Video : ઝીણામાં ઝીણી કાળજી રાખ્યા છતા અમદાવાદની આ યુવતીને થયો Corona
ગુજરાત રાજ્યમાં કોરોના દર્દીઓનો આંકડો 30 પર પહોંચી ગયો છે. તો એક દર્દીનું કોરોનાથી મોત નિપજ્યું છે. સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ (Corona virus) ના દર્દીઓ કેવુ અનુભવતા હશે, શું તેઓને આંખ સામે મોત દેખાય છે.. આવા અનેક સવાલો તમારા મગજમાં ઘુમરાયા કરતા હશે. પરંતુ તમામ પ્રકારની કાળજી રાખવા છતા પણ કેવી રીતે કોરોના થાય છે તેનું જીવતુ જાગતુ ઉદાહરણ અહી રજૂ કરીએ છીએ. ફિનલેન્ડથી અમદાવાદ આવેલી યુવતીએ દરેક પ્રકારની કાળજી રાખ્યા છતા તે કોરોનાનો શિકાર છે, જેણે પોતાનો આંખ ઉઘડતો કિસ્સો રજૂ કર્યો છે. તેણે કહ્યું કે, અમદાવાદ (Ahmedabad) ના પહેલાં કેટલાંક COVID-19 પોઝિટિવ વ્યક્તિઓમાંથી એક હોવાથી હોસ્પિટલ બેડ પરથી તમને સૌ કોઈને મારી સફર જણાવવાનો વિચાર આવ્યો. આ કિસ્સો દરેક વ્યક્તિ માટે લાલબત્તી સમાન છે.
Trending Photos
મિહિર રાવલ/અમદાવાદ :ગુજરાત રાજ્યમાં કોરોના દર્દીઓનો આંકડો 30 પર પહોંચી ગયો છે. તો એક દર્દીનું કોરોનાથી મોત નિપજ્યું છે. સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ (Corona virus) ના દર્દીઓ કેવુ અનુભવતા હશે, શું તેઓને આંખ સામે મોત દેખાય છે.. આવા અનેક સવાલો તમારા મગજમાં ઘુમરાયા કરતા હશે. પરંતુ તમામ પ્રકારની કાળજી રાખવા છતા પણ કેવી રીતે કોરોના થાય છે તેનું જીવતુ જાગતુ ઉદાહરણ અહી રજૂ કરીએ છીએ. ફિનલેન્ડથી અમદાવાદ આવેલી યુવતીએ દરેક પ્રકારની કાળજી રાખ્યા છતા તે કોરોનાનો શિકાર છે, જેણે પોતાનો આંખ ઉઘડતો કિસ્સો રજૂ કર્યો છે. તેણે કહ્યું કે, અમદાવાદ (Ahmedabad) ના પહેલાં કેટલાંક COVID-19 પોઝિટિવ વ્યક્તિઓમાંથી એક હોવાથી હોસ્પિટલ બેડ પરથી તમને સૌ કોઈને મારી સફર જણાવવાનો વિચાર આવ્યો. આ કિસ્સો દરેક વ્યક્તિ માટે લાલબત્તી સમાન છે.
‘‘મેં પોતાને ફિનલેન્ડ ટ્રીપ ગીફ્ટ આપીને 2020 વર્ષને શરૂ કરવાનું વિચાર્યું. હું કોરોના વાયરસને 15 જાન્યુઆરીથી ટ્રેક કરી રહી હતી. મને હતું કે વિશ્વ એક અકલ્પનીય સમય તરફ આગળ વધી રહ્યું છે પણ મને લાગ્યું કે હું તો બહુ દૂર છું. મેં વિચાર્યું કે હું ઘણી સાવચેતી રાખીશ, હું સારી રીતે બધું જાણું છું, મેં ઘણું વાચ્યું છે. એટલે બીજા બધાને થશે, પણ મને નહિ.
