


વડોદરામાં લોકડાઉનનો ભંગ, 100થી વધુ લોકો નમાજ પઢવા નીકળ્યા


પાટણ શહેરમાં જાહેર માર્ગો પર સેનેટાઇઝરનું વિતરણ કરાયું હતું. પાટણ યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગ દ્વારા રાહદારીઓને સેનેટાઇઝર અપાયું હતું. તો બીજી તરફ જાહેર માર્ગો પર કલમ 144 તેમજ લોકડાઉનનો ભંગ કરનાર યુવાનોને જાહેરમાં ઉઠક બેઠક કરાવી હતી. લોકડાઉન હોવા છતા કેટલાક યુવાનો જાહેર માર્ગો પર નજરે પડતા પોલીસ દ્વારા આવો દંડ કરાવાયો હતો. જેથી અન્ય લોકો પણ આ વાતનો સબક લે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર