રેલવે મુસાફર માટે દેવદૂત બન્યો પોલીસ કોન્સ્ટેબલ, બચાવ્યો ન હોત તો ગયો હોત જીવ!
Gujarat Police : વલસાડના વાપી રેલવે સ્ટેશન પર પોલીસ કોન્સ્ટેબલ બન્યો દેવદૂત, ટ્રેનમાં ચડવા જતા પડી ગયેલા યાત્રીનો કોન્સ્ટેબલે બચાવ્યો જીવ, પોલીસ કોન્સ્ટેબલની સતર્કતાને કારણે યાત્રીનો બચ્યો જીવ, સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે, અંકલેશ્વરના અલ્પેશ ચૌહાણ વાપીથી ભરૂચ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા
Vapi News : પોલીસ જવાનની સમય સૂચકતાથી વાપી રેલવે સ્ટેશને ચાલુ ટ્રેને ચઢવા જતા પડી ગયેલા મુસાફરનો જીવ બચ્યો હતો. અચાનક સંતુલન ગુમાવી બેસતા યુવાન પ્લેટફોર્મની કિનારી પર પડી ગયો અને ટ્રેન-પ્લેટફોર્મની વચ્ચે આવી જાય તે પહેલા જ બચાવી લેવાયો. પોલીસ જવાનને તેની બહાદુરી અને સતર્કતા બદલ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અભિનંદન પાઠવ્યા.
ગુજરાતના વાપી રેલવે સ્ટેશન ખાતે આજે સાંજે ચાલુ ટ્રેને ચઢવા જતા એક મુસાફર યુવાન પ્લેટફોર્મ પર પડી ગયો હતો. પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે મુસાફર યુવાન આવી જાય અને અકસ્માતમાં અનિચ્છનીય ઘટના બની જાય તે પહેલાં જ ત્યાં ફરજ પર તૈનાત પોલીસ કોન્સ્ટેબલે સમય સૂચકતા દાખવીને આ મુસાફરનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરી છે.
આજે નવરાત્રિના બીજા નોરતે ક્યાં ક્યાં આવશે વરસાદ, અંબાલાલ અને હવામાન વિભાગની છે આગાહી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં રહેતા ૩૬ વર્ષીય મુસાફર યુવાન અલ્પેશભાઈ રમણભાઈ ચૌહાણ આજે તા.૩જી ઓકટોબરે સાંજે પોણા પાંચ વાગ્યે વાપીથી ભરૂચ પોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા. વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.૧ ઉપર ટ્રેનની રાહ જોઈને તેઓ ઉભા હતા તે દરમિયાન દહાણુ વડોદરા એકસપ્રેસ ટ્રેન ત્યાંથી પસાર થતા તેઓ ચાલુ ટ્રેને ઉતાવળે ચઢવા ગતા હતા. અચાનક સંતુલન ગુમાવી બેસતા મુસાફર અલ્પેશભાઈ પ્લેટફોર્મની કિનારી પર પડી ગયા હતા અને ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે આવી જાય તે પહેલા જ ત્યાં ફરજ પર તૈનાત વાપી રેલવે પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ શ્રી યોગેશભાઈ જગુભાઈએ સમયસૂચકતા દાખવીને સતર્કતા સાથે આ મુસાફરને બહાર ખેંચી લઈ તેનો જીવ બચાવી લીધો હતો.
આ સરાહનીય કામગીરી કરનાર પોલીસ જવાનને તેની બહાદુરી અને સતર્કતા બદલ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અભિનંદન પાઠવ્યા છે.
બાબા વેંગાની આ ભવિષ્યવાણી 3 મહિનામાં સત્ય સાબિત થશે, ત્રીજું વિશ્વયુદ્ધ આ તારીખે થશે