મેં માર્ચની શરૂઆતમાં ફિનલેન્ડની ફ્લાઈટ લીધી. ડોમેસ્ટિકથી લઈ ઈન્ટેરનેશનલ ફ્લાઈટ સુધી N99 માસ્ક પહેર્યું, મારા હાથને 100 વખત સેનિટાઈઝ કરતી, શક્ય એટલી વાર 30 સેકન્ડ સુધી હાથ ધોતી હતી, મારી સીટની ટ્રે-ટેબલ અને આર્મ-રેસ્ટને પણ સેનિટાઈઝ કરતી. મને થોડું અજીબ લાગતું હતું, કારણકે 90-95% લોકો માસ્ક પહેરતા જ ન હતા.
હું જ્યારે ફિનલેન્ડ પહોંચી ત્યારે 10થી પણ ઓછા કેસ હતા, એટલે મને હતું કે મને ક્યાંથી ચેપ લાગશે. હું ભારત પરત આવી ત્યાં સુધી કોરોના મહામારી બની ચૂક્યો હતો, જોકે ભારતમાં બહુ ઓછા કેસ હતા. પાછા ફરીને હું ન તો પરિવારને ભેટી કે ન તેઓને નજીક આવવા દીધા. મારી બધી બેગને સેનિટાઈઝ કરી. બધી વસ્તુ કાઢીને બેગને બાથરૂમમાં મૂકી.
14 માર્ચના દિવસે મને થોડો તાવ આવ્યો અને મેં મારી જાતને મારા રૂમમાં અલગ કરી દીધી. મારા માતા-પિતાએ મારા ડોક્ટરનો સંપર્ક કર્યો અને તેમણે ફિનલેન્ડના -15 ડિગ્રીમાંથી 25 ડિગ્રીમાં આવી હોવાથી મને ફ્લૂ માટેની એન્ટિબાયોટિક દવાઓ આપી.
મારા રૂમ બહાર એક નાનકડું ટેબલ હતું, જ્યાં મને આપવાની વસ્તુઓ મૂકાતી. હું મારા બાથરૂમમાં જ મારા વાસણ સાબુ અને ગરમ પાણીથી ધોઈ નાંખતી. તેને બહાર રાખતા પહેલાં હું મારા હાથ ધોતી, ટેબલ પર વાસણ મૂકતી. મારી મમ્મી ફરી એ વાસણ ધોતી. દરરોજ આ પ્રક્રિયા અમે બધા ફોલો કરતા હતા. હું મારા કપડાં પણ બાથરૂમમાં ડેટોલ અને ગરમ પાણીથી ધોઈ અને તેમને બહાર મૂકી દેતી.
મારા ડોક્ટરે મારા લક્ષણો જોવા મને ક્લિનિક બોલાવી. મારા માટે જ મૂકેલી કાર લઈને હું એકલી તેમને મળવા ગઈ. ક્લિનિકમાં બધાથી દૂર N99 માસ્ક પહેરીને હું બેસી. મારું માસ્ક જોઈને, ડોક્ટર અને ટીમે મને મળતાં પહેલાં માસ્ક પહેર્યાં, અને સારું કર્યું તેમણે પહેર્યાં. મારા લક્ષણો હજુ પણ હતાં અને મને કહ્યું કે હું મારી દવાઓ ચાલુ રાખું. હું ઘરે ગઈ, કારને તડકામાં મૂકી. મેં લિફ્ટનો ઉપયોગ નહોતો કર્યો. મારી મમ્મીને ફોન કરીને કહ્યું કે દરવાજો ખુલ્લો રાખે, જેથી કરીને હું ક્યાંય અડું નહીં. હું સીધી મારા રૂમમાં ગઈ. 2 દિવસ સુધી તાવ રહ્યો, કફ કે કંઈ જ નહોતું.
આ દરમિયાન મારી ફર્મને એક એવોર્ડ મળ્યો એ લેવા પણ હું નહોતી ગઈ. મેં મારી જાતને પૂર્ણ રીતે અલગ કરી દીધી હતી. 16 માર્ચે મને થોડો કફ અને છાતીમાં દુખાવા જેવું લાગ્યું. લક્ષણો એટલા સબળ નહોતા. મારી મિત્રના કહેવાથી હું તેને મળવા એસવીપી હોસ્પિટલ ગઈ. ફરી એ જ રીતે માસ્ક પહેરી એકલી કાર ચલાવીને ગઈ. મને ચેક કર્યા પછી તેણે કહ્યું કે હું COVID-19નો ટેસ્ટ કરાવું.’’
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે