મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદ નરોડા પોલીસે ખૂંખાર આરોપીની ધરપકડ કરી હતી. આરોપી મેજરસિંગની ધરપકડ નરોડા પાટિયા પાસેથી કરવામાં આવી હતી. જેમાં મેજરસિંગ જાહેરમાં બંદૂક દેખાડી સ્થાનિકો સાથે માથાકૂટ કરતો અને તેણે હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. આ આરોપીએ આગળ શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંદૂક દેખાડી એક બાઇક ચાલકને ડરાવી તેનું બાઇક લૂંટી ત્યાંથી ભાગી નરોડા પાટિયા તરફ પકડાયો છે. આ આરોપી પંજાબમાં હત્યાના કેસમાં વોન્ટેડ આરોપી છે અને અમદાવાદ ભાગીને આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના સહારે, પક્ષ પલટો કરનાર ત્રણેય MLAને ટિકિટ


અમદાવાદમાં બે બનાવ સામે આવ્યા છે. જેમાં શહેર કોટડા વિસ્તારમાં આવેલા નરોડા ફાયર સ્ટેશનની પાછળની સાઇડ એક બાઇક ચાલક પાસે લૂંટ કરવામાં આવા હતી. તેણે બંદૂકની અણીએ એક બાઇક ચાલકને રોકી તેને બંદૂક દેખાડી તેના બાઇકની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ આરોપી બાઇક લૂંટી નરોડા પાટિયા તરફ ભાગી ગયો હતો. આરોપી ત્યાં પહોંચી નરોડા પાટીયા પાસે એક મહિલા સાથે માથાકૂટ કરી અને ત્યાં હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પરંતુ પોલીસ ત્યાં નજીક હવોથી તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આરોપી મેજરસિંગને પકડી પાડવામાં આવ્યો છે.


ગુજરાતની 15 લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર, મોટાભાગના રિપિટ


હાલમાં તો આરોપી વિરૂધ શહેર કોટડામાં લૂંટ અને નરોડામાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે. નરોડા પોલીસની તપાસ બાદ શહેર કોટડા પોલીસ તેની ધરપકડ કરશે. ત્યારબાદ આરોપીને પંજાબ પોલીસના હવાલે કરવામાં આવશે. આમ તો એક ખુંખાર અને રીઢા ગુનેગારને પકડવામાં નરોડા પોલીસને એક મોટી સફળતા મળી તેમ કહી શકાય.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...